અનામિકાને પત્ર: 18
April 30, 2007
પ્રિય અનામિકા,
તારા પત્રો વાંચ્યાં છે. કેટલાક સંજોગોને કારણે ઉત્તર આપી શકાતા નથી. ફોન પર તને સમજાવવા પ્રયત્ન કર્યો છે તે મુજબ ધીરજ રાખજે.
આજે તારો એક પ્રશ્ન હાથ પર લઉં છું.
તું પૂછે છે: શ્રેષ્ઠ કાવ્ય શી રીતે સર્જાય?
નાનકડો જવાબ આપું?
સૃષ્ટિના કણ કણમાં પ્રગટેલું સૌંદર્ય નેત્ર ભરી દે, બ્રહ્માંડમાં ખૂણે ખૂણે ઊઠેલો ધ્વનિ કર્ણ ભરી દે, હૃદયનાં અંતસ્તલે ઊઠેલાં સ્પંદનો તમારા અસ્તિત્વની આરપાર ઘુમરાતાં રહે, ત્યારે શૂન્યમાંથી, નિ:શબ્દમાંથી જે શબ્દ પ્રગટે તે શબ્દ તે શ્રેષ્ઠ કાવ્ય.
આજે આટલા ટચૂકડા પત્રથી સંતોષ માનીશ?
સસ્નેહ આશીર્વાદ.
* * * * * * * * * * *
Entry Filed under: અનામિકાને પત્રો, વિષય: ચિંતન/ફિલોસોફી, વિષય: સાહિત્ય. .
3 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
UrmiSaagar | May 2, 2007 at 9:28 am
આ વખતે તો તમે ચીટીંગ કર્યુ હરીશકાકા!
કાયમ મોટા પત્રોથી ટેવાઇ ગયેલી અનામિકાને, આટલાં નાનકડાં પત્રથી કેવી રીતે સંતોષ થાય?
હા, પણ તમારો આ નાનકડો જવાબ ખૂબ જ સ-રસ છે એટલે પ્રેમથી આખરે ચલાવી તો લેશે જ !
2.
સુરેશ જાની | May 2, 2007 at 7:38 pm
આ અનામીકો વાંચે તો વાંધો નથી ને? !!
3.
dhavani | May 4, 2007 at 10:15 am
its very nice to see, explainig difficult things in a very simple and easy ways….only few people have this art..