.
પ્રિય અનામિકા,
સ્ટીવન સ્પીલબર્ગની ધમાકેદાર હોલિવુડ ફિલ્મ “ઇંડિયાના જોન્સ એન્ડ ધ કિંગ્ડમ ઓફ ધ ક્રિસ્ટલ સ્કલ” પરથી તમારી વાતો મધ્ય અમેરિકાની માયા સંસ્કૃતિ સુધી પહોંચી છે.
મધ્ય અમેરિકાની માયા જાતિ, ઇંકા જાતિ અને અઝટેક જાતિની વાતો દુનિયા માટે ગૂઢતાભરી રહી છે.
અનામિકા! તારી વાત સાચી કે મધ્ય અમેરિકન માયા સંસ્કૃતિ વિશે અગણિત રહસ્યો છે. તેનાં વિશે પાર વિનાનાં સંશોધનો થયાં છે; દાવા-પ્રતિદાવાઓથી થોથાંઓ ભરાયાં છે. તેથી માયા સંસ્કૃતિ વિશે હું જે કાંઈ લખીશ તે અપૂર્ણ જ રહેશે, એટલું જ નહીં, ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ પણ બનશે. પરંતુ તારા આગ્રહને ટાળી શકતો નથી.
અનામિકા! માયા સંસ્કૃતિનાં સૌથી બે મોટાં રહસ્યો માયા જાતિના ઉદભવ અને તેના લુપ્ત થવાને લગતાં છે. માયા જાતિના લોકો કોણ હતાં અને ક્યાંથી મધ્ય અમેરિકામાં આવ્યાં તેમજ પ્રથમ સહસ્ત્રાબ્દિના અંત પહેલાં અચાનક કેવી રીતે લુપ્ત થઈ ગયાં તેના પર વિવાદો ચાલ્યા જ કરે છે.
મધ્ય અમેરિકામાં પેસિફિક ઓશન (પ્રશાંત કે પેસિફિક મહાસાગર)ના કિનારે માયા જાતિ ત્રણ હજારથી પણ વધુ વર્ષોથી વસી હતી.
માયા સંસ્કૃતિ ઈ.પૂર્વે 250થી ઈ.સ. 900ના સમયગાળા (250 BC– 900 AD) માં પૂરબહારમાં વિકસી. મધ્ય અમેરિકન મેક્સિકોના વિસ્તાર – હાલના ગ્વાટેમાલા, બેલિઝ, અલ સાલ્વાડોર તથા હોન્ડુરાસ રાષ્ટ્રોના વિસ્તારોમાં વિકસેલી માયા સંસ્કૃતિમાં ઘણાં રાજ્યો અસ્તિત્વમાં હતાં.
અનામિકા! નવાઈની વાત એ કે તે માયા રાજ્યો પૈકી મોટા ભાગનાં જંગલો વચ્ચે વસેલાં નગરરાજ્યો હતાં. રાજ્યોની વચ્ચે રીત-રિવાજ અને રહેણીકરણીમાં ફેરફાર છતાં માયા સંસ્કૃતિમાં એકંદરે સમાનતા હતી. માયા સંસ્કૃતિની પ્રજાઓ ઈસ 900 ની આસપાસ તો લગભગ નામશેષ થઈ ગઈ. કારણ શું? કોઈ કુદરતી આફત, પૂર, દુષ્કાળ, વાતાવરણમાં ફ્રેરફાર કે યુદ્ધ કે બીજું કાંઈ – રહસ્ય ઉકેલાયું નથી.
જે ગણી ગાંઠી પ્રજાતિ બચેલ હતી, તેમને સોળમી સદીના સ્પેનિશ આક્રમણે મહાત કરી. સોળમી સદીમાં મધ્ય અમેરિકા પર યુરોપથી સ્પેનનાં ધાડાં ઉતરી આવ્યાં. સ્પેનનાં ઝનૂની આક્રમણે રહી સહી માયા સંસ્કૃતિનો ધ્વંસ કર્યો.
સદનસીબે માયા સંસ્કૃતિનો ઇતિહાસ આપણને કંઇક અંશે ઉપલબ્ધ છે. માયા સંસ્કૃતિએ લેખનશૈલીમાં સારી એવી પ્રગતિ કરેલી. અનામિકા! તેમનો ઇતિહાસ શિલાલેખો પર અને વૃક્ષની છાલનાં પુસ્તકોમાં થોડો ઘણો બચ્યો છે. તાજેતરનાં વર્ષોમાં તેમની લિપિ ઉકેલાતાં લખાણો સમજવામાં મદદ મળી છે.
લખાણો પરથી જાણવા મળે છે કે માયા સંસ્કૃતિએ કૃષિ, સ્થાપત્ય, ખગોળ આદિ ક્ષેત્રોમાં ખૂબ પ્રગતિ કરી હતી. મધ્ય અમેરિકામાં માયા જાતિનાં પ્રાચીન મહેલો તથા પ્રચંડ પિરામિડોનાં ખંડેરો ઊભાં છે.
માયા જાતિએ સમયનાં માપ અને કેલેંડર વિકસાવ્યાં હતાં. તેમનું કેલેંડર ઈસ 2012 સુધીનું છે.
શું 2012માં દુનિયા નાશ પામશે?
માયા જાતિની ગણતરી એટલી વિશ્વસનીય ગણાય છે કે અત્યારે વિશ્વભરમાં પ્રલયના દિનનું કાઉન્ટ ડાઉન શરૂ થયું છે.
2012ના ડિસેમ્બરની 21મી તારીખે પૃથ્વી પર પ્રલયકારી પરિવર્તનો થશે અને તેમાં આજની માનવસભ્યતા નાશ પામશે તેવી આગાહીઓ થઈ રહી છે.
અહીંની ટીવી ચેનલોમાં પણ 2012માં પૃથ્વીના પ્રલયની વાતોનો શોરબકોર છે.
જે હોય તે, સ્ટીવન સ્પીલબર્ગ અને જ્યોર્જ લુકાસની ઇન્ડિયાના જોન્સમાં ઝલકતી મધ્ય અમેરિકન સંસ્કૃતિ અને માયા કેલેંડર પરથી પૃથ્વીના વિનાશની આગાહી લોકોમાં સનસની ફેલાવી ચૂક્યાં છે.
આ સાથે માયા સ્થાપત્યના કેટલાક ફોટોગ્રાફ્સ મોકલું છું. સસ્નેહ આશીર્વાદ.
* * * * *
Dear Harishbhai…….1st time visiting your site & impressed. You have several BLOGS & your SAHYOG in some more….From Amdavad you your MAHEK is worldwide….Let Gujarati BHASHA be heard all over the WORLD. My BEST WISHES ti you.
DR. CHANDRAVADAN MISTRY Lancaster Ca USA.
I have a site CHANDRAPUKAR & I invite you to visit it when possible at>>>>>>
http://www.chandrapukar,wordpress.com
And a request if possible add my BLOG to your LIST of BLOGS..
LikeLike
सरस वीषय लीधो. महाभारतमां उल्लेखेला ‘मय दानव’ अने ‘उलुपी’ माया प्रजा पैकी हतां?
2012 वीशे जे गलक्टीक प्लेईननो ख्याल वर्ते छे ए घणां खगोळवीज्ञानीओना मते 1997मां घटी गयो! एटले आपणे ए आगाहीने खोटी पाडी चुक्या छीए. माया प्रजानी गणतरीमां फेर होई शके छे, आधुनीक वीज्ञान वधु सुक्ष्म गणतरी मान्डी शक्युं छे.
LikeLike
ચિરાગ! તમારો પ્રશ્ન વ્યાજબી છે. એક જમાનાના પ્રચલિત મત પ્રમાણે, હજારો વર્ષ અગાઉ, એશિયામાંથી, ખાસ કરીને ભારતમાંથી એક જૂથ – કદાચ મય લોકો ? – સાઈબેરિયા થઈ બેરિંગની સામુદ્રધુનિ ઓળંગી અમેરિકા પહોંચ્યું. કુદરતી સંયોગોમાં બેરિંગનો રસ્તો બંધ થયો અથવા ભૂલાઈ ગયો. તે ગ્રુપનાં કેટલાંક સદસ્યો ઉત્તર અમેરિકામાં વસ્યા ( રેડ ઇંડિયન?) અન્ય નીચે મધ્ય અમેરિકા જઈ વસ્યાં. તે જ માયા પ્રજા હોઈ શકે?
આપણા યુવાન મિત્ર ચિરાગ માટે મને અંગત રીતે ઘણું માન છે. તેમનું વાચન અને ચિંતન પ્રેરણાદાયી હોય છે, તેથી તેમની કોમેંટ વિચારવાલાયક ગણાય. માયા કેલેંડર વિશે મતમતાંતર ઘણા છે. તેથી 2012નો પ્રશ્ન ઊછળ્યા કરે છે.
ધન્યવાદ, દોસ્ત! ….. હરીશ દવે અમદાવાદ
LikeLike
વાંચવાની મજા આવી. ચિરાગભાઇ ની વાત સાચી લાગે છે. જોકે આવી વાતમાં મતભેદ તો સામાન્ય જ ગણાય….
LikeLike
Sundar..
LikeLike
ઘણા વિદ્વાનો મય સંસ્કૃતિને સિંધુ સંસ્કૃતિ સાથે પણ સાંકળે છે. સ્વ. કે. કા. શાસ્ત્રીનું પણ આ અંગે એક સંશોધનાત્મક પુસ્તક છે.
LikeLike