અનામિકાને પત્રો · ખંડ: યુરોપ · ખંડ:દક્ષિણ અમેરિકા · વિષય: ઈતિહાસ · વિષય: પરિચય · વિષય: સમાચાર

અનામિકાને પત્ર: 1611

.

પ્રિય અનામિકા,

તમારા મિત્રવર્તુળમાં ક્યુબાના ભૂતપૂર્વ પ્રમુખ ફિડલ કાસ્ટ્રોના અવસાન પછી ચાલેલી ચર્ચા પર મારી નજર રહી છે.

તાજેતરમાં ફિડલ કાસ્ટ્રોના દેહાંત પછી નન-અલાઇન્ડ મુવમેન્ટ (NAM), યુગોસ્લાવિયાના માર્શલ ટીટો અને ભારતના પ્રધાન મંત્રી નહેરુથી ઇંદિરા ગાંધી સુધીની વાતો કદાચ ઘણી જગ્યાએ થઈ હશે, પણ તમારા ગ્રુપમાં મેસેડોનની પ્રાચીન રાજધાની આઇગાઇ સુધી ચર્ચા પહોંચી તે હકીકત મને ખુશી આપે છે.

આજે કેટલા જાણતા હશે કે વિશ્વવિજેતા કહેવાતો સિકંદર- એલેક્ઝાંડર ધ ગ્રેટમેસેડોનિયા (ગ્રીસ) નો રાજવી હતો! ગ્રીસના વર્જીના ટાઉન પાસે મળેલ પ્રાચીન નગરી આઇગાઇના ખંડેરોને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરી છે! કેટલાને ખબર હશે કે મહાન વિજેતા રાજવી સિકંદર – એલેક્ઝાંડર – ના પિતા રાજા ફિલિપની કબર પણ આ ખંડેરોમાંથી શોધી કઢાઈ છે.

ચાલો, પહેલાં તો ક્યુબાના તારણહાર – નેતા ફિડલ કેસ્ટ્રો (ફિદલ કાસ્ત્રો) ની વાત પર..

ક્યુબાના ભૂતપૂર્વ શાસક પ્રેસિડેન્ટ ફિડલ કાસ્ટ્રોની  ઘણી નીતિ-રીતિ મને જરાયે નથી ગમી, આમ છતાં મને કાસ્ટ્રો માટે અગમ્ય આકર્ષણ રહ્યું છે. ખાસ કરીને યુવાન કાસ્ટ્રો માટે મને સોફ્ટ કોર્નર રહ્યો છે. યુવાન ફિડલ કાસ્ટ્રો એટલે અખૂટ જુસ્સો, અદમ્ય ખમીર, નિષ્ફળતા-નિરાશાઓની વણઝાર વચ્ચે સતત સંઘર્ષ કરતા રહી માર્ગ શોધવાનું ઝનૂન. ફિડલ કાસ્ટ્રો એટલે પ્રતિકૂળતાઓને પરાજિત કરતું દમદાર વ્યક્તિત્વ. ન કોઈ સંજોગોને વશ થયા, ન તો તેમણે ક્યારેય હાર માની. ક્યુબા માટે ઝનૂની રાષ્ટ્રપ્રેમ ધરાવતા ફિડલ કાસ્ટ્રોએ દેશના અનીતિમાન ડિક્ટેટર બેટિસ્ટાને ઉથલાવીને જ જંપ લીધો. અનામિકા! તમારે તેમની બાયોગ્રાફીમાં યુવાન વયની સંઘર્ષ કથા વાંચવી જ જોઈએ.

ફિડલ કાસ્ટ્રો 1959થી 1976 ક્યુબાના પ્રાઇમ મિનિસ્ટર તથા 1976થી 2006 સુધી ક્યુબાના પ્રેસિડેન્ટ  રહ્યા. શક્તિશાળી પાડોશી  દેશ અમેરિકા સાથે પંગા લીધા કર્યા, દુશ્મની નિભાવી; છતાં યેન કેન પ્રકારેણ ક્યુબામાં સત્તા પોતાના હાથમાં રાખી. શામ-દામ-દંડ-ભેદ બધી યુક્તિ-પ્રયુક્તિઓથી 47 વર્ષ સુધી ક્યુબાને પોતાની પકડમાં રાખ્યું. એ વાત પણ સાચી, અનામિકા, કે પાછળથી ફિડલ કાસ્ટ્રોના એકચક્રી, આપખુદી શાસન સામે અસંતોષ વધવા લાગ્યો હતો. બુદ્ધિજીવીઓ, વ્યવસાયીઓ સહિતનો ઉચ્ચ વર્ગ કાસ્ટ્રોની નીતિઓથી ગૂંગળાવા લાગ્યો હતો. 2006માં કથળતી તબિયતમાં કાસ્ટ્રોએ પદત્યાગ કરી પોતાના ભાઈને સત્તા સોંપી હતી! ગમે તે હોય, પણ મોતને મુઠીમાં રાખી, એક જમાનામાં અમેરિકાને પડકારી શકતો એક માત્ર મર્દ ફિડલ કાસ્ટ્રો હતો!

અમેરિકા-રશિયા વચ્ચે શીતયુદ્ધ – કોલ્ડ વૉરના જમાનામાં થર્ડ વર્લ્ડના દેશો અવઢવમાં હતા, ત્યારે ઇંડોનેશિયાના પ્રમુખ સુકાર્ણો, યુગોસ્લાવિયાના માર્શલ ટીટો, ભારતના જવાહરલાલ નહેરુ, ઇજિપ્તના પ્રેસિડેન્ટ નાસર આદિ નેતાઓને સાથ આપી ફિડલ કાસ્ટ્રોએ  નન-અલાઇન્ડ મુવમેન્ટ (NAM) ને સહકાર આપ્યો. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધીની આગેવાની નીચેના ભારત સાથે પણ ફિડલ કાસ્ટ્રોએ ઉષ્માભર્યા રાજકીય સંબંધો જાળવ્યા.

યુગોસ્લાવિયાના બ્રેક-અપ અને ગ્રીસ-મેસેડોનિયા (એફ-વાય-આર-ઓ-એમ FYROM) વચ્ચેના ધૂંધવાટ પર તમારા મિત્રોની જાણકારી ઠીક છે. કોઈકે સમ્રાટ એલેક્ઝાંડર ધ ગ્રેટના મેસેડોનની પ્રાચીન રાજધાની આઇગાઇના આર્કિયોલોજીકલ અવશેષોની વાત છેડી છે. આશરે અઢી હજાર વર્ષ પુરાણાં આઇગાઇનાં ખંડેરો શોધવાનો શ્રેય ગ્રીસના થેસ્સાલોનિકી શહેરમાં આવેલ ‘એરિસ્ટોટલ યુનિવર્સિટી ઓફ થેસ્સાલોનિકી’ના કર્મનિષ્ઠ આર્કિયોલોજીસ્ટ મેનોલિસ એંડ્રોનિકોસને જાય છે.  આ વાત ફરી કોઈ પત્રમાં . . .

તમે સૌ રાજકીય વિચારોમાં ગૂંચવાયા સિવાય ફિડલ કાસ્ટ્રોની જીવનીને અવલોકજો. ઇતિહાસને સમજવા ક્યારેક તે આવશ્યક છે.

સસ્નેહ આશીર્વાદ.

* * * * * 

* * * * *

અનામિકાને પત્ર: 1611 (ફિડલ કાસ્ટ્રો) –  Fidel Castro in Gujarati – પૂરક માહિતી:

  • ફિડલ કાસ્ટ્રો / ફિડલ કેસ્ટ્રો / ફિદલ કાસ્ત્રો (Fidel Castro of Cuba) (1926 – 2016)
  • Fidel Castro (Prime Minister of Cuba 1959-1976 ; President of Cuba 1976 – 2006)
  • નન-અલાઇન્ડ મુવમેન્ટ Non-Alligned Movement (NAM) – President Sukarno of Indonesia- PM Nehru of India – Marshal Tito of Yugoslavia – Prsident Nasser of Egypt
  • નન-અલાઇન્ડ મુવમેન્ટ / બિન- જોડાણવાદી નીતિ – ગુટ-નિરપેક્ષ દેશો
  • Greece – Macedonia ( Former Yugoslav Republic of Macedonia – FYROM)
  • આઇગાઇ – Aigai – Ancient capital of Kingdom of Macedon / Macedonia (Vergina, Greece)
  • Alexander the Great (King of Macedon) – Prince Philip II
  • Aigai – Archaeologist Manolis Andronikos – Aristotle University of Thessaloniki (Thessaloniki, Greece)

** * * ** * * ** * * ** * * ** *

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s