અનામિકાને પત્રો · ખંડ: ઉત્તર અમેરિકા · વિષય: કલાક્ષેત્રો · સંગીત/ચિત્ર/લલિતકલા

અનામિકાને પત્ર: 38

.

.

 

પ્રિય અનામિકા,

અમેરિકન સાહિત્ય અને લલિત કલાઓમાં વધતી તમારી રુચિ મને ખુશી આપે છે.

અમેરિકન સાહિત્યકાર એન. એચ. લી (Nelle Harper Lee) ને અમેરિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું તે વાત હજી પણ સમાચારોમાં ઝબકતી રહે છે. અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસ ખાતે નવેમ્બર 2007માં અમેરિકન પ્રમુખ જ્યોર્જ બુશના હાથે એન. એચ. લીને ધ પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમ એનાયત કરવામાં આવ્યો હતો.

અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠની લાયબ્રેરીમાં 75-76ના અરસામાં, લીની વિશ્વપ્રસિદ્ધ નવલકથા ટુ કિલ અ મોકિંગ બર્ડ (To kill a Mocking Bird) મને અનાયાસે હાથ લાગેલી. ત્યારે તે નોવેલ મેં વાંચી.

પાંચ-છ વર્ષ પછી બ્રિટીશ લાયબ્રેરી (અમદાવાદ)માં એક મેગેઝિનમાં ફિલ્મ ટુ કિલ અ મોકિંગ બર્ડ (To kill a Mocking Bird) નો આસ્વાદ વાંચ્યો હતો. રોબર્ટ મુલિગનના દિગ્દર્શનમાં બનેલી ટુ કિલ અ મોકિંગ બર્ડ (To kill a Mocking Bird) પ્રશંસા પામી. કમનસીબે મને આ ફિલ્મ જોવા નથી મળી. (જો કે અમદાવાદમાં રોબર્ટ મુલિગનની અન્ય  ફિલ્મ સમર ઓફ 42 કદાચ 74-75માં જોયેલી).

અનામિકા! ટુ કિલ અ મોકિંગ બર્ડ ફિલ્મમાં મને રસ પડ્યો હોલિવુડના અભિનેતા ગ્રેગરી પેકના લીધે. તે ફિલ્મમાં લોયર એટીકન ફીંચના પાત્રમાં ઉત્તમ અભિનય માટે ગ્રેગરી પેકને શ્રેષ્ઠ અભિનેતાનો ઓસ્કાર (એકેડેમી એવોર્ડ) મળ્યો.

ગ્રેગરી પેકના યાદગાર અભિનયવાળી બે ફિલ્મો મને ફટાકથી યાદ આવે છે. એક તો આલ્ફ્રેડ હિચકોકની સ્પેલબાઉન્ડ, તથા બીજી ધ ગન્સ ઓફ નેવરોન.

60 ના દાયકાના અંતમાં, ધ ગન્સ ઓફ નેવરોન પ્રથમ વખત જોયેલી તેવું આછું આછું યાદ આવે છે. ધ ગન્સ ઓફ નેવરોન માં કેપ્ટન કીથ મેલરી તરીકે ગ્રેગરી પેકનો અભિનય જાનદાર હતો. ફિલ્મમાં એન્થની ક્વિન તથા એન્થની ક્વેલ પણ મઝાનો અભિનય આપી ગયા.

આલ્ફ્રેડ હિચકોકની સ્પેલબાઉંડ 80 ના દશકમાં દૂરદર્શન પર જોવા મળી હતી. અનામિકા! દૂરદર્શનનું નામ સાંભળીને ચમકી ગઈ ને? જરૂર નવાઈ લાગે, અનામિકા! પણ તે અરસામાં દૂરદર્શન પર દેશી-વિદેશી સર્વોત્કૃષ્ટ ફિલ્મો પ્રસારિત થઈ. હોલિવુડની સ્પેલબાઉંડમાં ગ્રેગરી પેક સામે પ્રતિભાવાન અભિનેત્રી ઇન્ગ્રીડ બર્ગમેનનો અભિનય હતો. સ્પેલબાઉંડ આલ્ફ્રેડ હિચકોકની ચિરસ્મરણીય ફિલ્મ બની રહી છે. 

છેલ્લે- ગ્રેગરી પેક વિશે એક વાત ઉમેરું. અનામિકા! હોલિવુડની મશહૂર અભિનેત્રી  ઓડ્રી હીપબર્નની ડેબ્યુ ફિલ્મ વિશે તું જાણે છે?

ઓડ્રી હીપબર્નની પ્રથમ ફિલ્મ પેરેમાઉંટ પિક્ચર્સની રોમન હોલિડે. હોલિવુડના મશહૂર ફિલ્મ દિગ્દર્શક વિલિયમ વાયલર (બેન હર  ફેઈમ ડાયરેક્ટર) ની ફિલ્મ રોમન હોલિડેમાં અભિનેત્રી તરીકે પ્રથમ વાર ચમકતી ઓડ્રી હીપબર્નને આ ફિલ્મમાં અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ઓસ્કાર (એકેડેમી) એવોર્ડ મળ્યો. રોમન હોલિડેમાં હીરોઇન ઓડ્રી હીપબર્ન અને હીરો તરીકે ગ્રેગરી પેક.

 

અનામિકા! કેવી કેવી મઝેદાર છે આ બધી વાતો! આવી અવનવી જાણકારી સાથે ફિલ્મોને માણવાની મઝા કોઈ ઓર જ હોય છે. સસ્નેહ આશીર્વાદ.

Advertisements

2 thoughts on “અનામિકાને પત્ર: 38

  1. Nice info Harishkaka. Mckenna’s gold – is also my favorite. And some other WW2 movies – where eagles dare, a bridge on river ‘kwai’, guns of ‘neveron’ etc. I also remember many many Alister Mclean novels too.

    Like

  2. કોઇ લેખક એક કૃતિ સર્જીને પણ ખ્યાત્નામ થઈ શકે છે તેનો “ટુ કિલ એ મોકિંગ બર્ડ” પુરાવો છે. હાર્પર લીએ આ એક નવલકથા પછી એકાદ-બે લેખોને બાદ કરતાં ભાગ્યે જ બીજું કંઇ લખ્યું છે. સબનસીબે મેં આ અદભુત ફિલ્મ પણ જોઈ છે. મજબૂત કથાનક પરથી કેવી મજબૂત ફિલ્મ બની શકે તે આ ફિલ્મ જોયા પછી જ સમજાય. હરીશભાઇ, મારી પાસે આ ફિલ્મની ડીવીડી છે. તમને જ્યારે પણ ઇચ્છા થાય ત્યારે જોવા મળી શકશે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s