અનામિકાને પત્રો

‘અનામિકા’ પર યાદગાર પત્રો વર્ષ 2007

. તેર વર્ષથી વધુ સમય વીતી ગયો! મારા આ બ્લૉગ ‘અનામિકા’નો પ્રારંભ વર્ષ 2006 ના ડિસેમ્બર મહિનામાં થયો હતો. ઇન્ટરનેટ પર ગુજરાતી ભાષામાં પત્રલેખન સ્વરૂપે રજૂ થયેલ આ પ્રથમ બ્લૉગ હતો. ‘અનામિકાને પત્ર’ શીર્ષક હેઠળ  સાહિત્ય, કલા, વિજ્ઞાન, ઇતિહાસ, ફિલોસોફી વગેરે વિષયો પરના ટૂંક લેખો  રસપ્રદ પત્રોરૂપે લખાયા. સરળ શૈલીમાં લખાયેલા આ પત્રો સંક્ષિપ્તમાં હોવાથી… Continue reading ‘અનામિકા’ પર યાદગાર પત્રો વર્ષ 2007

અનામિકાને પત્રો · પ્રકીર્ણ

‘અનામિકા’ પર 2019નાં સ્મરણો

  નમસ્કાર, વાચકમિત્રો! વીતેલ વર્ષ 2019માં આપે ‘અનામિકા’ પર વિવિધ વિષયો પર કેટલાક યાદગાર લેખો વાંચ્યા. તે પૈકી થોડા માહિતીસભર લેખ પર એક નજર નાખીએ. સંપૂર્ણ લેખ વાંચવા લિંક પર ક્લિક કરશો. *** * * ** * *** ** ** અનામિકા લેખ: સ્ટિલ ફોટોગ્રાફીથી સિનેમેટોગ્રાફીની સફર અને સિનેમા ઉદ્યોગનો આરંભ અમેરિકન ફોટોગ્રાફર એડવર્ડ માયબ્રિજ દ્વારા… Continue reading ‘અનામિકા’ પર 2019નાં સ્મરણો

અનામિકાને પત્રો · વિષય: પરિચય

વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ: કેટલીક પ્રસિદ્ધ યુનિવર્સિટીઓની ઝલક

વિશ્વની પ્રથમ શ્રેણીની યુનિવર્સિટીઓમાં યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની શ્રેષ્ઠતમ કોલેજો તથા યુનિવર્સિટીઓ ઉચ્ચ સ્થાન પામે છે.

દુનિયાની શ્રેષ્ઠ શિક્ષણસંસ્થાઓનાં નામ લેવાય તો યુએસએની હાર્વર્ડ, એમઆઇટી અને સ્ટેનફર્ડ સાથે યુકેની ઑક્સફર્ડ અને કેમ્બ્રિજ આદિ યુનિવર્સિટીઓ પ્રથમ હરોળમાં આવે. આમ છતાં શિક્ષણ ક્ષેત્રે અમેરિકન એજ્યુકેશનલ ઇન્સ્ટીટ્યુટ્સની વિશેષ મહત્તા છે. ઇંગ્લેન્ડની પ્રાચીન યુનિવર્સિટીઓ ઑક્સફર્ડ અને કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય છે. સંયુક્ત રીતે ઑક્સબ્રિજના નામે ઓળખાતી આ બે બ્રિટીશ યુનિવર્સિટીઓ અમેરિકાની  હાર્વર્ડ – એમઆઇટી – સ્ટેનફર્ડની પ્રતિષ્ઠા સાથે સ્પર્ધા કરી શકે છે.

અહીં પ્રશ્ન ઊભો થાય કે એજ્યુકેશનના ફિલ્ડમાં શ્રેષ્ઠ યુનિવર્સિટી કે કોલેજ કયા આધારે ગણવી? આવી શિક્ષણસંસ્થાઓને ક્રમાંક કેવી રીતે આપવા? શિક્ષણ ક્ષેત્રે સંસ્થાની ગુણવત્તા આંકવાના માપદંડ કયા? અહીં એકમત ન હોવાથી દેશની કે વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓની યાદીઓ ભિન્ન ભિન્ન સ્રોતોમાં અલગ અલગ જોવા મળે છે, વળી તે યાદીઓ સતત બદલાતી પણ રહે છે. .

‘અનામિકા’ના આજના લેખમાં દુનિયાભરની શ્રેષ્ઠ કોલેજ-યુનિવર્સિટીઓ-શિક્ષણસંસ્થાઓ પર નજર નાખીએ  અને વિશ્વની પ્રથમ ક્રમની કેટલીક યુનિવર્સિટીઓ વિશે પાયાની જાણકારી મેળવીએ.

 [આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

અનામિકાને પત્રો

અનામિકાને પત્ર: 1812

પ્રિય અનામિકા, પરિવર્તન આ સૃષ્ટિની ઓળખ છે. ભવિષ્યને જાણી લેવું સરળ નથી, તો વર્તમાનના પ્રવાહો સમજવા બહુ મુશ્કેલ પણ નથી. સમયના વહેણને પારખીને યોગ્ય માર્ગ પર ચાલવામાં જીવન વિકાસ પામે છે. સંયોગોને માન આપી ઉચિત પરિવર્તનો સ્વીકારવાથી ધ્યેયલક્ષી યાત્રા આગળ ધપતી રહે છે. તારી પરિસ્થિતિ સમજી શકાય તેવી છે. પલટાતા સંજોગોમાં પત્રવ્યવહારને ન્યાય આપવો શક્ય… Continue reading અનામિકાને પત્ર: 1812

અનામિકાને પત્રો · વિષય: સાહિત્ય

અનામિકાને પત્ર: 1811

પ્રિય અનામિકા, આજે બીજી કોઈ વાત નથી કરવી. મુક્તપંચિકા શું છે તે તું જાણે છે. તને મુક્તપંચિકાઓમાં રસ પણ પડ્યો છે. આજે બે પ્રેરણાદાયી મુક્તપંચિકાઓ અહીં લખું છું. પ્રથમ મુક્તપંચિકામાં અજબની ખુમારી છે! ચાલો, વાંચીએ: * સમંદરને મુઠ્ઠીમાં બાંધું હું એવો – પલભર બનાવું ઝીણું અમથું બિંદુ! * * * અને આ મુક્તપંચિકા પણ તને જરૂર… Continue reading અનામિકાને પત્ર: 1811

અંગ્રેજી ફિલ્મ · અનામિકાને પત્રો · ખંડ: યુરોપ · વિષય: કલાક્ષેત્રો · વિષય: પરિચય

અનામિકાને પત્ર: 1810

પ્રિય અનામિકા,

બીબીસીની ‘બ્લ્યુ પ્લેનેટ’ અંગે તમારા ગ્રુપની વિડીયો ક્લિપ મને ખૂબ જ ગમી. તમારું ગ્રુપ મરીન પોલ્યુશન પર જાગૃતિ જગાવી રહ્યું છે તે પ્રશંસાપાત્ર છે.

કદાચ બે ત્રણ મહિના પહેલાં તેં એક પત્રમાં ‘વોગ’ મેગેઝિનના લેખનો ઉલ્લેખ કરેલ જેમાં યુકેની મોસ્ટ ઇન્ફ્લ્યુએન્શિયલ વિમેનની યાદી હતી. તેમાં ખ્યાતનામ કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે બાયોટેકનોલોજીમાં સંશોધન કરતાં ભારતીય મહિલા વૈજ્ઞાનિક પ્રિયંકા જોશીનું નામ મને ચમકાવી ગયું હતું. યુવાન ભારતીય બાયો ટેકનોલોજીસ્ટ પ્રિયંકા જોશી કેમ્બ્રિજમાં પ્રોટીન અને અલ્ઝાઇમર ડિસીઝને લગતી રીસર્ચના કારણે પ્રસિદ્ધિ પામ્યં છે. તેમનું નામ મેગાન માર્કલ (ડચેસ ઓફ સસેક્સ), ‘હેરી પોટર’ ફેઇમ જેકે રાઉલિંગ અને ‘બ્લ્યુ પ્લેનેટ ભાગ 2’ ફેઇમ  ઓર્લા ડોહર્ટી સાથે વાંચીને મને પ્રિયંકા જોશી માટે વિશેષ માન થયું હતું.

‘બ્લ્યુ પ્લેનેટ’ની ક્લિપ જોતાં ઓર્લા ડોહર્ટી સાથે ઘણાં બધાં નામ સામે આવે છે.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

અનામિકાને પત્રો · ખંડ: ઉત્તર અમેરિકા · ખંડ: એશિયા · વિષય: ઈતિહાસ · વિષય: પરિચય · વિષય: વિજ્ઞાન

અનામિકાને પત્ર: 1809

પ્રિય અનામિકા,

જે રાષ્ટ્ર પોતાની રાષ્ટ્રીય વિરાસતની મહત્તા કે ગરિમાને સમજી શકતો નથી, તે રાષ્ટ્ર કાળની થપેડોને ઝીલી શકતો નથી. જે જાતિ પોતાના વારસાનું સંવર્ધન કરી શકે છે, તે વિશ્વમાં પોતાની અસ્મિતા ઉજાગર કરે છે.

અમેરિકાના સાંસ્કૃતિક ઇતિહાસમાં વર્ષ 1906 નું આગવું મહત્ત્વ છે. 1906માં અમેરિકાના 26મા પ્રમુખ થિયોડોર રુઝવેલ્ટના હસ્તાક્ષર થતાં ‘એન્ટિક્વિટિઝ એક્ટ’ પસાર થયો; પરિણામે ઐતિહાસિક અને પ્રાગ-ઐતિહાસિક સ્થાનો તેમજ ઐતિહાસિક સ્મારકોને નેશનલ મોન્યુમેન્ટ્સ ઘોષિત કરવાનો માર્ગ ખુલ્લો થયો. પ્રેસિડેન્ટ થિયોડોર રુઝવેલ્ટ (ટેડી રૂઝવેલ્ટ) દ્વારા 24 સપ્ટેમ્બર, 1906ના દિને વાયોમિંગ રાજ્યના ડેવિલ્સ ટાવરને અમેરિકાનો સૌ પ્રથમ નેશનલ મોન્યુમેન્ટ જાહેર કરવામાં આવ્યો. તાજેતરમાં પ્રેસિડેંટ બરાક ઓબામાના શાસનકાળમાં 34 સ્થળ નેશનલ મોન્યુમેંટ જાહેર થયા અથવા તેમને યથાયોગ્ય વિકસાવવામાં આવ્યા.

આજે યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં 125 થી વધુ સ્થાનો નેશનલ મોન્યુમેન્ટ ગણાય છે. તેમાં વાયોમિંગ સ્ટેટમાં સ્થિત ડેવિલ્સ ટાવર ઉપરાંત કેલિફોર્નિયા સ્ટેટના ડેવિલ્સ પોસ્ટપાઇલ સમાવિષ્ટ છે. એરિઝોના સ્ટેટ સૌથી વધુ રાષ્ટ્રીય સ્મારકો ધરાવતું અમેરિકન રાજ્ય છે. પ્રશ્ન થાય, અનામિકા, કે અમેરિકાના સૌથી વધારે મુલાકાતીઓ ધરાવતા લોકપ્રિય નેશનલ મોન્યુમેન્ટ કયા? અમેરિકામાં મોસ્ટ વિઝિટર્સ ધરાવતા પોપ્યુલર નેશનલ મોન્યુમેંટ્સમાં ન્યૂ યૉર્ક શહેરના હાર્બરમાં લિબર્ટી આઇલેન્ડ પર સ્ટેચ્યુ ઑફ લિબર્ટી તથા વોશિંગ્ટન ડીસીના લિંકન મેમોરિયલ અને વોશિંગ્ટન મોન્યુમેંટનો સમાવેશ થાય છે.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

અનામિકાને પત્રો · ખંડ: એશિયા · વિષય: ઈતિહાસ · વિષય: કલાક્ષેત્રો · વિષય: જીવનકથા · વિષય: પરિચય

અનામિકાને પત્ર: 1808

. પ્રિય અનામિકા, હીરાલાલ સેન વિશે માહિતી આપવાની તારી વિનંતી મને દુ:ખદ આશ્ચર્ય આપે છે. દુ:ખ એટલા માટે કે હીરાલાલ સેન ભારતીય ફિલ્મ ઉદ્યોગના ઇતિહાસના એક કરુણ, ઉપેક્ષિત પાત્ર છે. આશ્ચર્ય એટલા માટે કે હીરાલાલ સેન જેવા ફિલ્મ-સર્જકના નામ અને કામને બંગાળ સિવાય બહાર ચર્ચે છે કોણ? આમેય, ઇતિહાસને હંમેશા વિવાદો અને અન્યાયો સાથે જ… Continue reading અનામિકાને પત્ર: 1808

અનામિકાને પત્રો · ખંડ: એશિયા · વિષય: પરિચય · વિષય: વિજ્ઞાન · વિષય: સમાચાર

અનામિકાને પત્ર: 1807

  પ્રિય અનામિકા, તમારા વિજ્ઞાનપ્રેમી મિત્રો ભારતમાં ઊટીની મુલાકાતે આવે છે અને સાથે વિશ્વવિખ્યાત કોસ્મિક રીસર્ચ લેબોરેટરીની મુલાકાત પણ લેવાના છે તે જાણી મને ખુશી થાય છે. એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોફિઝિક્સ ક્ષેત્રોમાં ભારતના વૈજ્ઞાનિકોનું યોગદાન વધી રહ્યું છે, તે સર્વવિદિત છે. ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફંડામેન્ટલ રીસર્ચ (ટીઆઇએફઆર, મુંબઈ) દ્વારા સંચાલિત ઊટીની કોસ્મિક રીસર્ચ લેબોરેટરી (સીઆરએલ) તેનાં… Continue reading અનામિકાને પત્ર: 1807

અનામિકાને પત્રો · વિષય: ઈતિહાસ · વિષય: ચિંતન/ફિલોસોફી

અનામિકાને પત્ર: 1806

પ્રિય અનામિકા, વિશ્વ રાજકારણના પ્રવાહો ખૂબ ઉકળ્યા પછી ઠંડા પડતા જણાય છે. માનવજાત પર મંડરાયેલાં કાળાં વાદળો વચ્ચે આશાનાં કિરણો ફૂટતાં લાગે છે. તમારી મિત્રમંડળીએ શાંતિના શ્વાસ લઈ આધ્યાત્મિક ચર્ચા ભણી ઝુકાવ્યું તે આવકાર્ય છે. તમારી ચર્ચા અલમોડાના કસાર દેવી અને ક્રેંક્સ રિજની વાતો પ્રતિ દોરાય તે પણ મઝાની વાત. હિમાલયની વાતોએ મને હંમેશા આકર્ષ્યો… Continue reading અનામિકાને પત્ર: 1806