નમસ્કાર, વાચકમિત્રો!
વીતેલ વર્ષ 2019માં આપે ‘અનામિકા’ પર વિવિધ વિષયો પર કેટલાક યાદગાર લેખો વાંચ્યા. તે પૈકી થોડા માહિતીસભર લેખ પર એક નજર નાખીએ.
સંપૂર્ણ લેખ વાંચવા લિંક પર ક્લિક કરશો.
*** * * ** * *** ** **
અનામિકા લેખ: સ્ટિલ ફોટોગ્રાફીથી સિનેમેટોગ્રાફીની સફર અને સિનેમા ઉદ્યોગનો આરંભ
- અમેરિકન ફોટોગ્રાફર એડવર્ડ માયબ્રિજ દ્વારા ‘મોશન ઇન ફોટોગ્રાફી’ના સફળ પ્રયોગો
- સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સ્થાપક લેલેન્ડ સ્ટેનફોર્ડના અનુરોધથી એડવર્ડ માયબ્રિજે લીધા દોડતા ઘોડાઓના હજારો ફોટોગ્રાફ્સ
- અમેરિકાના જ્યોર્જ ઇસ્ટમેનની ‘ઇસ્ટમેન કોડાક કંપની’ના કોડાક પેપર રોલ અને કોડાક કેમેરાથી લોકભોગ્ય બની ફોટોગ્રાફી, કોડાક કંપનીએ બનાવ્યો પ્રથમ સેન્સિટાઇઝડ પેપર ફિલ્મ રોલ
- લુઇ લિ પ્રિન્સની આજે પણ સચવાયેલ, દુનિયાની સૌ પ્રથમ, સૌથી જૂની ‘મુવિ ફિલ્મ’ (!) ‘રાઉન્ડહે ગાર્ડન સિન’ ઉતારાઈ હતી ઇંગ્લેન્ડના લિડ્ઝ શહેરમાં 1888ના ઑક્ટોબરમાં
- અમેરિકન શોધક ટૉમસ આલ્વા એડિસન પણ મોશન પિક્ચર ફોટોગ્રાફીના પાયોનિયર
- ફ્રાંસના લુમિએર બ્રધર્સ – ઓગસ્ટે લુમિએર અને લુઇ લુમિએર – દ્વારા 1895માં એક સાથે ત્રીસ પ્રેક્ષકો સામે પડદા પર રજૂ થઈ વિશ્વની પ્રથમ મુવિ ફિલ્મ ‘ધ એક્ઝિટ ફ્રોમ ધ લુમિએર ફેક્ટરી ઇન લિયોન’
પૂરો લેખ વાંચવા ક્લિક કરશો: સ્ટિલ ફોટોગ્રાફીથી સિનેમેટોગ્રાફીની સફર અને સિનેમા ઉદ્યોગનો આરંભ
*** * * ** * *** ** **
અનામિકા-લેખ: વિલિયમ શેક્સપિયર: વિશ્વપ્રસિદ્ધ નાટ્યકાર અને અંગ્રેજી ભાષાના શ્રેષ્ઠ સાહિત્યસર્જક
- વિલિયમ શેક્સપિયર (1564-1616) ની ગણના અંગ્રેજી સાહિત્યના સૌથી મહાન સર્જકોમાં
- વિશ્વના સર્વશ્રેષ્ઠ નાટ્યકાર તરીકે શેક્સપિયરની નામના
- શેક્સપિયરનો જન્મ ઇંગ્લેન્ડમાં એવન (એવોન) નદી-કિનારે સ્ટ્રેટફોર્ડ-અપોન-એવનમાં 1564માં
- તેમણે રચ્યાં 37 (કે 38?) નાટકો અને 154 સોનેટ્સ
- તેમનાં ત્રણ પ્રકારનાં નાટકો ઐતિહાસિક, કોમેડી-રોમેન્ટિક અને ટ્રેજેડીઝ
- હેમ્લેટ, મેકબેથ, ઓથેલો, જુલિયસ સિઝર, કિંગ લિયર, રોમિયો એન્ડ જુલિયેટ તથા મર્ચન્ટ ઑફ વેનિસ તેમનાં પ્રસિદ્ધ નાટકો
- શેક્સપિયરની નાટક કંપની ‘લોર્ડ ચેમ્બરલેઇન્સ મેન’ તથા ‘ધ કિંગ્સ મેન’નાં મોટા ભાગનાં નાટકો ભજવાયાં લંડનના ‘ગ્લોબ થિયેટર’માં; અસલ થિયેટરની રચનાને ન્યાય આપતું નવું ‘શેક્સપિયર્સ ગ્લોબ’ થિયેટર આજેય લોકપ્રિય, તેમાં આજેય ભજવાય છે શેક્સપિયરનાં નાટકો
પૂરો લેખ વાંચવા ક્લિક કરશો: વિલિયમ શેક્સપિયર વિશ્વપ્રસિદ્ધ નાટ્યકાર અને અંગ્રેજી ભાષાના શ્રેષ્ઠ સાહિત્યસર્જક
*** * * ** * *** ** **
અનામિકા-લેખ: સ્વામી વિવેકાનંદજી, શિકાગો વિશ્વ ધર્મ પરિષદ અને ખેતડીના રાજા અજીતસિંહ
- યોગી રામકૃષ્ણ પરમહંસ (1836-1886) ના પ્રમુખ શિષ્ય સ્વામી વિવેકાનંદ (1863-1902)
- ખેતડી (ખેતરી Khetri) પશ્ચિમ ભારતની અરાવલીની ગિરિમાળામાં રાજપૂતાના (રાજસ્થાન) નું રજવાડું
- ખેતડી નરેશ રાજા અજીતસિંહ બહાદુર (1861-1901) સ્વામી વિવેકાનંદજીના સમર્પિત શિષ્ય
- 1891માં રાજા અજીતસિંહની સ્વામી વિવેકાનંદજી સાથે પ્રથમ મુલાકાત માઉન્ટ આબુમાં
- 1893માં શિકાગો વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લેવા સ્વામીજીની અમેરિકા યાત્રાનો શ્રેય રાજા અજિતસિંહને
- સ્વામીજીનું નામ “સ્વામી વિવેકાનંદ” સૂચવનાર તથા તેમના માથા પર સાફો પહેરવાનું સૂચન કરનાર પણ રાજા અજીત સિંહ
પૂરો લેખ વાંચવા ક્લિક કરશો: સ્વામી વિવેકાનંદજી, શિકાગો વિશ્વ ધર્મ પરિષદ અને ખેતડીના રાજા અજીતસિંહ
*** * * ** * *** ** **
અનામિકા-લેખ: બિગ ડેટા
- કમ્યુનિકેશન, ઇન્ટરનેટ અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રોમાં ક્રાંતિકારી પ્રગતિથી નજીક આવ્યા દુનિયાના દેશો
- વિશ્વમાં વાણિજ્ય-વ્યાપાર-ઉદ્યોગ સહિતના આર્થિક ક્ષેત્રોમાં ગાઢ બન્યા વ્યવહારો
- વિશ્વમાં રોજ જનરેટ થતો વિવિધ પ્રકારનો જંગી ડેટા
- બિગ ડેટામાં પ્રગતિનાં પ્રેરક પરિબળો છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ન્યુરાલ નેટવર્ક, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને વિસ્તરતી ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (આઇઓટી) ટેકનોલોજી
- એઆઇ અને મશીન લર્નિંગ અલ્ગોરિધમથી બિગ ડેટા એનાલિટિક્સ ક્ષેત્રે હરણફાળ
- બિગ ડેટા એનાલિટિક્સનો ઉપયોગ દુનિયાના વ્યવહારોના પ્રત્યેક ક્ષેત્રમાં: ટ્રેડ-કોમર્સ-ઇન્ડસ્ટ્રી જેમકે ઇ-કોમર્સ, ઓન-લાઇન શોપિંગ, ઇંટરનેટ એડવર્ટાઇઝિંગ, એજ્યુકેશન, ફાઇનાન્સ-બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, એસ્ટ્રોનોમી-એસ્ટ્રોફિઝિક્સ જેવાં વિવિધ વિજ્ઞાન ક્ષેત્રે અને સાયન્ટિફિક રિસર્ચ, હેલ્થકેર, સરકારી ગવર્નન્સ વગેરેમાં
પૂરો લેખ વાંચવા ક્લિક કરશો: બિગ ડેટા
*** * * ** * *** ** **
અનામિકા-લેખ: મુંબઈની રોમાંચક ટ્રાઇએન્ગ્યુલર, ક્વૉડ્રેન્ગ્યુલર અને પેન્ટેન્ગ્યુલર ક્રિકેટ મેચો
- ભારતમાં સૌ પ્રથમ ક્રિકેટ ખેલાયું વર્ષ 1721માં બ્રિટીશરો દ્વારા ગુજરાતમાં
- મુંબઈના પારસીઓએ સ્થાપી પ્રથમ ભારતીય ક્રિકેટ ક્લબ ‘ઓરિયેન્ટલ ક્રિકેટ ક્લબ’; પાચાળથી તેનો વિકાસ યંગ ઝોરોએસ્ટ્રિઅન ક્રિકેટ ક્લબ કે પારસી ક્રિકેટ ક્લબ રૂપે
- બ્રિટીશરો- યુરોપિયનો દ્વારા ફોર્ટમાં સ્થપાઈ મુંબઈની પ્રથમ વિદેશી ક્રિકેટ ક્લબ બૉમ્બે જીમખાના
- ભારતને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ સ્ટેટસ માન્ય થતાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચો આરંભાઈ મુંબઈના બોમ્બે જીમખાના પર
- પ્રથમ કક્ષાના ક્રિકેટમાં પોતાની ડેબ્યુ મેચમાં સદી કરનાર પ્રથમ ભારતીય મુકુંદરાવ પાઈ
- બોમ્બે જીમખાના ગ્રાઉન્ડ પર રમાતી લોકપ્રિય અને મશહૂર બનેલ ટ્રાઇએન્ગ્યુલર, ક્વૉડ્રેન્ગ્યુલર, પેન્ટેન્ગ્યુલર ટુર્નામેન્ટ ક્રિકેટ સ્પર્ધાઓ
પૂરો લેખ વાંચવા ક્લિક કરશો: મુંબઈની રોમાંચક ટ્રાઇએન્ગ્યુલર, ક્વૉડ્રેન્ગ્યુલર અને પેન્ટેન્ગ્યુલર ક્રિકેટ મેચો
*** * * ** * *** ** **
અનામિકા: લેખ: ‘અમેરિકા-ઇંગ્લેન્ડની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ જંગી ડોનેશન તથા એન્ડાઉમેન્ટથી માલામાલ’: સંક્ષિપ્ત માહિતી
- હાયર એજ્યુકેશન માટે શૈક્ષણિક સંસ્થાનો પાસે મોટાં ફંડ હોવાં આવશ્યક
- યુએસએ તથા યુકેમાં શ્રેષ્ઠ યુનિવર્સિટીઓને મળતાં મોટી રકમનાં ડોનેશન, ગિફ્ટ તથા એન્ડાઉમેન્ટ (Donation, Gift, Endowment)
- ડોનેશન, ગિફ્ટ તથા એન્ડાઉમેન્ટથી અતિ સમૃદ્ધ અમેરિકા અને ઇંગ્લેન્ડની ટોચની યુનિવર્સિટીઓ
- એન્ડાઉમેન્ટ થકી મોટી આવક ધરાવતી યુનિવર્સિટીઓમાં હાર્વર્ડ, યેલ યુનિવર્સિટી, સ્ટેનફોર્ડ, પ્રિન્સ્ટન આદિ ટોચની અમેરિકન યુનિવર્સિટીઓ; યુનાઇટેડ કિંગ્ડમમાં ઑક્સબ્રિજ તરીકે ઓળખાતી ઓક્સફોર્ડ તથા કેમ્બ્રિજ યુનિવર્સિટી મોખરે
- શ્રેષ્ઠ અમેરિકન – બ્રિટીશ યુનિવર્સિટીઓનાં જંગી બજેટમાં એન્ડાઉમેન્ટ અને ડોનેશનનો ફાળો
- હાર્વર્ડ યુનિવર્સિટી (કેમ્બ્રિજ, મેસેચ્યુસેટ્સ, યુએસએ) પાસે 3600 કરોડ ડોલર એન્ડાઉમેન્ટ, તેનું વાર્ષિક બજેટ 500 કરોડ ડોલરથી વધુ!
પૂરો લેખ વાંચવા ક્લિક કરશો: અમેરિકા-ઇંગ્લેન્ડની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ જંગી ડોનેશન તથા એન્ડાઉમેન્ટથી માલામાલ
*** * * ** * *** ** **
અનામિકા: લેખ: વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ: કેટલીક પ્રસિદ્ધ યુનિવર્સિટીઓની ઝલક
. . . . . પરથી દુનિયાનાં ઉત્તમ શિક્ષણ સંસ્થાનો અંગે તારણો નીકાળી શકાય. આવાં તારણો પરથી દુનિયાની ટોચની, સર્વોત્તમ યુનિવર્સિટીઓની યાદી બનાવી શકાય. વિશ્વની પ્રથમ ક્રમની દસ શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ કઈ? વિશ્વની સર્વશ્રેષ્ઠ દસ યુનિવર્સિટીઓના આ લિસ્ટમાં યુએસએની મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી – એમઆઇટી, હાર્વર્ડ યુનિવર્સિટી, સ્ટેનફોર્ડ (સ્ટેનફર્ડ) યુનિવર્સિટી સાથે યુનાઇટેડ કિંગ્ડમની કેમ્બ્રિજ અને ઓક્સફર્ડ યુનિવર્સિટી ટૉપ પર આવે; સાથે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી (કાલ્ટેક), યુનિવર્સિટી ઓફ શિકાગો, યુનિવર્સિટી કોલેજ લંડન, ઇમ્પીરિયલ કોલેજ લંડન, ઇટીએચ ઝુરિચ (સ્વિસ ફેડરલ ઇંસ્ટીટ્યૂટ ઑફ ટેકનોલોજી- ઝ્યુરિચ) જેવી વિશ્વપ્રસિદ્ધ સંસ્થાઓ પણ આવે.
પૂરો લેખ વાંચવા ક્લિક કરશો: વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ કેટલીક પ્રસિદ્ધ યુનિવર્સિટીઓની ઝલક
*** * * ** * *** ** **
*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **
*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **
*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **