અનામિકાને પત્રો · પ્રકીર્ણ

અનામિકાને પત્ર: 199

.

.

પ્રિય અનામિકા,

અમેરિકાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં તેં તારી કારકિર્દીને નવો ઓપ આપી એક પ્રશંસનીય સિદ્ધિ મેળવી છે. મારી વિદ્યાર્થિની આવી પ્રગતિ કરે તે વાતનો મને કેવો ગર્વમિશ્રિત આનંદ હોય !

શિષ્યના જીવનઘડતરમાં ગુરુનું યોગદાન દીપી ઊઠે તે  ગુરુની ઉપલબ્ધિ, અનામિકા! તાજેતરની વાત છે. મારો એક વિદ્યાર્થી કોલેજના પગથિયાં હજી ચડ્યો હતો, ત્યાં તેને પ્લાઝમા રિસર્ચ ઇન્સ્ટિટ્યુટમાં રિસર્ચ માટે મોકો મળ્યો હતો. ત્યારે પણ આવી જ લાગણી થઇ હતી. શિષ્યની સફળતા ગુરુને ગરિમા તો બક્ષે જ, સાથે સાથે ગુરુની જીવન-સાર્થકતાની અનુભુતિમાં અભિવૃદ્ધિ પણ કરે!

ફરી એક વાર અભિનંદન!

આપણા પત્ર-વિનિમયમાં સંયોગોવશાત વિક્ષેપ પડતો રહ્યો તેનો રંજ છે.

જીવનની વિષમતાઓ સામે લડવાની તૈયારી હોવી જોઇએ, સાથે સાથે કેટલીક વિપરીત પરિસ્થિતિઓને વત્તે-ઓછે અંશે સ્વીકારવાની સમજદારી પણ હોવી જોઇએ. ભિન્ન ભિન્ન સંયોગોમાં યથોચિત અનુકૂલનો દ્વારા જીવનને યોગ્ય માર્ગે આગળ ધપાવવાની વિવેકબુદ્ધિ માનવીમાં હોવી જોઇએ. મને સંતોષ છે કે અમરના રૂપે તને પ્રેમાળ પતિ મળ્યો છે. તમારા દાંપત્યજીવનમાં અમોલા- આદિત્ય સમાન ફૂલો પણ ખીલી ઊઠ્યાં છે તે ય કેવી ખુશીની વાત! તારી બદલાતી જવાબદારીઓ તથા પ્રવૃત્તિઓ તારી સભાનતા અને સુસજ્જતામાં વધારો કરે છે તે મેં નોંધ્યું છે. મને પણ અવનવા અનુભવો તથા  વણખેડ્યા માર્ગના પડકારો જીવનપોષક લાગે છે. તારું સૂચન સ્વીકારું છું.

વિચાર-વિનિમય માટે ફરી સક્રિય થવું મને ગમશે. શુભસ્ય શીઘ્રમ!

સસ્નેહ આશીર્વાદ

* ** *

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s