ખંડ: યુરોપ · વિષય: જીવનકથા · વિષય: પરિચય · વિષય: વિજ્ઞાન · વિષય: સાહિત્ય

અનામિકાને પત્ર: 1204

.

.

પ્રિય અનામિકા,

યુનાઇટેડ આર્ટિસ્ટ્સના ઉલ્લેખ સાથે તેં “અરાઉંડ ધ વર્લ્ડ ઇન એઇટી ડેયઝ”  (Around the World in Eighty Days) ફિલ્મને યાદ કરી અને મને આપણી ગુજરાતી ભાષાના મહાન સેવક મૂળશંકર ભટ્ટ યાદ આવ્યા. તું વિચારમાં પડી જઇશ કે વાત ક્યાં ફિલ્મથી શરૂ થઇ અને હું ક્યાં સાહિત્ય સર્જક મૂળશંકર ભટ્ટ સુધી પહોંચ્યો!

“અરાઉંડ ધ વર્લ્ડ ઇન એઇટી ડેયઝ” (1957) દિગ્દર્શક માઇક ટોડની ફિલ્મ. ડેવિડ નિવેન અને શર્લિ મેકલિન જેવા કલાકારો સાથે હોલિવુડની મોટા ફલક પરની ફિલ્મ. તેની ફરી ક્યારેક વાત. આજે તને “અરાઉંડ ધ વર્લ્ડ ઇન એઇટી ડેયઝ” પુસ્તકના વિશ્વવિખ્યાત ફ્રેંચ લેખક જૂલે વર્નની વાત કરું.

નવ દસ વર્ષની ઉંમરે ગુજરાત વિદ્યાપીઠની લાયબ્રેરીમાં જૂલે વર્ન સાથે મારી દોસ્તી થઇ. જૂલે વર્ન સાથે અમને દોસ્તી કરાવનાર મૂળશંકર ભટ્ટ. ભાવનગરમાં દક્ષિણામૂર્તિની જવાબદારીઓની સાથે મૂળશંકરભાઇનું  વિપુલ સાહિત્યસર્જન ભારે પ્રશંસનીય, તેમાંયે   ફ્રેંચ લેખક જૂલે વર્નનાં પુસ્તકોનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરીને મૂળશંકરભાઇએ કમાલનું કામ કર્યું છે. ‘સાગર સમ્રાટ’ તથા કેપ્ટન નેમો અને સબમરીન નોટિલસ, ‘80 દિવસમાં પૃથ્વી પ્રદક્ષિણા’ તથા ‘ચંદ્રલોકમાં’ કેમ કરી ભૂલાય? અનામિકા! આજે જિંદગીના છ દાયકા વીતવા આવ્યા  છે, ત્યારે મારી ભીની આંખોમાં મૂળશંકરદાદા પ્રત્યે કૃતજ્ઞતા છલકાય છે. વિજ્ઞાન આધારિત સાહસકથાઓમાં ગુજરાતી બાળકોની રુચિ વધારનાર મૂળશંકરદાદા પ્રતિ સમગ્ર ગુજરાત હંમેશા ઋણી રહેશે.

તને જૂલે વર્નની વાતમાં રસ પડશે! સાયંસ ફિક્શનના પ્રણેતાઓમાં એચ. જી. વેલ્સ અને જૂલે વર્નનાં નામ મોખરે આવે. જૂલે વર્ન વિજ્ઞાનકથાઓના જનક. તેમની કલ્પના શક્તિ અને કોઠાસૂઝ અજબની. જે જમાનામાં ઇલેક્ટ્રિક યંત્રો, પેટ્રોલ એન્જીન,  મોટરબોટ કે એરોપ્લેન ન હતાં ત્યારે જૂલે વર્નની નવલકથાઓમાં સબમરીન દ્વારા સમુદ્રના પેટાળની મુસાફરી અને અવકાશ યાન દ્વારા ચંદ્રના પ્રવાસની  કલ્પનાકથાઓ  આલેખાઇ હતી. તે કથાઓમાં કેટલાક હકીકત–દોષ હોવા છતાં તેમાંની ઘણી કલ્પનાઓ આજના વિજ્ઞાનયુગમાં નક્કર હકીકત બની તે સત્ય રોચક નથી?

સસ્નેહ આશીર્વાદ.

* ** *

One thought on “અનામિકાને પત્ર: 1204

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s