અનામિકાને પત્રો · ખંડ: યુરોપ · વિષય: વિજ્ઞાન

અનામિકાને પત્ર: 1209

.

પ્રિય અનામિકા,

શીતળાની રસીના શોધક ડો. એડવર્ડ જેનરની જીવનકથા વાંચતાં વાંચતાં એક નાનકડી વાત નજરે ચડી છે.

અઢારમી સદી સુધી સૂક્ષ્મજીવો (Micro-organisms or microbes) અને તેમના દ્વારા ફેલાતા સૂક્ષ્માણુજન્ય રોગો વિષે વિજ્ઞાન પાસે નહીંવત જ્ઞાન હતું. વૈજ્ઞાનિકો અને ડોક્ટરોના ઊંડા અભ્યાસ પછી માઇક્રોબાયોલોજીનું વિજ્ઞાન તેજ ગતિએ વિકસવા લાગ્યું. માઇક્રોબાયોલોજી તબીબી વિજ્ઞાનનું અગત્યનું અંગ બની ગયું. માઇક્રો-ઓર્ગેનિઝમ્સથી ફેલાતા રોગો વિષે મેડિકલ સાયંસનું જ્ઞાન વધતું ગયું. તે સમયે શીતળા (સ્મોલપોક્સ) નો રોગ અસાધ્ય ગણાતો અને મોટે ભાગે જીવલેણ નીવડતો. શીતળાની રસી (સ્મોલપોક્સ વેક્સિન)ના શોધક ડો. એડવર્ડ જેનર (Dr Edward Jenner 1749 – 1823) સાથે વણાયેલ એક કથા ઝાઝી પ્રકાશમાં આવી નથી.

અનામિકા! ઇંગ્લેંડના એક તબીબ ડો. એડવર્ડ જેનર ગ્લોસેસ્ટરશાયરના ગ્રામ્યવિસ્તારમાં પ્રેક્ટિસ કરે. તેમના ખેડૂત દર્દીઓમાં કાઉપોક્સ (cowpox) એક સામાન્ય રોગ હતો. કાઉપોક્સ તથા સ્મોલપોક્સના વાઇરસમાં કેટલીક લાક્ષણિક સમાનતા હોવાથી ડો. જેનરે કાઉપોક્સના શક્ય ઇલાજો પર સંશોધન શરૂ કર્યું. ડો. એડવર્ડ જેનરનો એક ખેડૂત–દર્દી ફિપ્સ અને ફિપ્સનો પુત્ર જેમ્સ. ડો.જેનરે ફિપ્સના પુત્ર જેમ્સ પર કાઉપોક્સની રસીનો પ્રયોગ કરવા વિચાર્યું. જોખમ ખેડી ખેડૂત પિતાએ બહાદુરીપૂર્વક સંમતિ આપી. કમાલની વાત! ડો. એડવર્ડ જેનરની રસીએ કાઉપોક્સના રોગથી બાળકને રક્ષણ આપ્યું.  અનામિકા! ઇંગ્લેંડના એક ખેડૂતપુત્ર પર થયેલા સફળ પ્રયોગે શીતળાના ઉપચારના રસ્તા ખુલ્લા કર્યા. 1796માં શોધાયેલ ડો. એડવર્ડ જેનરની શીતળાની રસીએ માનવજાતને ખતરનાક રોગથી રક્ષણ આપ્યું. વિજ્ઞાન અને મેડિકલ જગતમાં જ નહીં,  ઇંગ્લેંડની પાર્લામેન્ટમાં પણ આ ઉપકારક વેક્સિનની ચર્ચા થઈ. બ્રિટીશ પાર્લામેન્ટે ડો. એડવર્ડ જેનરને ત્રીસ હજાર પાઉંડનું જંગી ઇનામ આપ્યું. ઓગણીસમી સદીના આરંભે તો સ્મોલપોક્સ વેક્સિન યુરોપભરમાં વપરાવા લાગી. શીતળાની રસીના શોધક તરીકે વિશ્વભરમાં ડો. એડવર્ડ જેનરનું નામ પ્રસિદ્ધ થઇ  ગયું; પરંતુ તેના સંશોધનમાં પાયાનો ફાળો આપનાર સામાન્ય ખેડૂત અને તેનાં પુત્રનાં નામ ભૂલાઇ ગયાં !!

દુનિયાની કેટકેટલી મહાન ઉપલબ્ધિઓમાં પડદા પાછળ રહેતાં કેટલાંય પાત્રો આમ ગુમનામ જ રહેતાં હશે !

સસ્નેહ આશીર્વાદ.

.

.

One thought on “અનામિકાને પત્ર: 1209

  1. પ્રિય હરીશભાઈ, બહુ જ સરસ બ્લોગ છે. ગુજરાતી ભાષા માં પ્રસિદ્ધ થતો આપનો બ્લોગ વાંચવામાં ઘણો આનંદ થયો.

    ગુજરાતી ભાષા ના પ્રચાર અને પ્રસાર માટે અમે પણ ગુજરાતી પુસ્તકો દુનિયા ના કોઈ પણ ખૂણે ઘેર બેઠા મળી રહે એ માટે વેબસાઈટ ચાલુ કરેલ છે. જેમાં મહતમ પુસ્તકો ઉપલબ્ધ થશે (હજારો અપલોડ થઇ ચુકેલ છે અને હજારો થઇ રહ્યા છે) અને સૌથી મહતમ ડિસ્કાઉન્ટ કસ્ટમર ને મળી રહેશે એવી કોશિશ કરીએ છીએ. આપ એક વખત મુલાકાત લેશો તો આભારી થઈશ.

    ધર્મેશ વ્યાસ

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s