પ્રિય અનામિકા,
આજે બીજી કોઈ વાત નથી કરવી.
મુક્તપંચિકા શું છે તે તું જાણે છે. તને મુક્તપંચિકાઓમાં રસ પણ પડ્યો છે.
આજે બે પ્રેરણાદાયી મુક્તપંચિકાઓ અહીં લખું છું.
પ્રથમ મુક્તપંચિકામાં અજબની ખુમારી છે! ચાલો, વાંચીએ:
*
સમંદરને
મુઠ્ઠીમાં બાંધું
હું એવો – પલભર
બનાવું ઝીણું
અમથું બિંદુ!
* * *
અને આ મુક્તપંચિકા પણ તને જરૂર ગમશે:
*
સોણલાં સંગે
ઊડીને આભ
ચીરવું આજ! ભલે
ઝંઝાવાત હો!
ઝૂકવું નથી!
***
તારો અભિપ્રાય જણાવજે.
સસ્નેહ આશીર્વાદ
*** * * *** * *** * ** * ** * * ** * ** * * ** ****