અંગ્રેજી સાહિત્ય · ખંડ: યુરોપ · વિષય: ઈતિહાસ · વિષય: જીવનકથા · વિષય: પરિચય · વિષય: સાહિત્ય

વિલિયમ શેક્સપિયર: વિશ્વપ્રસિદ્ધ નાટ્યકાર અને અંગ્રેજી ભાષાના શ્રેષ્ઠ સાહિત્યસર્જક

વિલિયમ શેક્સપિયર અંગ્રેજી સાહિત્યના સૌથી મહાન સર્જક અને વિશ્વના સર્વશ્રેષ્ઠ નાટ્યકાર તરીકેનું સન્માન પામે છે.

સોળમી સદીમાં ઇંગ્લેન્ડમાં જન્મેલા શેક્સપિયર આજે પણ સૌથી લોકપ્રિય સાહિત્યકાર છે. ચાર ચાર સદીઓ પછી પણ શેક્સપિયરને અંગ્રેજી ભાષાના સર્વોત્તમ સહિત્યસર્જકોની યાદીમાં મોખરે મૂકવામાં આવે છે. હેમ્લેટ, મેકબેથ અને ઓથેલો જેવાં તેમનાં નાટકો આજે પણ દુનિયાભરના રંગમંચ પર ભજવાઈ રહ્યાં છે, તે વાત શેક્સપિયર સૌથી મહાન નાટ્યકાર હોવાનું જીવંત પ્રમાણ છે. સિદ્ધહસ્ત કવિ તરીકે અનેક ભાવભર્યા સોનેટનું સર્જન કરનાર વિલિયમ શેક્સપિયરને કેટલાક વિદ્વાનો ઇંગ્લેન્ડના ‘રાષ્ટ્રીય કવિ’ માને છે.

શેક્સપિયરની યુવાની એલિઝાબેથન એરામાં વીતી. પંદરમી-સોળમી સદીમાં ઇંગ્લેન્ડમાં સત્તા માટેના શાહી  કાવાદાવાઓ વરવા બન્યા. છેવટે 1558માં ઇંગ્લેન્ડની રાજગાદી ક્વિન એલિઝાબેથ પ્રથમને મળી. રાણી એલિઝાબેથ પ્રથમનો શાસનકાળ ‘એલિઝાબેથન યુગ’ તરીકે ઇંગ્લેન્ડના સુવર્ણકાળ સમો નીવડ્યો. બસ, આ યુગમાં 1564માં લંડન પાસે સ્ટ્રેટફોર્ડ-અપોન- એવન ટાઉનમાં વિલિયમ શેક્સપિયરનો જન્મ.

સાડા ચારસો વર્ષ પહેલાંનાં અંગ્રેજી ભાષાના શિરમોર સમા સર્જકનો જીવનવૃત્તાંત પૂર્ણ રીતે ક્યાંય મળતો નથી!! ઉત્તમ ટ્રેજેડી નાટકો લખનાર શેક્સપિયરના જીવનનાં ઘણાં પાસાંથી આજે પણ આપણે અજાણ છીએ. તેમની અંગત જિંદગી તેમજ સર્જનો વિશે બે સદીથી વિવાદો ચાલ્યા કરે છે, તે એક કરુણતા જ ને!

‘અનામિકા’ના આજના લેખમાં અંગ્રેજી સાહિત્યના બેતાજ બાદશાહ વિલિયમ શેક્સપિયરનો પરિચય મેળવીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

ખંડ: ઉત્તર અમેરિકા · ખંડ: યુરોપ · વિષય: સમાચાર

અમેરિકા-ઇંગ્લેન્ડની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ જંગી ડોનેશન તથા એન્ડાઉમેન્ટથી માલામાલ

પશ્ચિમી દેશોમાં શૈક્ષણિક સંસ્થાનોને માતબર રકમનાં ડોનેશન મળતાં હોય છે. અમેરિકા અને યુરોપમાં બહુકરોડપતિ ઉદ્યોગપતિઓ, વ્યાપારીઓ અને કંપનીઓ પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાઓને વિભિન્ન એસેટનાં દાન આપતાં હોય છે. હાર્વર્ડ, સ્ટેનફોર્ડ, એમઆઇટી જેવી અમેરિકન યુનિવર્સિટીઓ તથા ઑક્સફોર્ડ-કેમ્બ્રિજ જેવી ઇંગ્લેંડની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ પાસે જંગી ફંડ અને પ્રોપર્ટી જમા થતાં હોય છે. પરિણામે  અમેરિકા અને યુરોપની શિક્ષણ સંસ્થાઓ આવાં ‘એન્ડાઉમેન્ટ’ અને ડોનેશનના ઉપયોગથી વિશાળ પાયા પર સંશોધન કાર્યક્રમો અને એકેડેમિક પ્રવૃત્તિઓ ચલાવી શકે છે.

તાજેતરમાં ઇંગ્લેન્ડ (યુનાઇટેડ કિંગ્ડમ) ના પ્રાચીનતમ  વિશ્વવિદ્યાલય ઑક્સફર્ડ યુનિવર્સિટીને સૌથી મોટું – 150 મિલિયન પાઉન્ડ – નું અભૂતપૂર્વ ડોનેશન મળ્યું છે. છેલ્લા પાંચસો વર્ષના ઇતિહાસમાં ઑક્સફોર્ડ યુનિવર્સિટીને આટલી મોટી રકમનું ‘સિંગલ ડોનેશન’ ક્યારેય મળ્યું નથી! અમેરિકાના સ્ટિફન શ્વાર્ઝમેન નામના બહુકરોડપતિ બિઝનેસમેને ઑક્સફર્ડને આ ડોનેશન આપ્યું છે.

અમેરિકાની યુનિવર્સિટીઓને બિલ ગેટ્સ સહિત અનેક ઉદ્યોગપતિઓ – ધનપતિઓએ ભૂતકાળમાં જંગી રકમનાં દાન આપેલાં છે. વળી અમેરિકા અને ઇંગ્લેન્ડની યુનિવર્સિટીઓ પાસે ખૂબ મોટાં એન્ડાઉમેન્ટ (એન્ડૉવમેન્ટ) હોય છે. (અહીં) એન્ડાઉમેન્ટ એટલે કોઈ શિક્ષણ સંસ્થાને મળતી મોટી રકમ (દાન) અથવા વિભિન્ન એસેટ, કે જેના યોગ્ય લાંબા ગાળાના રોકાણથી સંસ્થાની પ્રવૃત્તિઓ ચાલતી રહે.

‘અનામિકા’ના વાચકમિત્રો નવાઈ પામશે કે મસમોટાં ડોનેશન અને તગડાં એન્ડાઉમેન્ટને લીધે ત્યાંની યુનિવર્સિટીઓ કેવી માલામાલ થઈ ગઈ છે! અરે! ગુજરાત સરકારના શિક્ષણ ક્ષેત્ર માટેના વાર્ષિક બજેટ કરતાં નવ-દસ ગણું મોટું એન્ડાઉમેન્ટ તો અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટી પાસે છે! આપને સમજાશે કે વિદેશની પ્રસિદ્ધ યુનિવર્સિટીઓમાં શિક્ષણનાં સ્તર ઊંચાં શા માટે છે!

આવો, ‘અનામિકા’ના આજના લેખમાં આપણે વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓનાં શિક્ષણ સ્તરને સમજવા તેમનાં ડોનેશન, એન્ડાઉમેન્ટ અને બજેટ પર નજર નાખીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

અંગ્રેજી ફિલ્મ · અનામિકાને પત્રો · ખંડ: યુરોપ · વિષય: કલાક્ષેત્રો · વિષય: પરિચય

અનામિકાને પત્ર: 1810

પ્રિય અનામિકા,

બીબીસીની ‘બ્લ્યુ પ્લેનેટ’ અંગે તમારા ગ્રુપની વિડીયો ક્લિપ મને ખૂબ જ ગમી. તમારું ગ્રુપ મરીન પોલ્યુશન પર જાગૃતિ જગાવી રહ્યું છે તે પ્રશંસાપાત્ર છે.

કદાચ બે ત્રણ મહિના પહેલાં તેં એક પત્રમાં ‘વોગ’ મેગેઝિનના લેખનો ઉલ્લેખ કરેલ જેમાં યુકેની મોસ્ટ ઇન્ફ્લ્યુએન્શિયલ વિમેનની યાદી હતી. તેમાં ખ્યાતનામ કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે બાયોટેકનોલોજીમાં સંશોધન કરતાં ભારતીય મહિલા વૈજ્ઞાનિક પ્રિયંકા જોશીનું નામ મને ચમકાવી ગયું હતું. યુવાન ભારતીય બાયો ટેકનોલોજીસ્ટ પ્રિયંકા જોશી કેમ્બ્રિજમાં પ્રોટીન અને અલ્ઝાઇમર ડિસીઝને લગતી રીસર્ચના કારણે પ્રસિદ્ધિ પામ્યં છે. તેમનું નામ મેગાન માર્કલ (ડચેસ ઓફ સસેક્સ), ‘હેરી પોટર’ ફેઇમ જેકે રાઉલિંગ અને ‘બ્લ્યુ પ્લેનેટ ભાગ 2’ ફેઇમ  ઓર્લા ડોહર્ટી સાથે વાંચીને મને પ્રિયંકા જોશી માટે વિશેષ માન થયું હતું.

‘બ્લ્યુ પ્લેનેટ’ની ક્લિપ જોતાં ઓર્લા ડોહર્ટી સાથે ઘણાં બધાં નામ સામે આવે છે.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

અનામિકાને પત્રો · ખંડ: યુરોપ · વિષય: પરિચય · વિષય: વિજ્ઞાન · વિષય: સમાચાર

અનામિકાને પત્ર: 1706

. પ્રિય અનામિકા, કુશળતા ચાહું છું. તારી મિત્ર ઑસ્ટ્રિયાની મુલાકાતે જવાની છે, તે તેનું સદભાગ્ય! ઑસ્ટ્રિયાનું નામ પડે અને કુદરત આપણી આંખ આગળ બેઠી થાય! ઑસ્ટ્રિયા એટલે પ્રકૃતિની ખૂબસૂરતી! બસ, આટલું વિચારો અને તમારી આંતરચેતના જગાડવા એક પછી એક દ્રશ્યો હાજર થાય! ઑસ્ટ્રિયા એટલે મનમોહક આલ્પ્સ! ઑસ્ટ્રિયા એટલે ડાન્યુબ ! વિયેના અને સાલ્ઝબર્ગ ઊડીને સામે… Continue reading અનામિકાને પત્ર: 1706

અનામિકાને પત્રો · ખંડ: યુરોપ · વિષય: ઈતિહાસ · વિષય: જીવનકથા · વિષય: પરિચય

અનામિકાને પત્ર: 1702

. પ્રિય અનામિકા, એલેક્ઝાંડર ધ ગ્રેટના આખરી ‘વિલ’ વિષે ફરી વાતો વહેતી થઈ છે. કહે છે કે મૃત્યુ અગાઉ આ વિશ્વવિજેતાએ પોતાનાં સ્વપ્નાં, પોતાની આખરી ઇચ્છાઓ વિશે ‘ટેસ્ટામેન્ટ’ કે ‘વિલ’ તૈયાર કર્યું હતું. એલેક્ઝાંડરનું આ કહેવાતું વિલ મળી આવ્યાના સમાચાર મીડિયામાં ચમક્યા છે. દુનિયાને જીતવાનાં સ્વપ્નાં જોનારા યુરોપના બે વીર યોદ્ધાઓને આપણે મહાન વિજેતા તરીકે… Continue reading અનામિકાને પત્ર: 1702

અનામિકાને પત્રો · ખંડ: યુરોપ · ખંડ:દક્ષિણ અમેરિકા · વિષય: ઈતિહાસ · વિષય: પરિચય · વિષય: સમાચાર

અનામિકાને પત્ર: 1611

. પ્રિય અનામિકા, તમારા મિત્રવર્તુળમાં ક્યુબાના ભૂતપૂર્વ પ્રમુખ ફિડલ કાસ્ટ્રોના અવસાન પછી ચાલેલી ચર્ચા પર મારી નજર રહી છે. તાજેતરમાં ફિડલ કાસ્ટ્રોના દેહાંત પછી નન-અલાઇન્ડ મુવમેન્ટ (NAM), યુગોસ્લાવિયાના માર્શલ ટીટો અને ભારતના પ્રધાન મંત્રી નહેરુથી ઇંદિરા ગાંધી સુધીની વાતો કદાચ ઘણી જગ્યાએ થઈ હશે, પણ તમારા ગ્રુપમાં મેસેડોનની પ્રાચીન રાજધાની આઇગાઇ સુધી ચર્ચા પહોંચી તે… Continue reading અનામિકાને પત્ર: 1611

અનામિકાને પત્રો · ખંડ: ઉત્તર અમેરિકા · ખંડ: યુરોપ · વિષય: ઈતિહાસ · વિષય: સમાચાર

અનામિકાને પત્ર: 1609

. પ્રિય અનામિકા, મેનહટન, ન્યૂ યૉર્કના ભરચક વિસ્તાર ચેલ્સીમાં થયેલ બોંબ ધડાકાઓએ અમેરિકાને આંચકા આપ્યા છે. અમેરિકાનાં પ્રેસિડેન્ટપદ માટે ઇલેક્શન ડેટ 8 નવેમ્બર આવી પહોંચી છે; હિલેરી ક્લિન્ટન – ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પ્રમુખપદ માટેનો જંગ ચરમ સીમા પર છે. વળી શ્વેત-અશ્વેત વચ્ચે વકરી રહેલ વંશવાદ-રેસિઝમ ચિંતાજનક સમસ્યા છે, ત્યારે આતંકવાદના આ બિહામણા રૂપે અમેરિકાને ધ્રુજાવી… Continue reading અનામિકાને પત્ર: 1609

અંગ્રેજી સાહિત્ય · અનામિકાને પત્રો · ખંડ: યુરોપ · વિષય: ઈતિહાસ · વિષય: સાહિત્ય

અનામિકાને પત્ર: 1608

. પ્રિય અનામિકા, તમારા મિત્રવર્તુળમાં ઇંગ્લિશ લિટરેચર પર બૌદ્ધિક ચર્ચા ચાલે છે તે સારી વાત છે, પરંતુ તમે તેને ઇંગ્લેન્ડના ઇતિહાસના સંદર્ભમાં સમજો તો ચર્ચા વિશેષ રસપ્રદ બનશે તેમ મને લાગે છે. સભ્યતા અને સંસ્કૃતિના વિકાસને સમજવા સર્જન ક્ષેત્રોના વિકાસને સમજવો આવશ્યક છે. આ કામ તમે લાયબ્રેરીની મુલાકાત લીધા પછી વધારે સારી રીતે કરી શકો.… Continue reading અનામિકાને પત્ર: 1608

અનામિકાને પત્રો · ખંડ: યુરોપ · વિષય: વિજ્ઞાન

અનામિકાને પત્ર: 1209

. પ્રિય અનામિકા, શીતળાની રસીના શોધક ડો. એડવર્ડ જેનરની જીવનકથા વાંચતાં વાંચતાં એક નાનકડી વાત નજરે ચડી છે. અઢારમી સદી સુધી સૂક્ષ્મજીવો (Micro-organisms or microbes) અને તેમના દ્વારા ફેલાતા સૂક્ષ્માણુજન્ય રોગો વિષે વિજ્ઞાન પાસે નહીંવત જ્ઞાન હતું. વૈજ્ઞાનિકો અને ડોક્ટરોના ઊંડા અભ્યાસ પછી માઇક્રોબાયોલોજીનું વિજ્ઞાન તેજ ગતિએ વિકસવા લાગ્યું. માઇક્રોબાયોલોજી તબીબી વિજ્ઞાનનું અગત્યનું અંગ બની… Continue reading અનામિકાને પત્ર: 1209

અનામિકાને પત્રો · ખંડ: આફ્રિકા · ખંડ: ઉત્તર અમેરિકા · ખંડ: યુરોપ · વિષય: ઈતિહાસ · વિષય: પરિચય

અનામિકાને પત્ર: 1207

. . પ્રિય અનામિકા, મારી ડાયરીમાં તાજેતરની કેટલીક નોટ્સ પર નજર નાખતો હતો ત્યાં ગત નવમી મેની એક નોંધ આંખે ચડી: “ આજે વહેલી સવારે કોમ્પ્યુટર પર ઇંટરનેટ કનેક્ટ કર્યું કે ‘ગુગલ’ સર્ચના હોમ પેઇજ પર હોવર્ડ કાર્ટર પ્રગટ (!) થયેલ જોયા! ગુગલ પોતાના મેઇન સર્ચ બાર પર ઇંગ્લેંડના હોવર્ડ કાર્ટરને સ્મરે તે એક વિદ્વાન… Continue reading અનામિકાને પત્ર: 1207