અનામિકાને પત્રો

‘અનામિકા’ પર યાદગાર પત્રો વર્ષ 2007

.

તેર વર્ષથી વધુ સમય વીતી ગયો!

મારા આ બ્લૉગ ‘અનામિકા’નો પ્રારંભ વર્ષ 2006 ના ડિસેમ્બર મહિનામાં થયો હતો. ઇન્ટરનેટ પર ગુજરાતી ભાષામાં પત્રલેખન સ્વરૂપે રજૂ થયેલ આ પ્રથમ બ્લૉગ હતો.

‘અનામિકાને પત્ર’ શીર્ષક હેઠળ  સાહિત્ય, કલા, વિજ્ઞાન, ઇતિહાસ, ફિલોસોફી વગેરે વિષયો પરના ટૂંક લેખો  રસપ્રદ પત્રોરૂપે લખાયા.

સરળ શૈલીમાં લખાયેલા આ પત્રો સંક્ષિપ્તમાં હોવાથી આપ ત્વરાથી વાંચી શકશો.

વાચકોની વિનંતીથી  2006 -2007ના કેટલાક પત્રોની સંક્ષિપ્ત માહિતી અને લિંક નીચે આપ્યાં છે. લિંક્સ પર ક્લિક કરી આપ સંપૂર્ણ લેખો વાંચી શકશો.

***

“અનામિકા” પર વર્ષ 2007 ના કેટલાક પસંદગીના પત્રો

 • માનવસંસ્કૃતિના વિકાસ વિશે ચિંતન
  • વિશ્વવ્યવસ્થાનાં કેટલાંક પરિબળો છે, પરંતુ સાચું પૂછો તો દુનિયાને દોરવે છે થોડા મૂઠી ઊંચેરા માનવી. નોખી ભાત પાડતા અસાધારણ ચરિત્રો. આ વિરલા એક તેજ લિસોટા સમાન જીવન જીવી જાય છે; સમાજમાં તરંગો જગાવી જાય છે; સદીઓને ઝળાંહળાં કરી જાય છે.આ વિરલાઓ વિચારક હોય છે, સર્જક હોય છે, પથ-પ્રદર્શક હોય છે. તેમનાં વિચારો, તેમનાં કાર્યો, તેમની કૃતિઓ ઈતિહાસનાં નવાં પૃષ્ઠો રચે છે. ફલત: સંસ્કૃતિનું આલેખન થતું રહે છે, જતન પણ થતું રહે છે.
   સંપૂર્ણ લેખ વાંચવા ક્લિક કરો
   : અનામિકાને પત્ર 3
 • મહાન રશિયન સાહિત્યકાર લિયો ટોલ્સ્ટોય
  • ટોલ્સ્ટોયની જીવન કહાણી રસપ્રદ છે. ટોલ્સ્ટોયનો જન્મ 1818માં રશિયાના એક અતિ શ્રીમંત ઉમરાવ પરિવારમાં થયો હતો. નવેક વર્ષની ઉંમર સુધીમાં ટોલ્સ્ટોયે માતાપિતાની છત્રછાયા ગુમાવી.
   પિતાનો ધનવૈભવનો ભવ્ય વારસો ટોલ્સ્ટોયના હાથમાં આવ્યો. 42 આલીશાન ખંડોનો ભવ્ય આવાસ; વિશાળ જાગીરદારી, સેંકડો ખેતમજૂરો પર આધિપત્ય. યુવાન ટોલ્સ્ટોય કુસંગે ચડી ગયા. પરંતુ જન્મજાત સંસ્કારને પ્રતાપે તેમના મનમાં ભલા-બૂરા પર મનોમંથન ચાલ્યા કરતું.
   સંપૂર્ણ લેખ વાંચવા ક્લિક કરો
   : અનામિકાને પત્ર 4
 • લિયો ટોલ્સ્ટોયની અમર કૃતિ ‘અન્ના કેરેનિના’
  • ટોલ્સ્ટોય હચમચી જાય છે. ભીની આંખે તેઓ યૌવનાના મૃતદેહને નિહાળ્યા કરે છે. ક્ષત-વિક્ષત દેહમાંથી યે ખૂબસૂરતી છલકાઈ રહી છે. અપ્રતિમ દેહસૌંદર્યનો આવો અંજામ? શું જીવનની કરૂણતા આ રીતે પણ પ્રગટ થઈ શકે? ટોલ્સ્ટોય તે યુવતી વિષે માહિતી એકત્ર કરે છે.
   તે સુંદર યુવતી હતી અન્ના. પરિણીત હતી. યુવાનીની સ્વચ્છંદતાનો અને દુ:ખી દાંપત્યજીવનનો ભોગ બનીને તેણે આત્મહત્યા કરી હતી. ટોલ્સ્ટોયના મનમાં વાર્તા ઘુમરાવા લાગે છે અને સર્જન પામે છે નવલકથા: “અન્ના કેરેનિના”. ચાલો, આપણે “અન્ના કેરેનિના”નાં પૃષ્ઠો ઉથલાવીએ.
   સંપૂર્ણ લેખ વાંચવા ક્લિક કરો
   : અનામિકાને પત્ર 5
 • ફ્રાંસના મહાન વિચારક અને સર્જક રોમાં રોલાં
  • રોમાં રોલાંને મહામાનવ જ કહેવાય! સાચા અર્થમાં માનવપ્રેમી મહાપુરુષ! પ્રથમ વિશ્વયુદ્ધમાં રેડ ક્રોસ સાથે રહી ઘાયલ સૈનિકોની તેમણે સ્વયં સેવા કરી. ફ્રાંસ છોડી સ્વિટ્ઝર્લેંડમાં સ્થાયી થયા. “સિદ્ધાર્થ”ના લેખક હેરમાન હેસ તેમના પાકા ચાહક-મિત્ર.
   રોલાં ટોલ્સ્ટોય, ગાંધીજી અને અન્ય ઘણા મહાનુભાવોના સંપર્કમાં રહ્યા. ગાંધીજી તો બીજી ગોળમેજી પરિષદ(1931)માંથી પાછા ફરતાં ચારેક દિવસ રોલાંના મહેમાન બનીને તેમની સાથે રહ્યા હતા. આલ્પ્સની બર્ફીલી પહાડીઓ વચ્ચે, રમણીય સરોવરને તીરે, પ્રકૃતિની ગોદમાં વિલ્યનોવ(વિલ્નોવ) ગામે આ બે વિશ્વવિભૂતિઓનો સત્સંગ કેવો અનોખો હશે!
   સંપૂર્ણ લેખ વાંચવા ક્લિક કરો
   : અનામિકાને પત્ર 8
 • હેરમાન હેસની જર્મન નવલકથા સિદ્ધાર્થ
  • બંને મિત્રો ગૃહત્યાગ કરી જીવનનાં રહસ્યોને પામવા નીકળી પડે છે.
   ગોવિંદો બૌદ્ધ ભિક્ષુસંઘના સત્સંગથી ભગવાન બુદ્ધ ના માર્ગથી પ્રભાવિત થાય છે. તે બૌદ્ધ ધર્મની દીક્ષા લઈ ભિક્ષુ બની જાય છે. બંને મિત્રોના રસ્તા ફંટાઈ જાય છે.
   એકલો પડેલો સિદ્ધાર્થ પોતાની ખોજમાં આગળ વધે છે. સિદ્ધાર્થને સૌંદર્યવાન વારાંગના કમલાનો પરિચય થાય છે. સિદ્ધાર્થ કમલા પાસેથી પ્રેમના આનંદની અપેક્ષા રાખે છે. પણ તે રહી વારાંગના! એક અકિંચન યુવાન વારાંગનાને શું આપી શકે? વિચારણાને અંતે સિદ્ધાર્થ પોતાની કવિતાના બદલામાં કમલા પાસેથી એક ચુંબનની યાચના કરે છે.
   સંપૂર્ણ લેખ વાંચવા ક્લિક કરો
   : અનામિકાને પત્ર 12
 • મહાન વૈજ્ઞાનિક માઇકલ ફેરેડે
  • એક દિવસ દુકાને એક ગ્રાહક માઈકલને ઉદાર ભાવે લંડન (ઈંગ્લેંડ) ના સુપ્રસિદ્ધ રોયલ ઈન્સ્ટીટ્યુશનના ચાર પ્રવચનોની શ્રેણીની  ટિકિટો આપી ગયો. “કોઈ મોટા વૈજ્ઞાનિક”ના પ્રવચનો છે તેવી માઈકલને જાણ. પહેલા જ પ્રવચનથી માઈકલને ભારે રસ પડ્યો. શ્રેણીને અંતે માઈકલે તે વૈજ્ઞાનિકને એક મનનીય પત્ર લખ્યો.
   પત્ર લખવાની નાનકડી ઘટનાએ એક ઈતિહાસ સર્જી દીધો!
   તે હતું 1812નું વર્ષ. ડિસેમ્બર મહિનો. ક્રિસમસ સંધ્યા પર માઈકલને એક પત્ર મળ્યો. રોયલ ઈન્સ્ટીટ્યુશનના વિશ્વપ્રસિદ્ધ વૈજ્ઞાનિક સર હંફ્રી ડેવી એ માઈકલને આમંત્રણ આપ્યું હતું! જોતજોતામાં નરી મુફલિસીનો શિકાર માઈકલ ફેરેડે મહિને 100 શિલિંગના ઈજ્જતદાર પગારથી સર હંફ્રી ડેવીના મદદનીશ વૈજ્ઞાનિક તરીકે જોડાઈ ગયો.
   સંપૂર્ણ લેખ વાંચવા ક્લિક કરો
   : અનામિકાને પત્ર 20
 • ફિલ્મ ઇતિહાસની એક શ્રેષ્ઠ ફિલ્મ “મુઘલ-એ-આઝમ”
  • ઉત્તરપ્રદેશમાં જન્મેલ કે. આસિફ નાની ઉંમરે નસીબ અજમાવવા મુંબઈ આવી પહોંચ્યા. મુંબઈમાં તેમણે દરજીકામ કરવા દાદરમાં ટેઈલર-શોપ ખોલી.
   વાત છે 1940ની આસપાસની.
   ત્યારે હિન્દી સિનેમાના મશહૂર ફિલ્મ સંગીતકાર નૌશાદ અલી સાહેબના સંઘર્ષના દિવસો હતા. એકવીસેક વર્ષના યુવાન નૌશાદ સાહેબ ત્યારે દાદરના બ્રોડવે સિનેમાની સામે એક નાનકડી ખોલીમાં રહેતા. આ જ અરસામાં પાછળથી પ્રસિદ્ધિ પામનાર અભિનેતા પ્રેમ અદીબ તથા તેનો ખલનાયક મિત્ર જીવન તે સમયે હજી ફિલ્મ લાઈનમાં પગદંડો જમાવવા મહેનત કરી રહ્યા હતા. બંને મિત્રો દાદરમાં એક હોટેલ ચલાવતા.
   સંપૂર્ણ લેખ વાંચવા ક્લિક કરો
   : અનામિકાને પત્ર 21
 • વિશ્વવિખ્યાત ફોટોગ્રાફર નિક ઉત
  • મને મારા કોલેજકાળમાં જોયેલી નિક ઉતની કાળજું કંપાવી દે તેવી તે તસ્વીર હજી યાદ છે. સંખ્યાબંધ સામયિકોમાં છપાયેલા નવ વર્ષની તદ્દન નગ્ન બાળાના તે ફોટોગ્રાફે દુનિયામાં અરેરાટી ફેલાવેલી; અમેરિકાની વિયેટનામ નીતિ સામે પ્રચંડ વિરોધ જન્માવેલો અને અંતે અમેરિકન સરકારને વિયેટનામ યુદ્ધની સમાપ્તિ વિશે ત્વરિત પગલાં લેવાં પડેલાં.
   પુલિત્ઝર પ્રાઈઝ વિજેતા ફોટોગ્રાફર નિક ઉત વિયેટનામનો વતની.સંપૂર્ણ લેખ વાંચવા ક્લિક કરો: અનામિકાને પત્ર 28
 • ન્યુઝીલેન્ડનાં પ્રસિદ્ધ લેખિકા કેથેરાઇન મેન્સફિલ્ડ
  • દુ:ખદ વાત એ કે લગ્ન પછી યે તેમના જીવનમાં કડવાશ અને વેદના તો રહ્યાં જ. 1917માં કેથેરાઇનને ટ્યુબરક્યુલોસિસ (ટી.બી.) થયો તેમણે ફ્રાન્સમાં નિવાસ કર્યો. છ વર્ષ સુધી ટી.બી.ના અસાધ્ય રોગ સામે કેથેરાઇન જંગ ખેલતાં રહ્યાં.
   આખરી દિવસોમાં કેથેરાઇન ગુર્જિયેફ (ગુર્જિફ અથવા ગુર્જેફ) ના શરણમાં પેરિસના નવસ્થાપિત ઇન્સ્ટીટ્યુટ પહોંચ્યાં.
   ફ્રાંસના પેરિસ નજીક ફોન્ટેન્બ્લુ-એવન (ફોન્ટેન્બ્લો-એવન, પેરિસ) ખાતે ગુર્જિયેફ (ગુર્જિફ અથવા ગુર્જેફ) દ્વારા “ઈંસ્ટીટ્યુટ ફોર ધ હાર્મોનિયસ ડેવલપમેંટ ઓફ મેન” ની સ્થાપના કરવામાં આવી હતી. પરંતુ જીવનસત્વ ગુમાવી બેઠેલ કેથેરાઇન માટે કોઈ ઉપચાર કારગત ન હતો.
   સંપૂર્ણ લેખ વાંચવા ક્લિક કરો
   : અનામિકાને પત્ર 31

*** * * ** * *** ***

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

*** * * ** * *** ***

વાચક મિત્રો! આ તો હતા થોડા પસંદ કરેલા પત્રો.

વિવિધ વિષયો પર લખેલા આવા પત્રોનો ખજાનો આપ ‘અનામિકા’ બ્લૉગ પર જઈને વાંચી શકશો.

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

** આપ આ લેખ લોકપ્રિય ગુજરાતી બ્લૉગ ‘અનામિકા’ પર વાંચી રહ્યા છો © હરીશ દવે **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

*** * * ** * *** ** ** *** *** ** *** **** * * *** ** **

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s