અનામિકાને પત્રો · ખંડ: યુરોપ · વિષય: જીવનકથા · વિષય: પરિચય · વિષય: સાહિત્ય

અનામિકાને પત્ર: 1205

. . પ્રિય અનામિકા, યુરોપના ફ્રાન્સ દેશના નેન્ટીસ શહેરમાં 1828માં જૂલે વર્નનો જન્મ. નાનપણથી દરિયા માટે અજબની ઘેલછા વળગી. સ્વજનો પાસેથી સાંભળેલી અમેરિકાની નવી ધરતીની,  ત્યાં પહોંચવાના લાંબા સમુદ્ર પ્રવાસની અને ટેલિગ્રાફ જેવા વૈજ્ઞાનિક ઉપકરણોની વાતો બાળક જૂલેને ભારે રોમાંચિત કરતી. વકીલ પિતાની ઇચ્છાને વશ થઇ, જૂલે વર્ને પેરિસ જઇ યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કર્યો. પરંતુ… Continue reading અનામિકાને પત્ર: 1205

ખંડ: યુરોપ · વિષય: જીવનકથા · વિષય: પરિચય · વિષય: વિજ્ઞાન · વિષય: સાહિત્ય

અનામિકાને પત્ર: 1204

. . પ્રિય અનામિકા, યુનાઇટેડ આર્ટિસ્ટ્સના ઉલ્લેખ સાથે તેં “અરાઉંડ ધ વર્લ્ડ ઇન એઇટી ડેયઝ”  (Around the World in Eighty Days) ફિલ્મને યાદ કરી અને મને આપણી ગુજરાતી ભાષાના મહાન સેવક મૂળશંકર ભટ્ટ યાદ આવ્યા. તું વિચારમાં પડી જઇશ કે વાત ક્યાં ફિલ્મથી શરૂ થઇ અને હું ક્યાં સાહિત્ય સર્જક મૂળશંકર ભટ્ટ સુધી પહોંચ્યો! “અરાઉંડ… Continue reading અનામિકાને પત્ર: 1204

અનામિકાને પત્રો · ખંડ: યુરોપ · વિષય: ઈતિહાસ · વિષય: પરિચય

અનામિકાને પત્ર: 49

પ્રિય અનામિકા, ગયા પત્રના અનુસંધાને વાત આગળ ચલાવું? ઇસ 1509માં ઇંગ્લેન્ડની ગાદીએ રાજા હેન્રી આઠમાનો રાજ્યાભિષેક થયો. તેણે પોતાના ભાઈની વિધવા કેથેરાઇન ઓફ આર્ગન સાથે લગ્ન કર્યાં; પણ છૂટાછેડા લેવા નિર્ણય કર્યો. રાજા હેન્રી આઠમાને આ નિર્ણય બાબતે રોમના ખ્રિસ્તી કેથલિક ચર્ચના વડા ધર્મગુરુ પોપ સાથે વાંકું પડ્યું અને તેણે રોમના કેથલિક ચર્ચ સાથે છેડો… Continue reading અનામિકાને પત્ર: 49

અનામિકાને પત્રો · ખંડ: યુરોપ · વિષય: ઈતિહાસ · વિષય: પરિચય

અનામિકાને પત્ર: 48

. પ્રિય અનામિકા, તમારા મિત્રવર્તુળમાં શેખર કપૂરની ફિલ્મ ‘એલિઝાબેથ’ પર મુદ્દા ઊઠ્યા તે સ્વાભાવિક છે.  કેટલીક આંટીઘૂંટીઓ સમજમાં ન આવી ને? આ પ્રકારની ફિલ્મનો સાચો આસ્વાદ માણવા ઇંગ્લેન્ડનો ઇતિહાસ સમજવો જરૂરી છે. બીજી એક વાત કહું? શેક્સપિયરની રાજકીય કાવતરાસભર લોહિયાળ ટ્રેજેડિઝની પાર્શ્વભુમિકા સમજવા ઇંગ્લેન્ડનો ઇતિહાસ જાણવો જોઇએ. આઠમા-નવમા ધોરણમાં ભારત અને વિશ્વનો ઇતિહાસ ભણતાં ભણતાં ઇંગ્લિશ… Continue reading અનામિકાને પત્ર: 48

અનામિકાને પત્રો · ખંડ: ઉત્તર અમેરિકા · ખંડ: યુરોપ · વિષય: જીવનકથા · વિષય: વિજ્ઞાન

અનામિકાને પત્ર: 46

. પ્રિય અનામિકા, આઇન્સ્ટાઇનના જીવન વિશે ગયા પત્રના અનુસંધાને આગળ લખું? 1905માં આઇન્સ્ટાઇનના જીવનમાં નવો વળાંક આવ્યો. 26 વર્ષના આઇન્સ્ટાઇનનું રીસર્ચ પેપર એક જર્મન મેગેઝિનમાં પ્રસિદ્ધ થયું. ભૌતિકશાસ્ત્રના મૂળભૂત ખ્યાલોને સ્પર્શતા તેમના સંશોધનથી દુનિયાના વૈજ્ઞાનિકો દંગ થઈ ગયા. હવે આઇન્સ્ટાઇન પહેલાં યુનિવર્સિટી ઓફ ઝ્યુરિચ (સ્વિટ્ઝર્લેન્ડ)માં તથા પછી 1911માં પ્રાગ (ઝેકોસ્લોવાકિયા) ની યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક નીમાયા. અનામિકા!… Continue reading અનામિકાને પત્ર: 46

ખંડ: ઉત્તર અમેરિકા · ખંડ: યુરોપ · વિષય: જીવનકથા · વિષય: વિજ્ઞાન

અનામિકાને પત્ર: 45

.   પ્રિય અનામિકા, તમારા જર્મન મિત્ર સાથેની તમારી ચર્ચાના મુદ્દા મેં વાંચ્યા. સરસ. બ્રહ્માંડની ઉત્પત્તિનાં રહસ્યોને ઉકેલવા થઈ રહેલા બિગ બેંગ પ્રયોગની વાતો અને જીનિવા-સ્થિત અણુ સંશોધન સંસ્થા સર્ન (CERN) થી શરૂ થયેલી તમારી વાતો મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇન સુધી પહોંચી તે જાણ્યું. આઇન્સ્ટાઇન વિશેના તારા પ્રશ્નો હું આવકારું છું. અનામિકા! આલ્બર્ટ આઇન્સ્ટાઇન (Albert Einstein)ની… Continue reading અનામિકાને પત્ર: 45

અનામિકાને પત્રો · ખંડ: યુરોપ · વિષય: ઈતિહાસ

અનામિકાને પત્ર: 44

. પ્રિય અનામિકા, અમેરિકાને થથરાવી દેતા હરિકેન ગુસ્તાવના સમાચાર કેવી ઉત્તેજના ફેલાવી ગયા છે! જો કે આ ઝંઝાવાત વિશે હજી સ્પષ્ટ ચિત્ર નથી, પણ ચિંતાજનક નહીં હોય તેવો આશાવાદ પણ છે. અહીં બિહારમાં કોસી નદી અકથ્ય તારાજી સર્જી રહી છે. કોસીનું તાંડવ ભારતીય અર્થતંત્રને રોળી નાખશે. પૃથ્વીના અમંગળની નિશાનીઓ તરફ હવે આંખો મીંચવા જેવી નથી.… Continue reading અનામિકાને પત્ર: 44

અનામિકાને પત્રો · ખંડ: એશિયા · ખંડ: યુરોપ · મહાયોગી શ્રી અરવિંદ · વિષય: ચિંતન/ફિલોસોફી · વિષય: જીવનકથા

અનામિકાને પત્ર: 34

 . પ્રિય અનામિકા, શ્રી અરવિંદની કિશોરાવસ્થાથી યુવાવસ્થાની જીવનયાત્રા પર આપણે દ્રષ્ટિપાત કરી રહ્યા છીએ. બારેક વર્ષની ઉંમરે શ્રી અરવિંદ લંડન પહોંચ્યા અને તેમણે સેંટ પૉલ સ્કૂલમાં અભ્યાસ શરૂ કર્યો. અહીં શ્રી અરવિંદનો અભ્યાસ અંગ્રેજી, ફ્રેંચ, લેટિન ઉપરાંત ગ્રીક, ઇટાલિયન અને જર્મન ભાષામાં પણ વિસ્તર્યો. આ વર્ષોમાં પિતા તરફથી આર્થિક સહાય જરા અનિયમિત થતાં તેમને ભારે… Continue reading અનામિકાને પત્ર: 34

અંગ્રેજી સાહિત્ય · અનામિકાને પત્રો · ખંડ: યુરોપ · વિષય: જીવનકથા · વિષય: સાહિત્ય

અનામિકાને પત્ર: 31

. પ્રિય અનામિકા,   ગુર્જિયેફ (ગુર્જિફ અથવા ગુર્જેફ) વિષેનો મારો પત્ર ફળદાયી નીવડ્યો! ખુશી થઈ. ગુર્જિયેફનો સંબંધ કેથેરાઇન મેન્સફિલ્ડ સુધી જોડનાર તે ફ્રેંચ મિત્રને મારાં અભિનંદન કહેજે. કેથેરાઇન મેન્સફિલ્ડ મેં વાંચેલ કદાચ એક માત્ર ન્યૂઝીલેંડનાં લેખિકા છે. કેથેરાઇન મેન્સફિલ્ડની ટૂંકી વાર્તાઓ- શોર્ટ સ્ટોરીઝ ભલે સંવેદનાસભર ગણાય, પણ મને તેમની ડાયરી – જર્નલ વધારે સ્પર્શી ગઈ… Continue reading અનામિકાને પત્ર: 31

અનામિકાને પત્રો · ખંડ: યુરોપ · વિષય: પરિચય · સંગીત/ચિત્ર/લલિતકલા

અનામિકાને પત્ર: 30

. પ્રિય અનામિકા, અમૃતા શેરગીલની સુંદર તસ્વીર મોકલવા બદલ આભાર. મારા સીધા સાદા ઘરના ડ્રોઈંગ રૂમમાં મુખ્ય દિવાલ પર એક નાનકડું પેઈન્ટિંગ છે. બે ત્રણ વર્ષથી તે ચિત્ર દિવાલ પર છે. આગંતુકોની નજર તેના પરથી આરામથી ફિસલી જાય છે. માંડ દસ-વીસ આંખો તેના પર ચોંટી શકી હશે. પણ તાજેતરમાં મારો એક ભત્રીજો ત્રણેક વર્ષ પછી… Continue reading અનામિકાને પત્ર: 30