અંગ્રેજી સાહિત્ય · ખંડ: યુરોપ · વિષય: ઈતિહાસ · વિષય: જીવનકથા · વિષય: પરિચય · વિષય: સાહિત્ય

વિલિયમ શેક્સપિયર: વિશ્વપ્રસિદ્ધ નાટ્યકાર અને અંગ્રેજી ભાષાના શ્રેષ્ઠ સાહિત્યસર્જક

વિલિયમ શેક્સપિયર અંગ્રેજી સાહિત્યના સૌથી મહાન સર્જક અને વિશ્વના સર્વશ્રેષ્ઠ નાટ્યકાર તરીકેનું સન્માન પામે છે.

સોળમી સદીમાં ઇંગ્લેન્ડમાં જન્મેલા શેક્સપિયર આજે પણ સૌથી લોકપ્રિય સાહિત્યકાર છે. ચાર ચાર સદીઓ પછી પણ શેક્સપિયરને અંગ્રેજી ભાષાના સર્વોત્તમ સહિત્યસર્જકોની યાદીમાં મોખરે મૂકવામાં આવે છે. હેમ્લેટ, મેકબેથ અને ઓથેલો જેવાં તેમનાં નાટકો આજે પણ દુનિયાભરના રંગમંચ પર ભજવાઈ રહ્યાં છે, તે વાત શેક્સપિયર સૌથી મહાન નાટ્યકાર હોવાનું જીવંત પ્રમાણ છે. સિદ્ધહસ્ત કવિ તરીકે અનેક ભાવભર્યા સોનેટનું સર્જન કરનાર વિલિયમ શેક્સપિયરને કેટલાક વિદ્વાનો ઇંગ્લેન્ડના ‘રાષ્ટ્રીય કવિ’ માને છે.

શેક્સપિયરની યુવાની એલિઝાબેથન એરામાં વીતી. પંદરમી-સોળમી સદીમાં ઇંગ્લેન્ડમાં સત્તા માટેના શાહી  કાવાદાવાઓ વરવા બન્યા. છેવટે 1558માં ઇંગ્લેન્ડની રાજગાદી ક્વિન એલિઝાબેથ પ્રથમને મળી. રાણી એલિઝાબેથ પ્રથમનો શાસનકાળ ‘એલિઝાબેથન યુગ’ તરીકે ઇંગ્લેન્ડના સુવર્ણકાળ સમો નીવડ્યો. બસ, આ યુગમાં 1564માં લંડન પાસે સ્ટ્રેટફોર્ડ-અપોન- એવન ટાઉનમાં વિલિયમ શેક્સપિયરનો જન્મ.

સાડા ચારસો વર્ષ પહેલાંનાં અંગ્રેજી ભાષાના શિરમોર સમા સર્જકનો જીવનવૃત્તાંત પૂર્ણ રીતે ક્યાંય મળતો નથી!! ઉત્તમ ટ્રેજેડી નાટકો લખનાર શેક્સપિયરના જીવનનાં ઘણાં પાસાંથી આજે પણ આપણે અજાણ છીએ. તેમની અંગત જિંદગી તેમજ સર્જનો વિશે બે સદીથી વિવાદો ચાલ્યા કરે છે, તે એક કરુણતા જ ને!

‘અનામિકા’ના આજના લેખમાં અંગ્રેજી સાહિત્યના બેતાજ બાદશાહ વિલિયમ શેક્સપિયરનો પરિચય મેળવીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

અંગ્રેજી સાહિત્ય · અનામિકાને પત્રો · ખંડ: યુરોપ · વિષય: ઈતિહાસ · વિષય: સાહિત્ય

અનામિકાને પત્ર: 1608

. પ્રિય અનામિકા, તમારા મિત્રવર્તુળમાં ઇંગ્લિશ લિટરેચર પર બૌદ્ધિક ચર્ચા ચાલે છે તે સારી વાત છે, પરંતુ તમે તેને ઇંગ્લેન્ડના ઇતિહાસના સંદર્ભમાં સમજો તો ચર્ચા વિશેષ રસપ્રદ બનશે તેમ મને લાગે છે. સભ્યતા અને સંસ્કૃતિના વિકાસને સમજવા સર્જન ક્ષેત્રોના વિકાસને સમજવો આવશ્યક છે. આ કામ તમે લાયબ્રેરીની મુલાકાત લીધા પછી વધારે સારી રીતે કરી શકો.… Continue reading અનામિકાને પત્ર: 1608

અંગ્રેજી સાહિત્ય · અનામિકાને પત્રો · ખંડ: યુરોપ · વિષય: જીવનકથા · વિષય: સાહિત્ય

અનામિકાને પત્ર: 31

. પ્રિય અનામિકા,   ગુર્જિયેફ (ગુર્જિફ અથવા ગુર્જેફ) વિષેનો મારો પત્ર ફળદાયી નીવડ્યો! ખુશી થઈ. ગુર્જિયેફનો સંબંધ કેથેરાઇન મેન્સફિલ્ડ સુધી જોડનાર તે ફ્રેંચ મિત્રને મારાં અભિનંદન કહેજે. કેથેરાઇન મેન્સફિલ્ડ મેં વાંચેલ કદાચ એક માત્ર ન્યૂઝીલેંડનાં લેખિકા છે. કેથેરાઇન મેન્સફિલ્ડની ટૂંકી વાર્તાઓ- શોર્ટ સ્ટોરીઝ ભલે સંવેદનાસભર ગણાય, પણ મને તેમની ડાયરી – જર્નલ વધારે સ્પર્શી ગઈ… Continue reading અનામિકાને પત્ર: 31