અનામિકાને પત્રો · વિષય: સાહિત્ય

અનામિકાને પત્ર: 1712

 

 

પ્રિય અનામિકા,

‘મુક્તપંચિકા’માં તમારા મિત્રોનો રસ મને ખુશી આપે છે.

ગુજરાતની નવી પેઢીમાં એક વર્ગ ગુજરાતી ભાષામાં સર્જન તરફ ઢળી રહ્યો છે. શાળા – કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓથી માંડી ગુજરાતી ભાષામાં તાજગી આણવા થનગનતા સૌ માટે ગુજરાતીમાં નવસર્જનના દ્વાર ખુલવા જોઈએ. બસ, આવા ગુજરાતી ભાષાના નવસર્જકો માટે મુક્તપંચિકાની રચના પ્રેરણારૂપ છે. મુક્તપંચિકા નાના-મોટા સહુ કોઈ રચી શકે તેટલી સરળ છે. આખરે, આપણા સૌનો ઉદ્દેશ ગુજરાતી ભાષાને લોકભોગ્ય કરવાનો છે.

તારા મિત્રોને મુક્તપંચિકા રચવા પ્રોત્સાહિત કરજે. આ સાથે મારી એક અન્ય મુક્તપંચિકા મોકલું છું.

મુક્તપંચિકા

**

ન ફૂલ-વેલ,

ન બનું તરુ!

બસ, મારે તો આજ

તરણું થઈ

ફરફરવું!

*****

તમે સૌ મુક્તપંચિકા રચશો અને આનંદ માણશો.

સસ્નેહ આશીર્વાદ.

** ** ** ** ** ** **

.

મુક્તપંચિકા વિશે જાણવા  અહીં ક્લિક કરો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s