અંગ્રેજી ફિલ્મ · ફિલ્મ સિનેમા · વિષય: કલાક્ષેત્રો

હોલિવુડની મુખ્ય ફિલ્મ કંપનીઓ, પ્રસિદ્ધ સ્ટુડિયોઝ અને ઓસ્કાર એવોર્ડ્ઝ

આપ માની શકશો કે અમેરિકામાં ફિલ્મ ઉદ્યોગનો આરંભ હોલિવુડ (હૉલિવુડ) માં નહીં, પણ ન્યૂ જર્સીમાં થયો હતો!! જી હા, ન્યૂ જર્સીમાં હડસન નદીના કાંઠે ફોર્ટ લિ ખાતે શરૂઆતની સાયલેન્ટ ફિલ્મો શુટ થઈ.

અમેરિકાના મહાન શોધક ટોમસ આલ્વા એડિસનની મોશન પિક્ચર પરની શોધખોળ માટેનો સ્ટુડિયો ‘બ્લેક મારિયા’ ન્યૂ જર્સીમાં વેસ્ટ ઓરેન્જ ખાતે હતો. એડિસનના કાઇનેટોગ્રાફ – કાઇનેટોસ્કોપ પર સુધારા વધારા તથા ટૂંકી મૂગી ફિલ્મોના પ્રયોગો બ્લેક મારિયા સ્ટુડિયોમાં થયા હતા.

અમેરિકામાં ફિલ્મોનું નિર્માણ ન્યૂ જર્સીમાં શરૂ થયું હતું તે હકીકત અણજાણી રહી છે! હોલિવુડમાં ફિલ્મ નિર્માણ 1910 પછી શરૂ થયું.

હોલિવુડમાં વિશ્વના સૌથી મોટા સ્ટુડિયો સ્થપાતાં તે અમેરિકામાં ફિલ્મ નિર્માણનું કેંદ્ર બન્યું.

યુનિવર્સલ સ્ટુડિયો, વોર્નર બ્રધર્સ, વોલ્ટ ડિઝની સ્ટુડિયો સહિત અન્ય ઘણા સ્ટુડિયોએ સિનેમા જગતની શ્રેષ્ઠ ફિલ્મો બનાવી છે. સંખ્યાબંધ ફિલ્મોએ એકેડમી એવોર્ડ્ઝ – ઓસ્કાર –  જીતી વિક્રમ રચ્યા છે. આ વાતો જાણવામાં આપને પણ રસ છે ને?

હોલિવુડના ઐતિહાસિક સ્ટુડિયોઝ, તેમાં નિર્મિત યાદગાર શ્રેષ્ઠ ફિલ્મો તેમજ ફિલ્મ જગતમાં ઓસ્કાર એવોર્ડ તરીકે ઓળખાતા એકેડેમિ એવોર્ડ્ઝના ઇતિહાસની રસપ્રદ વાતો ‘અનામિકા’ ના આજના લેખમાં જાણીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

અંગ્રેજી ફિલ્મ · અનામિકાને પત્રો · ખંડ: યુરોપ · વિષય: કલાક્ષેત્રો · વિષય: પરિચય

અનામિકાને પત્ર: 1810

પ્રિય અનામિકા,

બીબીસીની ‘બ્લ્યુ પ્લેનેટ’ અંગે તમારા ગ્રુપની વિડીયો ક્લિપ મને ખૂબ જ ગમી. તમારું ગ્રુપ મરીન પોલ્યુશન પર જાગૃતિ જગાવી રહ્યું છે તે પ્રશંસાપાત્ર છે.

કદાચ બે ત્રણ મહિના પહેલાં તેં એક પત્રમાં ‘વોગ’ મેગેઝિનના લેખનો ઉલ્લેખ કરેલ જેમાં યુકેની મોસ્ટ ઇન્ફ્લ્યુએન્શિયલ વિમેનની યાદી હતી. તેમાં ખ્યાતનામ કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે બાયોટેકનોલોજીમાં સંશોધન કરતાં ભારતીય મહિલા વૈજ્ઞાનિક પ્રિયંકા જોશીનું નામ મને ચમકાવી ગયું હતું. યુવાન ભારતીય બાયો ટેકનોલોજીસ્ટ પ્રિયંકા જોશી કેમ્બ્રિજમાં પ્રોટીન અને અલ્ઝાઇમર ડિસીઝને લગતી રીસર્ચના કારણે પ્રસિદ્ધિ પામ્યં છે. તેમનું નામ મેગાન માર્કલ (ડચેસ ઓફ સસેક્સ), ‘હેરી પોટર’ ફેઇમ જેકે રાઉલિંગ અને ‘બ્લ્યુ પ્લેનેટ ભાગ 2’ ફેઇમ  ઓર્લા ડોહર્ટી સાથે વાંચીને મને પ્રિયંકા જોશી માટે વિશેષ માન થયું હતું.

‘બ્લ્યુ પ્લેનેટ’ની ક્લિપ જોતાં ઓર્લા ડોહર્ટી સાથે ઘણાં બધાં નામ સામે આવે છે.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

અંગ્રેજી ફિલ્મ · અનામિકાને પત્રો · ખંડ: ઉત્તર અમેરિકા · ફિલ્મ સિનેમા · વિષય: કલાક્ષેત્રો · વિષય: જીવનકથા · વિષય: પરિચય · હોલિવુડ સિનેમા

અનામિકાને પત્ર: 1202

. . પ્રિય અનામિકા, ચાર્લિ ચેપ્લિનની વાત આગળ ચલાવું છું. ગયા પત્રમાં તને જણાવ્યું તેમ ટ્રેમ્પની વેશભૂષા અને વિદૂષકવેડા દર્શકોને એવાં ગમ્યાં કે અમેરિકન પ્રજા ચાર્લિ ચેપ્લિન પાછળ ગાંડી બની !  જેમ જેમ ચેપ્લિનની લોક્પ્રિયતા વધતી ગઇ તેમ તેમ અમેરિકાની ફિલ્મ પ્રોડક્ષન કંપનીઓ પણ તેમની પાછળ દોડતી થઇ. સ્ટેજ કલાકાર ચેપ્લિનનો અઠવાડિક પગાર 50 ડોલર… Continue reading અનામિકાને પત્ર: 1202

અંગ્રેજી ફિલ્મ · અનામિકાને પત્રો · ખંડ: ઉત્તર અમેરિકા · ફિલ્મ સિનેમા · વિષય: જીવનકથા · વિષય: પરિચય · હોલિવુડ સિનેમા

અનામિકાને પત્ર: 1201

. . પ્રિય અનામિકા, તારી બાળપણની જિજ્ઞાસાવૃત્તિ વર્ષો પછી પણ ખીલતી રહી છે! આઇએમડીબીની વેબસાઇટ પર ચાર્લિ ચેપ્લિનની  તસ્વીર નજરે પડી અને તમને યુવાન મિત્રોને પ્રશ્નો ઊઠ્યા. વાહ! હોલિવુડના સિનેમાજગતના પ્રસિદ્ધ ફિલ્મ-નિર્માતા-દિગ્દર્શક-અભિનેતા કોમેડિયન ચાર્લિ ચેપ્લિનની વાત કરવી કોને ન ગમે ! વર્ષો વીતી ગયાં, પણ મને યાદ છે, અનામિકા, તારા હાઇસ્કૂલના દિવસો. ક્યારેક દ્વિતીય વિશ્વયુદ્ધના… Continue reading અનામિકાને પત્ર: 1201

અંગ્રેજી ફિલ્મ · અનામિકાને પત્રો · ખંડ: ઉત્તર અમેરિકા · ખંડ: યુરોપ · ફિલ્મ સિનેમા · વિષય: કલાક્ષેત્રો · સંગીત/ચિત્ર/લલિતકલા · હોલિવુડ સિનેમા

અનામિકાને પત્ર: 29

. પ્રિય અનામિકા, તમારી સંગીત સભામાં ફિલ્મ સંગીતની ચર્ચા થઈ તે મારી દ્રષ્ટિએ આવકાર્ય ગણાય. તમે ડિસેમ્બર મહિનામાં ચર્ચાસભામાં ફિલ્મક્ષેત્રની ચર્ચા કરવાના છો. કાશ! હું પણ ત્યાં તમારી સાથે હોત! મને તો મન થાય છે કે હું પણ અમેરિકા આવી જાઉં અને તમારી બૌદ્ધિક ચર્ચાઓમાં શામિલ થાઉં ! પણ … અમેરિકા કાંઈ રેઢું પડ્યું છે?… Continue reading અનામિકાને પત્ર: 29