અધ્યામ-ફિલોસોફી · વિષય: ચિંતન/ફિલોસોફી

સમાજ અને સભ્યતા પ્રત્યે આપણી જવાબદારી

મારા ‘અનામિકાને પત્ર’ બ્લૉગ પર મેં ડિસેમ્બર 20, 2006ના રોજના પત્રમાં  માનવસભ્યતા વિશે વાત કરી હતી. આજે તે પર વિશેષ છણાવટ કરી રહ્યો છું. © હરીશ દવે 6th July, 2020 . આપના પ્રતિભાવ આવકાર્ય છે. **** * ** * * * * ** *** *** *   ** * ** * * **** * ** *… Continue reading સમાજ અને સભ્યતા પ્રત્યે આપણી જવાબદારી

અધ્યામ-ફિલોસોફી · વિષય: ચિંતન/ફિલોસોફી · વિષય: પરિચય

સ્વામી વિવેકાનંદજી, શિકાગો વિશ્વ ધર્મ પરિષદ અને ખેતડીના રાજા અજીતસિંહ

આવતી કાલે 11 સપ્ટેમ્બર છે.

126 વર્ષ પહેલાં, 1893ના સપ્ટેમ્બરની 11મી તારીખે સ્વામી વિવેકાનંદજીએ અમેરિકાના શિકાગોમાં યોજાયેલ વિશ્વ ધર્મ સંસદ (વર્લ્ડ’સ પાર્લમેન્ટ ઑફ રિલિજન્સ) માં હિંદુ ધર્મ અને ભારતની ફિલોસોફી પર ચોટદાર પ્રવચન આપ્યું હતું.

1893માં શિકાગોની વિશ્વ ધર્મ પરિષદ માટે સ્વામી વિવેકાનંદજીને અમેરિકા જવાની વ્યવસ્થા ખેતડી (ખેતરી) ના રાજા અજીતસિંહ બહાદુરે કરી હતી. અંગ્રેજ હકૂમત તળેના હિંદુસ્તાનના રાજપૂતાના (રાજસ્થાન) માં ખેતડી (ખેતરી) એક દેશી રાજ્ય. પશ્ચિમ ભારતની પર્વતમાળા અરાવલીના ડુંગરોમાં નયનરમ્ય પ્રકૃતિની ગોદમાં વસેલ રજવાડા ખેતડી વિશેનો ‘અનામિકા’ પરનો વિસ્તૃત લેખ આપે વાંચ્યો.

ખેતડીના રાજા અજીતસિંહ બહાદુરે સ્વામી વિવેકાનંદજીને પોતાના ગુરુ બનાવેલા. વર્લ્ડ’સ પાર્લમેન્ટ ઑફ રિલિજીયન્સમાં હાજરી આપવા સ્વામીજીની વિદેશયાત્રાની વ્યવસ્થા રાજા અજીતસિંહે ગોઠવી હતી.

આજે ‘અનામિકા’ના લેખમાં સ્વામીજીની અમેરિકા યાત્રા અને ખેતડીની ત્રણ મુલાકાતો વિશે અવનવી વાતો જાણીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે – હરીશ દવે]

અધ્યામ-ફિલોસોફી · ખંડ: ઉત્તર અમેરિકા · ખંડ: એશિયા · વિષય: ઈતિહાસ · વિષય: ચિંતન/ફિલોસોફી · વિષય: પરિચય

સ્વામી વિવેકાનંદની વિશ્વપ્રસિદ્ધિ પાછળ નિમિત્ત બન્યા ખેતડી નરેશ

સ્વામી વિવેકાનંદજીએ અમેરિકામાં વિશ્વ ધર્મ સંસદમાં વિદ્વત્તાભર્યા પ્રવચન સૌને મંત્રમુગ્ધ કર્યા અને તેમને દુનિયાભરમાં પ્રસિદ્ધિ મળી. સ્વામીજીની વિશ્વપ્રસિદ્ધિ પાછળ રાજસ્થાનના ખેતડી (ખેતરી) સ્ટેટના રાજવી રાજા અજીતસિંહ બહાદુરનો અમૂલ્ય ફાળો હતો. વર્ષ 1893માં અમેરિકાના શિકાગોમાં યોજાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદજીએ હિંદુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું અને જગતભરમાં હિંદુત્વ અને ભારતીય આધ્યાત્મિકતાને ખ્યાતિ અપાવી. વેદાંત અને યોગને પાશ્ચાત્ય વિશ્વમાં પ્રચલિત કર્યાં.

સ્વામી વિવેકાનંદજી સમા સંન્યાસીને રાજપૂતાના (રાજસ્થાન) ના એક યુવાન રાજવી શિષ્યરૂપે અને મિત્રરૂપે મળ્યા તે કહાણી ભાવનાસભર છે.

ઓગણીસમી સદીમાં બ્રિટીશ શાસન નીચેના હિંદુસ્તાનના રાજપૂતાનામાં ખેતડી સ્ટેટ (ખેતરી, રાજસ્થાન) એક સમૃદ્ધ રાજ્ય – રજવાડું – હતું. યોગી રામકૃષ્ણ પરમહંસના સ્વર્ગારોહણ પછી તેમના પ્રીતિપાત્ર શિષ્ય નરેન્દ્રનાથ દત્ત દેશાટન કરતાં 1891માં રાજસ્થાન પહોંચ્યા. ત્યાંના ખેતડી રાજ્યના મહારાજા અજિતસિંહ બહાદુર પ્રતિભાવાન તપસ્વી નરેન્દ્રનાથ (સંન્યાસી નામ વિવિદિશાનંદ) થી ભારે પ્રભાવિત થયા અને તેમના શિષ્ય બન્યા. ટૂંકમાં યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (યુએસએ) ના શિકાગોમાં “વર્લ્ડ’સ પાર્લામેન્ટ ઑફ રિલિજિયન્સ”  (વિશ્વ ધર્મ સંસદ) યોજાઈ રહી હતી. ખેતડી નરેશના સ્નેહભર્યાં સૂચનોને સ્વીકારી નરેન્દ્રનાથે માથા પર સાફો બાંધવાની શરૂઆત કરી અને સ્વામી વિવેકાનંદ તરીકે નવું નામ ધારણ કર્યું. વળી રાજાએ સ્વામીજીને વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપવા તેમજ અમેરિકાની યાત્રા માટે શ્રદ્ધાપૂર્વક મદદ કરી. સ્વામીજીના પશ્ચિમના પ્રવાસે તેમને વિશ્વપ્રસિદ્ધિ અપાવી. વિશ્વ ધર્મ સંસદ (વિશ્વ ધર્મ મહાસભા/ વિશ્વ ધર્મ પરિષદ) માટે સ્વામી વિવેકાનંદજીની અમેરિકા યાત્રામાં નિમિત્ત બનનાર ખેતડીના રાજાની વાતો વિગતે જાણવાનો આનંદ તો નિરાળો છે!

આવો, ‘અનામિકા’ના આજના લેખમાં સ્વામી વિવેકાનંદજી અને ખેતડીના રાજા અજીતસિંહ બહાદુર વચ્ચેના દિવ્ય સંબંધની અનોખી વાતો જાણીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે – હરીશ દવે]

અધ્યામ-ફિલોસોફી · અનામિકાને પત્રો · વિષય: ચિંતન/ફિલોસોફી · વિષય: સાહિત્ય

અનામિકાને પત્ર: 1711

. પ્રિય અનામિકા, તમારા ગ્રુપમાં અધ્યાત્મમાર્ગી સભ્યો સક્રિય થયા છે તે જાણી ખુશી થઈ. તમે અવનવી કૃતિઓની ચર્ચા કરો છો તે સરસ. તારી ઇચ્છા મુજબ, અહીં મેં રચેલી એક મુક્તપંચિકા મોકલું છું. તેનો રસાસ્વાદ કરશો અને મને ચર્ચાનો સાર મોકલશો.  મુક્તપંચિકા ** પાંપણ ખુલ્લી થઈ, ને દોડ્યાં ઈચ્છાઓનાં ટોળાં, આ ઝાંઝવડાંના જીવનરસ્તે. ***** પ્રતિભાવ જરૂર… Continue reading અનામિકાને પત્ર: 1711

અધ્યામ-ફિલોસોફી · વિષય: ચિંતન/ફિલોસોફી · વિષય: પરિચય

અનામિકાને પત્ર: 1612

. પ્રિય અનામિકા, તમારા ગ્રુપના ત્રણ-ચાર સભ્યો યોગના અભ્યાસાર્થે ભારત આવી રહ્યા છે તે ખુશીની વાત છે. યોગ, પ્રાણાયામ, ચક્રો, નાડીશાસ્ત્ર અને કુંડલિની તમારા મનમાં ઘણા પ્રશ્નો ઊભા કરશે. કુંડલિની જાગૃતિ કોઈ બચ્ચાના ખેલ નથી. આ બધા વિષય કોઈ નિષ્ણાતની હાજરીમાં જ સમજવા, ચર્ચવા અને પ્રેક્ટિસમાં ઉતારવા. કોઈ સમર્થ યોગ-ગુરુજીના માર્ગદર્શનમાં જ યોગાભ્યાસ કરવો. ગુરુ વિના… Continue reading અનામિકાને પત્ર: 1612

અધ્યામ-ફિલોસોફી · અનામિકાને પત્રો · વિષય: પરિચય

અનામિકાને પત્ર: 1501

.   પ્રિય અનામિકા, કરવટ બદલતા ઇતિહાસ પર તારા વિચારો મેં વાંચ્યા. વિશ્વના પટ પર દિન-પ્રતિ-દિન નવી નવી રેખાઓ અંકાઈ રહી છે. આટલી ત્વરાથી આવી ઘટનાઓ બનતી રહી હોય તેવું ઇતિહાસમાં બહુ ઓછી વાર બન્યું હશે. અમેરિકા, રશિયા, ચીન, જાપાન કે યુરોપનો કોઈ દેશ હોય; દરેકને ભારત સાથે હાથ મિલાવવા ગમે છે. હેતુ સ્વાર્થ સાધવાનો… Continue reading અનામિકાને પત્ર: 1501