ખંડ: એશિયા · વિષય: ઈતિહાસ · વિષય: કલાક્ષેત્રો

ફિલ્મ ઇતિહાસના મૂક સાક્ષી સમા મુંબઈના સિનેમા થિયેટર્સની કહાણી

મુંબઈને શું કહેવું? સ્વપ્નનગરી કે ફિલ્મ નગરી?

મુંબઈ ભારતીય સિનેમા ઉદ્યોગનું પ્રમુખ કેંદ્ર છે. બોલિવુડના નામથી ઓળખાતી ફિલ્મ નગરી મુંબઈએ વર્ષ 1896માં ભારતનો પહેલો ફિલ્મ શો જોયો. પછી દાદાસાહેબ ફાળકે નિર્મિત ભારતીય ફિલ્મ ઇતિહાસની સર્વ પ્રથમ ફિલ્મ ‘રાજા હરિશ્ચંદ્ર’ બૉમ્બે (હાલ મુંબઈ) ના કોરોનેશન સિનેમામાં દર્શાવાઈ. ત્યાર પછી મુંબઈના સિનેમા હોલ્સના રૂપેરી પડદાઓએ અસંખ્ય ફિલ્મો નિહાળી છે. તે પૈકી કેટલાક સિનેમા હોલ આજે ચાલુ છે, જ્યારે સંખ્યાબંધ હોલ બંધ થઈ ગયા છે.

મુંબઈમાં પોતપોતાના એરિયાનાં લેન્ડમાર્ક બનેલાં રીગલ, ઇરોસ અને મેટ્રો થિયેટર્સને બધાં જાણે. શાનદાર સિનેમા હોલનાં ઉદાહરણ ગણાતાં મરાઠા મંદિર અને મેટ્રો થિયેટરો આજે પણ સુરખીઓમાં રહે છે. બીજી તરફ, મેજેસ્ટિક, નોવેલ્ટી, અપ્સરા અને મિનરવા જેવાં દિગ્ગજ સિનેમા હોલ નામશેષ થતાં જાય છે. કેબલ ટીવી અને મલ્ટિપ્લેક્સના જમાનામાં જૂનાં થિયેટરોને કોણ પૂછે?

મુંબઈના એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીને ઘાતક ફટકો હાલના કોરોના વાયરસના કોવિડ-19 પેનડેમિકથી પડ્યો છે. કોરોનાના વિશ્વવ્યાપી રોગચાળાને પગલે મુંબઈના સિનેમા થિયેટરો માર્ચ ત્રીજા અઠવાડિયાથી બંધ કરવા પડ્યાં છે. પરિસ્થિતિ થાળે પડશે, પછી પણ મુંબઈનો સિને ઉદ્યોગ ક્યારે અને કેવી રીતે બેઠો થશે તે કોઈ જાણતું નથી!

‘અનામિકા’ના આજના લેખમાં મુંબઈમાં સિનેમા ઉદ્યોગના ઉદયથી માંડી શહેરના યાદગાર થિયેટરોની રંગીન અને અવિસ્મરણીય વાતો જાણીશું.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

અંગ્રેજી સાહિત્ય · ખંડ: યુરોપ · વિષય: ઈતિહાસ · વિષય: જીવનકથા · વિષય: પરિચય · વિષય: સાહિત્ય

વિલિયમ શેક્સપિયર: વિશ્વપ્રસિદ્ધ નાટ્યકાર અને અંગ્રેજી ભાષાના શ્રેષ્ઠ સાહિત્યસર્જક

વિલિયમ શેક્સપિયર અંગ્રેજી સાહિત્યના સૌથી મહાન સર્જક અને વિશ્વના સર્વશ્રેષ્ઠ નાટ્યકાર તરીકેનું સન્માન પામે છે.

સોળમી સદીમાં ઇંગ્લેન્ડમાં જન્મેલા શેક્સપિયર આજે પણ સૌથી લોકપ્રિય સાહિત્યકાર છે. ચાર ચાર સદીઓ પછી પણ શેક્સપિયરને અંગ્રેજી ભાષાના સર્વોત્તમ સહિત્યસર્જકોની યાદીમાં મોખરે મૂકવામાં આવે છે. હેમ્લેટ, મેકબેથ અને ઓથેલો જેવાં તેમનાં નાટકો આજે પણ દુનિયાભરના રંગમંચ પર ભજવાઈ રહ્યાં છે, તે વાત શેક્સપિયર સૌથી મહાન નાટ્યકાર હોવાનું જીવંત પ્રમાણ છે. સિદ્ધહસ્ત કવિ તરીકે અનેક ભાવભર્યા સોનેટનું સર્જન કરનાર વિલિયમ શેક્સપિયરને કેટલાક વિદ્વાનો ઇંગ્લેન્ડના ‘રાષ્ટ્રીય કવિ’ માને છે.

શેક્સપિયરની યુવાની એલિઝાબેથન એરામાં વીતી. પંદરમી-સોળમી સદીમાં ઇંગ્લેન્ડમાં સત્તા માટેના શાહી  કાવાદાવાઓ વરવા બન્યા. છેવટે 1558માં ઇંગ્લેન્ડની રાજગાદી ક્વિન એલિઝાબેથ પ્રથમને મળી. રાણી એલિઝાબેથ પ્રથમનો શાસનકાળ ‘એલિઝાબેથન યુગ’ તરીકે ઇંગ્લેન્ડના સુવર્ણકાળ સમો નીવડ્યો. બસ, આ યુગમાં 1564માં લંડન પાસે સ્ટ્રેટફોર્ડ-અપોન- એવન ટાઉનમાં વિલિયમ શેક્સપિયરનો જન્મ.

સાડા ચારસો વર્ષ પહેલાંનાં અંગ્રેજી ભાષાના શિરમોર સમા સર્જકનો જીવનવૃત્તાંત પૂર્ણ રીતે ક્યાંય મળતો નથી!! ઉત્તમ ટ્રેજેડી નાટકો લખનાર શેક્સપિયરના જીવનનાં ઘણાં પાસાંથી આજે પણ આપણે અજાણ છીએ. તેમની અંગત જિંદગી તેમજ સર્જનો વિશે બે સદીથી વિવાદો ચાલ્યા કરે છે, તે એક કરુણતા જ ને!

‘અનામિકા’ના આજના લેખમાં અંગ્રેજી સાહિત્યના બેતાજ બાદશાહ વિલિયમ શેક્સપિયરનો પરિચય મેળવીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

અધ્યામ-ફિલોસોફી · ખંડ: ઉત્તર અમેરિકા · ખંડ: એશિયા · વિષય: ઈતિહાસ · વિષય: ચિંતન/ફિલોસોફી · વિષય: પરિચય

સ્વામી વિવેકાનંદની વિશ્વપ્રસિદ્ધિ પાછળ નિમિત્ત બન્યા ખેતડી નરેશ

સ્વામી વિવેકાનંદજીએ અમેરિકામાં વિશ્વ ધર્મ સંસદમાં વિદ્વત્તાભર્યા પ્રવચન સૌને મંત્રમુગ્ધ કર્યા અને તેમને દુનિયાભરમાં પ્રસિદ્ધિ મળી. સ્વામીજીની વિશ્વપ્રસિદ્ધિ પાછળ રાજસ્થાનના ખેતડી (ખેતરી) સ્ટેટના રાજવી રાજા અજીતસિંહ બહાદુરનો અમૂલ્ય ફાળો હતો. વર્ષ 1893માં અમેરિકાના શિકાગોમાં યોજાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદજીએ હિંદુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું અને જગતભરમાં હિંદુત્વ અને ભારતીય આધ્યાત્મિકતાને ખ્યાતિ અપાવી. વેદાંત અને યોગને પાશ્ચાત્ય વિશ્વમાં પ્રચલિત કર્યાં.

સ્વામી વિવેકાનંદજી સમા સંન્યાસીને રાજપૂતાના (રાજસ્થાન) ના એક યુવાન રાજવી શિષ્યરૂપે અને મિત્રરૂપે મળ્યા તે કહાણી ભાવનાસભર છે.

ઓગણીસમી સદીમાં બ્રિટીશ શાસન નીચેના હિંદુસ્તાનના રાજપૂતાનામાં ખેતડી સ્ટેટ (ખેતરી, રાજસ્થાન) એક સમૃદ્ધ રાજ્ય – રજવાડું – હતું. યોગી રામકૃષ્ણ પરમહંસના સ્વર્ગારોહણ પછી તેમના પ્રીતિપાત્ર શિષ્ય નરેન્દ્રનાથ દત્ત દેશાટન કરતાં 1891માં રાજસ્થાન પહોંચ્યા. ત્યાંના ખેતડી રાજ્યના મહારાજા અજિતસિંહ બહાદુર પ્રતિભાવાન તપસ્વી નરેન્દ્રનાથ (સંન્યાસી નામ વિવિદિશાનંદ) થી ભારે પ્રભાવિત થયા અને તેમના શિષ્ય બન્યા. ટૂંકમાં યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (યુએસએ) ના શિકાગોમાં “વર્લ્ડ’સ પાર્લામેન્ટ ઑફ રિલિજિયન્સ”  (વિશ્વ ધર્મ સંસદ) યોજાઈ રહી હતી. ખેતડી નરેશના સ્નેહભર્યાં સૂચનોને સ્વીકારી નરેન્દ્રનાથે માથા પર સાફો બાંધવાની શરૂઆત કરી અને સ્વામી વિવેકાનંદ તરીકે નવું નામ ધારણ કર્યું. વળી રાજાએ સ્વામીજીને વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપવા તેમજ અમેરિકાની યાત્રા માટે શ્રદ્ધાપૂર્વક મદદ કરી. સ્વામીજીના પશ્ચિમના પ્રવાસે તેમને વિશ્વપ્રસિદ્ધિ અપાવી. વિશ્વ ધર્મ સંસદ (વિશ્વ ધર્મ મહાસભા/ વિશ્વ ધર્મ પરિષદ) માટે સ્વામી વિવેકાનંદજીની અમેરિકા યાત્રામાં નિમિત્ત બનનાર ખેતડીના રાજાની વાતો વિગતે જાણવાનો આનંદ તો નિરાળો છે!

આવો, ‘અનામિકા’ના આજના લેખમાં સ્વામી વિવેકાનંદજી અને ખેતડીના રાજા અજીતસિંહ બહાદુર વચ્ચેના દિવ્ય સંબંધની અનોખી વાતો જાણીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે – હરીશ દવે]

ખંડ: એશિયા · વિષય: ઈતિહાસ · વિષય: પરિચય

પ્લાસીની લડાઈનો રાષ્ટ્રને બોધક સંદેશ

1757ની પ્લાસીની લડાઈએ હિંદુસ્તાનનો ઇતિહાસ પલટી નાખ્યો. ભારતમાં બ્રિટીશ શાસનનો પાયો નખાયો.

બંગાળામાં પલાશી (પ્લાસી) ની પાસે માત્ર બે-પાંચ ઘડીના યુદ્ધને અંગ્રેજો જીતી ગયા. ના, અંગ્રેજો જીત્યા ન હતા. બે-પાંચ રાષ્ટ્રદ્રોહીઓની ગદ્દારીએ બંગાળને હરાવી દીધું; હિંદુસ્તાનને હરાવી દીધું.

પ્રત્યેક રાષ્ટ્રની સંસ્કૃતિ અને ઇતિહાસ તેને ગૌરવ બક્ષે છે. સંસ્કૃતિ, ઇતિહાસ અને રાષ્ટ્રપ્રેમમાંથી પ્રજામાં પોતીકાપણાની સભાનતા જન્મે છે. તેમાં રાષ્ટ્રની અસ્મિતા ઝલકે છે. જે પ્રજા રાષ્ટ્રની અસ્મિતા અને અખંડતાની ગરિમાને રક્ષી નથી શકતી, તે પ્રજા રાષ્ટ્રના વિનાશને નોતરે છે. રાષ્ટ્રવાદથી પ્રેરિત સમર્થ અને સમુચિત નેતૃત્વ રાષ્ટ્રની સુરક્ષા માટે અનિવાર્ય છે.

બંગાળનો નવાબ અંગ્રેજો સામે લડવા નીકળી પડ્યો. તેના જ સાથીઓ સત્તા અને આર્થિક લાભની લાલચમાં, રાષ્ટ્રને ભૂલીને અંગ્રેજોના પડખે ભરાઈ બેઠા. સમાજની મોખરે ઊભેલ આગેવાનો પ્રજાને આવો દગો દઈ શકે? બંગાળ પાસે મીરજાફર જેવો સેનાપતિ તેમજ અમીચંદ-જગતસેઠ જેવા ધનકુબેરો પ્રજાના પથદર્શક અગ્રેસરો હતા. પ્રજાને ખબર સુદ્ધાં ન પડી અને અંગ્રેજોના છળ પ્રપંચમાં સમાજની કહેવાતી આગેવાની વેચાઈ ગઈ! રાષ્ટ્રદ્રોહ શબ્દને મીરજાફર-અમીચંદ-જગતસેઠ જેવા પર્યાય મળ્યા.

પ્રભાતે જે બંગાળ સ્વાધીન હતું તે રાતના ઓછાયા ઊતરતાં પરાધીન થઈ ગયું. હિંદુસ્તાન બ્રિટીશ હકૂમતની બેડીઓમાં જકડાયું. ઇતિહાસની એક ચીસ ફરી ઊઠી કે દેશને હરાવવા માટે દુશ્મન અધિક શક્તિમાન હોવો જરૂરી નથી.

જે પ્રજા જાગ્રત નથી, તેના હાલ શું થાય તે પ્લાસીનું યુદ્ધ બતાવે છે. વામણા આગેવાનો નેતૃત્વનાં મહોરાં પહેરી નીકળી પડે, ત્યારે પ્રજાની સજગતા આવશ્યક બને છે.

આવો, ‘અનામિકા’ના આજના લેખમાં હિંદુસ્તાનનું તકદીર બદલનારી 1757ની ઐતિહાસિક પ્લાસીની લડાઈ પર નજર નાખીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

અનામિકાને પત્રો · ખંડ: ઉત્તર અમેરિકા · ખંડ: એશિયા · વિષય: ઈતિહાસ · વિષય: પરિચય · વિષય: વિજ્ઞાન

અનામિકાને પત્ર: 1809

પ્રિય અનામિકા,

જે રાષ્ટ્ર પોતાની રાષ્ટ્રીય વિરાસતની મહત્તા કે ગરિમાને સમજી શકતો નથી, તે રાષ્ટ્ર કાળની થપેડોને ઝીલી શકતો નથી. જે જાતિ પોતાના વારસાનું સંવર્ધન કરી શકે છે, તે વિશ્વમાં પોતાની અસ્મિતા ઉજાગર કરે છે.

અમેરિકાના સાંસ્કૃતિક ઇતિહાસમાં વર્ષ 1906 નું આગવું મહત્ત્વ છે. 1906માં અમેરિકાના 26મા પ્રમુખ થિયોડોર રુઝવેલ્ટના હસ્તાક્ષર થતાં ‘એન્ટિક્વિટિઝ એક્ટ’ પસાર થયો; પરિણામે ઐતિહાસિક અને પ્રાગ-ઐતિહાસિક સ્થાનો તેમજ ઐતિહાસિક સ્મારકોને નેશનલ મોન્યુમેન્ટ્સ ઘોષિત કરવાનો માર્ગ ખુલ્લો થયો. પ્રેસિડેન્ટ થિયોડોર રુઝવેલ્ટ (ટેડી રૂઝવેલ્ટ) દ્વારા 24 સપ્ટેમ્બર, 1906ના દિને વાયોમિંગ રાજ્યના ડેવિલ્સ ટાવરને અમેરિકાનો સૌ પ્રથમ નેશનલ મોન્યુમેન્ટ જાહેર કરવામાં આવ્યો. તાજેતરમાં પ્રેસિડેંટ બરાક ઓબામાના શાસનકાળમાં 34 સ્થળ નેશનલ મોન્યુમેંટ જાહેર થયા અથવા તેમને યથાયોગ્ય વિકસાવવામાં આવ્યા.

આજે યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં 125 થી વધુ સ્થાનો નેશનલ મોન્યુમેન્ટ ગણાય છે. તેમાં વાયોમિંગ સ્ટેટમાં સ્થિત ડેવિલ્સ ટાવર ઉપરાંત કેલિફોર્નિયા સ્ટેટના ડેવિલ્સ પોસ્ટપાઇલ સમાવિષ્ટ છે. એરિઝોના સ્ટેટ સૌથી વધુ રાષ્ટ્રીય સ્મારકો ધરાવતું અમેરિકન રાજ્ય છે. પ્રશ્ન થાય, અનામિકા, કે અમેરિકાના સૌથી વધારે મુલાકાતીઓ ધરાવતા લોકપ્રિય નેશનલ મોન્યુમેન્ટ કયા? અમેરિકામાં મોસ્ટ વિઝિટર્સ ધરાવતા પોપ્યુલર નેશનલ મોન્યુમેંટ્સમાં ન્યૂ યૉર્ક શહેરના હાર્બરમાં લિબર્ટી આઇલેન્ડ પર સ્ટેચ્યુ ઑફ લિબર્ટી તથા વોશિંગ્ટન ડીસીના લિંકન મેમોરિયલ અને વોશિંગ્ટન મોન્યુમેંટનો સમાવેશ થાય છે.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

અનામિકાને પત્રો · ખંડ: એશિયા · વિષય: ઈતિહાસ · વિષય: કલાક્ષેત્રો · વિષય: જીવનકથા · વિષય: પરિચય

અનામિકાને પત્ર: 1808

. પ્રિય અનામિકા, હીરાલાલ સેન વિશે માહિતી આપવાની તારી વિનંતી મને દુ:ખદ આશ્ચર્ય આપે છે. દુ:ખ એટલા માટે કે હીરાલાલ સેન ભારતીય ફિલ્મ ઉદ્યોગના ઇતિહાસના એક કરુણ, ઉપેક્ષિત પાત્ર છે. આશ્ચર્ય એટલા માટે કે હીરાલાલ સેન જેવા ફિલ્મ-સર્જકના નામ અને કામને બંગાળ સિવાય બહાર ચર્ચે છે કોણ? આમેય, ઇતિહાસને હંમેશા વિવાદો અને અન્યાયો સાથે જ… Continue reading અનામિકાને પત્ર: 1808

અનામિકાને પત્રો · વિષય: ઈતિહાસ · વિષય: ચિંતન/ફિલોસોફી

અનામિકાને પત્ર: 1806

પ્રિય અનામિકા, વિશ્વ રાજકારણના પ્રવાહો ખૂબ ઉકળ્યા પછી ઠંડા પડતા જણાય છે. માનવજાત પર મંડરાયેલાં કાળાં વાદળો વચ્ચે આશાનાં કિરણો ફૂટતાં લાગે છે. તમારી મિત્રમંડળીએ શાંતિના શ્વાસ લઈ આધ્યાત્મિક ચર્ચા ભણી ઝુકાવ્યું તે આવકાર્ય છે. તમારી ચર્ચા અલમોડાના કસાર દેવી અને ક્રેંક્સ રિજની વાતો પ્રતિ દોરાય તે પણ મઝાની વાત. હિમાલયની વાતોએ મને હંમેશા આકર્ષ્યો… Continue reading અનામિકાને પત્ર: 1806

અનામિકાને પત્રો · વિષય: ઈતિહાસ · વિષય: જીવનકથા · વિષય: પરિચય

અનામિકાને પત્ર: 1804

. પ્રિય અનામિકા, તમારા ગ્રુપની ચર્ચા હંમેશા રસપ્રદ હોય છે. તમારી સાથે ફોન પર વાત થતી રહેતી હોય છે, છતાં પત્રની આપલે પણ મઝાની લાગે છે. પત્રલેખનમાં અભિવ્યક્તિને અજબની મોકળાશ મળે છે. વળી વિચારધારાને સરળતાથી વહેવાનો મોકો મળતો હોવાથી પત્રરૂપમાં અભિવ્યક્તિ તેના ફલક અને ગહનતા – બંને મુદ્દે નિરાળી ભાત પાડે છે. ચર્ચા માટે ફેમિનિઝમ… Continue reading અનામિકાને પત્ર: 1804

અનામિકાને પત્રો · ખંડ: એશિયા · વિષય: ઈતિહાસ · વિષય: ચિંતન/ફિલોસોફી · વિષય: પરિચય

અનામિકાને પત્ર: 1803

. પ્રિય અનામિકા, તમારા ફ્રેંચ મિત્ર ઉત્તરાખંડના નીમકરોલી બાબાના ‘કૈંચી ધામ’ આશ્રમની તથા મીરતોલા આશ્રમની મુલાકાતે જવાના છે તે વાત જાણી. ભૂલાતા જતા મીરતોલા અલમોડાના ‘ઉત્તર વૃંદાવન આશ્રમ’ વિશે તમારા મિત્રવર્તુળમાં ચર્ચા થવાની છે તે ય સરસ. ઉત્તરાખંડની તપોભૂમિમાં તો નિજાનંદે રખડવાની મઝા પણ લૂંટવા જેવી!  દુ:ખની વાત એ કે હવે તો આવા આશ્રમો સાથે… Continue reading અનામિકાને પત્ર: 1803

અનામિકાને પત્રો · ખંડ: એશિયા · વિષય: ઈતિહાસ · વિષય: કલાક્ષેત્રો · વિષય: જીવનકથા · વિષય: પરિચય · સંગીત/ચિત્ર/લલિતકલા

અનામિકાને પત્ર: 1801

. પ્રિય અનામિકા, ફિલ્મ જગતની નવાજૂની પરની તમારી નોંધ ઉપયોગી છે. એ વાત સાચી કે ભારતીય સિનેમાના વિકાસની તવારીખનું દસ્તાવેજીકરણ અપૂરતું છે. કેટલીય ક્લાસિક ફિલ્મોની પ્રિંટ જ બચી નથી! અસંખ્ય ફિલ્મોના  નિર્માણ સંબંધી મહત્ત્વની માહિતી મળતી નથી. વિવિધ સ્રોતોથી બોલિવુડનો જે ઇતિહાસ પ્રાપ્ય છે, તેમાં વિશ્વાસપાત્ર એકસૂત્રતા નથી. સંદિગ્ધ રીતે ખૂટતી કડીઓ ઘણી છે. તમારું… Continue reading અનામિકાને પત્ર: 1801