અધ્યામ-ફિલોસોફી · ખંડ: ઉત્તર અમેરિકા · ખંડ: એશિયા · વિષય: ઈતિહાસ · વિષય: ચિંતન/ફિલોસોફી · વિષય: પરિચય

સ્વામી વિવેકાનંદની વિશ્વપ્રસિદ્ધિ પાછળ નિમિત્ત બન્યા ખેતડી નરેશ

સ્વામી વિવેકાનંદજીએ અમેરિકામાં વિશ્વ ધર્મ સંસદમાં વિદ્વત્તાભર્યા પ્રવચન સૌને મંત્રમુગ્ધ કર્યા અને તેમને દુનિયાભરમાં પ્રસિદ્ધિ મળી. સ્વામીજીની વિશ્વપ્રસિદ્ધિ પાછળ રાજસ્થાનના ખેતડી (ખેતરી) સ્ટેટના રાજવી રાજા અજીતસિંહ બહાદુરનો અમૂલ્ય ફાળો હતો. વર્ષ 1893માં અમેરિકાના શિકાગોમાં યોજાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદજીએ હિંદુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું અને જગતભરમાં હિંદુત્વ અને ભારતીય આધ્યાત્મિકતાને ખ્યાતિ અપાવી. વેદાંત અને યોગને પાશ્ચાત્ય વિશ્વમાં પ્રચલિત કર્યાં.

સ્વામી વિવેકાનંદજી સમા સંન્યાસીને રાજપૂતાના (રાજસ્થાન) ના એક યુવાન રાજવી શિષ્યરૂપે અને મિત્રરૂપે મળ્યા તે કહાણી ભાવનાસભર છે.

ઓગણીસમી સદીમાં બ્રિટીશ શાસન નીચેના હિંદુસ્તાનના રાજપૂતાનામાં ખેતડી સ્ટેટ (ખેતરી, રાજસ્થાન) એક સમૃદ્ધ રાજ્ય – રજવાડું – હતું. યોગી રામકૃષ્ણ પરમહંસના સ્વર્ગારોહણ પછી તેમના પ્રીતિપાત્ર શિષ્ય નરેન્દ્રનાથ દત્ત દેશાટન કરતાં 1891માં રાજસ્થાન પહોંચ્યા. ત્યાંના ખેતડી રાજ્યના મહારાજા અજિતસિંહ બહાદુર પ્રતિભાવાન તપસ્વી નરેન્દ્રનાથ (સંન્યાસી નામ વિવિદિશાનંદ) થી ભારે પ્રભાવિત થયા અને તેમના શિષ્ય બન્યા. ટૂંકમાં યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (યુએસએ) ના શિકાગોમાં “વર્લ્ડ’સ પાર્લામેન્ટ ઑફ રિલિજિયન્સ”  (વિશ્વ ધર્મ સંસદ) યોજાઈ રહી હતી. ખેતડી નરેશના સ્નેહભર્યાં સૂચનોને સ્વીકારી નરેન્દ્રનાથે માથા પર સાફો બાંધવાની શરૂઆત કરી અને સ્વામી વિવેકાનંદ તરીકે નવું નામ ધારણ કર્યું. વળી રાજાએ સ્વામીજીને વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપવા તેમજ અમેરિકાની યાત્રા માટે શ્રદ્ધાપૂર્વક મદદ કરી. સ્વામીજીના પશ્ચિમના પ્રવાસે તેમને વિશ્વપ્રસિદ્ધિ અપાવી. વિશ્વ ધર્મ સંસદ (વિશ્વ ધર્મ મહાસભા/ વિશ્વ ધર્મ પરિષદ) માટે સ્વામી વિવેકાનંદજીની અમેરિકા યાત્રામાં નિમિત્ત બનનાર ખેતડીના રાજાની વાતો વિગતે જાણવાનો આનંદ તો નિરાળો છે!

આવો, ‘અનામિકા’ના આજના લેખમાં સ્વામી વિવેકાનંદજી અને ખેતડીના રાજા અજીતસિંહ બહાદુર વચ્ચેના દિવ્ય સંબંધની અનોખી વાતો જાણીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે – હરીશ દવે]

ખંડ: ઉત્તર અમેરિકા · ખંડ: યુરોપ · વિષય: સમાચાર

અમેરિકા-ઇંગ્લેન્ડની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ જંગી ડોનેશન તથા એન્ડાઉમેન્ટથી માલામાલ

પશ્ચિમી દેશોમાં શૈક્ષણિક સંસ્થાનોને માતબર રકમનાં ડોનેશન મળતાં હોય છે. અમેરિકા અને યુરોપમાં બહુકરોડપતિ ઉદ્યોગપતિઓ, વ્યાપારીઓ અને કંપનીઓ પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાઓને વિભિન્ન એસેટનાં દાન આપતાં હોય છે. હાર્વર્ડ, સ્ટેનફોર્ડ, એમઆઇટી જેવી અમેરિકન યુનિવર્સિટીઓ તથા ઑક્સફોર્ડ-કેમ્બ્રિજ જેવી ઇંગ્લેંડની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ પાસે જંગી ફંડ અને પ્રોપર્ટી જમા થતાં હોય છે. પરિણામે  અમેરિકા અને યુરોપની શિક્ષણ સંસ્થાઓ આવાં ‘એન્ડાઉમેન્ટ’ અને ડોનેશનના ઉપયોગથી વિશાળ પાયા પર સંશોધન કાર્યક્રમો અને એકેડેમિક પ્રવૃત્તિઓ ચલાવી શકે છે.

તાજેતરમાં ઇંગ્લેન્ડ (યુનાઇટેડ કિંગ્ડમ) ના પ્રાચીનતમ  વિશ્વવિદ્યાલય ઑક્સફર્ડ યુનિવર્સિટીને સૌથી મોટું – 150 મિલિયન પાઉન્ડ – નું અભૂતપૂર્વ ડોનેશન મળ્યું છે. છેલ્લા પાંચસો વર્ષના ઇતિહાસમાં ઑક્સફોર્ડ યુનિવર્સિટીને આટલી મોટી રકમનું ‘સિંગલ ડોનેશન’ ક્યારેય મળ્યું નથી! અમેરિકાના સ્ટિફન શ્વાર્ઝમેન નામના બહુકરોડપતિ બિઝનેસમેને ઑક્સફર્ડને આ ડોનેશન આપ્યું છે.

અમેરિકાની યુનિવર્સિટીઓને બિલ ગેટ્સ સહિત અનેક ઉદ્યોગપતિઓ – ધનપતિઓએ ભૂતકાળમાં જંગી રકમનાં દાન આપેલાં છે. વળી અમેરિકા અને ઇંગ્લેન્ડની યુનિવર્સિટીઓ પાસે ખૂબ મોટાં એન્ડાઉમેન્ટ (એન્ડૉવમેન્ટ) હોય છે. (અહીં) એન્ડાઉમેન્ટ એટલે કોઈ શિક્ષણ સંસ્થાને મળતી મોટી રકમ (દાન) અથવા વિભિન્ન એસેટ, કે જેના યોગ્ય લાંબા ગાળાના રોકાણથી સંસ્થાની પ્રવૃત્તિઓ ચાલતી રહે.

‘અનામિકા’ના વાચકમિત્રો નવાઈ પામશે કે મસમોટાં ડોનેશન અને તગડાં એન્ડાઉમેન્ટને લીધે ત્યાંની યુનિવર્સિટીઓ કેવી માલામાલ થઈ ગઈ છે! અરે! ગુજરાત સરકારના શિક્ષણ ક્ષેત્ર માટેના વાર્ષિક બજેટ કરતાં નવ-દસ ગણું મોટું એન્ડાઉમેન્ટ તો અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટી પાસે છે! આપને સમજાશે કે વિદેશની પ્રસિદ્ધ યુનિવર્સિટીઓમાં શિક્ષણનાં સ્તર ઊંચાં શા માટે છે!

આવો, ‘અનામિકા’ના આજના લેખમાં આપણે વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓનાં શિક્ષણ સ્તરને સમજવા તેમનાં ડોનેશન, એન્ડાઉમેન્ટ અને બજેટ પર નજર નાખીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

અનામિકાને પત્રો · ખંડ: ઉત્તર અમેરિકા · ખંડ: એશિયા · વિષય: ઈતિહાસ · વિષય: પરિચય · વિષય: વિજ્ઞાન

અનામિકાને પત્ર: 1809

પ્રિય અનામિકા,

જે રાષ્ટ્ર પોતાની રાષ્ટ્રીય વિરાસતની મહત્તા કે ગરિમાને સમજી શકતો નથી, તે રાષ્ટ્ર કાળની થપેડોને ઝીલી શકતો નથી. જે જાતિ પોતાના વારસાનું સંવર્ધન કરી શકે છે, તે વિશ્વમાં પોતાની અસ્મિતા ઉજાગર કરે છે.

અમેરિકાના સાંસ્કૃતિક ઇતિહાસમાં વર્ષ 1906 નું આગવું મહત્ત્વ છે. 1906માં અમેરિકાના 26મા પ્રમુખ થિયોડોર રુઝવેલ્ટના હસ્તાક્ષર થતાં ‘એન્ટિક્વિટિઝ એક્ટ’ પસાર થયો; પરિણામે ઐતિહાસિક અને પ્રાગ-ઐતિહાસિક સ્થાનો તેમજ ઐતિહાસિક સ્મારકોને નેશનલ મોન્યુમેન્ટ્સ ઘોષિત કરવાનો માર્ગ ખુલ્લો થયો. પ્રેસિડેન્ટ થિયોડોર રુઝવેલ્ટ (ટેડી રૂઝવેલ્ટ) દ્વારા 24 સપ્ટેમ્બર, 1906ના દિને વાયોમિંગ રાજ્યના ડેવિલ્સ ટાવરને અમેરિકાનો સૌ પ્રથમ નેશનલ મોન્યુમેન્ટ જાહેર કરવામાં આવ્યો. તાજેતરમાં પ્રેસિડેંટ બરાક ઓબામાના શાસનકાળમાં 34 સ્થળ નેશનલ મોન્યુમેંટ જાહેર થયા અથવા તેમને યથાયોગ્ય વિકસાવવામાં આવ્યા.

આજે યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં 125 થી વધુ સ્થાનો નેશનલ મોન્યુમેન્ટ ગણાય છે. તેમાં વાયોમિંગ સ્ટેટમાં સ્થિત ડેવિલ્સ ટાવર ઉપરાંત કેલિફોર્નિયા સ્ટેટના ડેવિલ્સ પોસ્ટપાઇલ સમાવિષ્ટ છે. એરિઝોના સ્ટેટ સૌથી વધુ રાષ્ટ્રીય સ્મારકો ધરાવતું અમેરિકન રાજ્ય છે. પ્રશ્ન થાય, અનામિકા, કે અમેરિકાના સૌથી વધારે મુલાકાતીઓ ધરાવતા લોકપ્રિય નેશનલ મોન્યુમેન્ટ કયા? અમેરિકામાં મોસ્ટ વિઝિટર્સ ધરાવતા પોપ્યુલર નેશનલ મોન્યુમેંટ્સમાં ન્યૂ યૉર્ક શહેરના હાર્બરમાં લિબર્ટી આઇલેન્ડ પર સ્ટેચ્યુ ઑફ લિબર્ટી તથા વોશિંગ્ટન ડીસીના લિંકન મેમોરિયલ અને વોશિંગ્ટન મોન્યુમેંટનો સમાવેશ થાય છે.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

અનામિકાને પત્રો · ખંડ: ઉત્તર અમેરિકા · વિષય: જીવનકથા · વિષય: પરિચય · વિષય: વિજ્ઞાન

અનામિકાને પત્ર: 1710

. પ્રિય અનામિકા, તમારા વૈજ્ઞાનિક મિત્રોમાં થતી ગ્રેવિટેશનલ વેવ્ઝ વિશેની ચર્ચા રસભરી બની છે. એસ્ટ્રોફિઝિક્સ અને રેડિયો એસ્ટ્રોનોમીના ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિથી બ્રહ્માંડનાં રહસ્યો ખુલતાં જાય છે. સો વર્ષ અગાઉ આલ્બર્ટ આઇન્સ્ટાઇન દ્વારા પ્રકાશિત ‘જનરલ થિયરી ઓફ રિલેટિવિટી’માં સૂચિત ગ્રેવિટેશનલ વેવ્ઝની પ્રાયોગિક સાબિતી મળી ચૂકી છે. અમેરિકામાં ‘લિગો ઑબ્ઝર્વેટરીઝ’નાં લેસર ઇન્ટરફેરોમીટરથી આશ્ચર્યકારક પરિણામો મળ્યાં છે. લિગો… Continue reading અનામિકાને પત્ર: 1710

અનામિકાને પત્રો · ખંડ: ઉત્તર અમેરિકા · ખંડ: એશિયા · વિષય: સમાચાર

અનામિકાને પત્ર: 1704

. પ્રિય અનામિકા, તારી વાત સાચી છે. કોણ જાણે કેમ, ધરતી પર અમંગળની એંધાણીઓ વરતાઈ રહી છે. તે સિરિયાનો પ્રશ્ન હોય કે અમેરિકા-નોર્થ કોરિયા વચ્ચે ધૂંધવાતો અગ્નિ હોય કે ભારતના કાશ્મીરની સળગતી સમસ્યા હોય! માનવજાતને ખતરાઓ ઓછા થતા જ નથી! આ બધા મુદ્દાઓનો કોઈ ઉકેલ જ નહીં હોય? કે પછી પરિસ્થિતિ ચરમ સીમાએ પહોંચી કોઈ… Continue reading અનામિકાને પત્ર: 1704

અનામિકાને પત્રો · ખંડ: ઉત્તર અમેરિકા · વિષય: પરિચય · સંગીત/ચિત્ર/લલિતકલા

અનામિકાને પત્ર: 1610

. પ્રિય અનામિકા, ઇતિહાસમાં આવું જવલ્લે જ બને છે. જ્યારે બને છે ત્યારે આપણે કહીએ છીએ: દુનિયામેં કુછ ભી હો સકતા હૈ! હું સ્મિથસોનિઅન મ્યુઝિયમ્સની વાત કરી રહ્યો છું. તમે બે દિવસ સ્મિથસોનિઅન મ્યુઝિયમ્સની મુલાકાતે જવાના છો તે વાત મને ખુશી આપે છે. વૉશિંગ્ટન ડીસીમાં  સ્મિથસોનિઅન મ્યુઝિયમ્સની વિઝિટ એ તો એક સ્વપ્નું કહેવાય. તાજ્જુબી એ… Continue reading અનામિકાને પત્ર: 1610

અનામિકાને પત્રો · ખંડ: ઉત્તર અમેરિકા · ખંડ: યુરોપ · વિષય: ઈતિહાસ · વિષય: સમાચાર

અનામિકાને પત્ર: 1609

. પ્રિય અનામિકા, મેનહટન, ન્યૂ યૉર્કના ભરચક વિસ્તાર ચેલ્સીમાં થયેલ બોંબ ધડાકાઓએ અમેરિકાને આંચકા આપ્યા છે. અમેરિકાનાં પ્રેસિડેન્ટપદ માટે ઇલેક્શન ડેટ 8 નવેમ્બર આવી પહોંચી છે; હિલેરી ક્લિન્ટન – ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પ્રમુખપદ માટેનો જંગ ચરમ સીમા પર છે. વળી શ્વેત-અશ્વેત વચ્ચે વકરી રહેલ વંશવાદ-રેસિઝમ ચિંતાજનક સમસ્યા છે, ત્યારે આતંકવાદના આ બિહામણા રૂપે અમેરિકાને ધ્રુજાવી… Continue reading અનામિકાને પત્ર: 1609

અનામિકાને પત્રો · ખંડ: ઉત્તર અમેરિકા · વિષય: ઈતિહાસ · વિષય: પરિચય

અનામિકાને પત્ર: 1607/2

. પ્રિય અનામિકા, તમે ન્યૂ યૉર્ક શહેર સાથે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી – લિબર્ટી આઇલેન્ડ – એલિસ આઇલેન્ડની ટ્રીપ પ્લાન કરી છે? ખૂબ સરસ. ન્યૂ યૉર્ક હાર્બરની શોભા વધારતું સ્ટેચ્યુ ઓફ લિબર્ટી માત્ર અમેરિકા માટે જ નહીં, સમગ્ર વિશ્વ માટે ગૌરવનું મોન્યુમેન્ટ છે. ફ્રાન્સની પ્રજાએ અમેરિકાને ભેટ કરેલ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ફ્રાન્સના શિલ્પકાર ફ્રેડરિક બાર્થોલ્ડી અને… Continue reading અનામિકાને પત્ર: 1607/2

અનામિકાને પત્રો · ખંડ: ઉત્તર અમેરિકા · મીડિયા/ સમાચાર/રિપોર · વિદેશમાં ગુજરાતી · વિષય: જીવનકથા · વિષય: પરિચય

અનામિકાને પત્ર: 1603

. પ્રિય અનામિકા,  તમારું મિત્રવર્તુળ રસપ્રદ ઈન્ટરએકશન્સ કરતું રહે છે. અમેરિકાની છેલ્લા પાંચ દાયકાની ત્વરિત પ્રગતિમાં ભારતીયોનું યોગદાન નોંધપાત્ર છે તે વાત નકારી ન શકાય. ‘સન માઈક્રોસિસ્ટમ્સ”ના સ્થાપક વિનોદ ખોસલા, ‘મ્યુ સિગ્મા’ના ધીરજ રાજારામ અને ‘5-અર એનર્જી’ (5-Hour ENERGY) ના મનોજ ભાર્ગવ વિષેની તમારી ચર્ચામાં મને રસ પડ્યો. સેલિબ્રીટી, સફળતા તથા પ્રસિદ્ધિ ક્યારેક તો વિવાદ… Continue reading અનામિકાને પત્ર: 1603

અનામિકાને પત્રો · ખંડ: આફ્રિકા · ખંડ: ઉત્તર અમેરિકા · ખંડ: યુરોપ · વિષય: ઈતિહાસ · વિષય: પરિચય

અનામિકાને પત્ર: 1207

. . પ્રિય અનામિકા, મારી ડાયરીમાં તાજેતરની કેટલીક નોટ્સ પર નજર નાખતો હતો ત્યાં ગત નવમી મેની એક નોંધ આંખે ચડી: “ આજે વહેલી સવારે કોમ્પ્યુટર પર ઇંટરનેટ કનેક્ટ કર્યું કે ‘ગુગલ’ સર્ચના હોમ પેઇજ પર હોવર્ડ કાર્ટર પ્રગટ (!) થયેલ જોયા! ગુગલ પોતાના મેઇન સર્ચ બાર પર ઇંગ્લેંડના હોવર્ડ કાર્ટરને સ્મરે તે એક વિદ્વાન… Continue reading અનામિકાને પત્ર: 1207