અધ્યામ-ફિલોસોફી · વિષય: ચિંતન/ફિલોસોફી · વિષય: પરિચય

અનામિકાને પત્ર: 1612

. પ્રિય અનામિકા, તમારા ગ્રુપના ત્રણ-ચાર સભ્યો યોગના અભ્યાસાર્થે ભારત આવી રહ્યા છે તે ખુશીની વાત છે. યોગ, પ્રાણાયામ, ચક્રો, નાડીશાસ્ત્ર અને કુંડલિની તમારા મનમાં ઘણા પ્રશ્નો ઊભા કરશે. કુંડલિની જાગૃતિ કોઈ બચ્ચાના ખેલ નથી. આ બધા વિષય કોઈ નિષ્ણાતની હાજરીમાં જ સમજવા, ચર્ચવા અને પ્રેક્ટિસમાં ઉતારવા. કોઈ સમર્થ યોગ-ગુરુજીના માર્ગદર્શનમાં જ યોગાભ્યાસ કરવો. ગુરુ વિના… Continue reading અનામિકાને પત્ર: 1612

અનામિકાને પત્રો · વિષય: ચિંતન/ફિલોસોફી · વિષય: સમાચાર

અનામિકાને પત્ર: 1606

. પ્રિય અનામિકા, સાંપ્રત સમાજની ઘટનાઓ પર તમારા મિત્ર-સમુદાયની વિચાર-ગોષ્ઠિ મને ગમે છે. ગહન અવલોકન, પૃથક્કરણ, તારણ, ચિંતન અને વિચાર-વિનિમય થકી જ્ઞાનવૃદ્ધિ એ વિચારશીલ વર્ગનું આગવું લક્ષણ છે. બ્રેક્ઝિટનાં રિઝલ્ટ પર તારા મિત્રોના પ્રત્યાઘાતો મેં ધ્યાનથી વાંચ્યા છે. રાજકારણ તથા લોકમાનસ બંને અત્યંત જટિલ છે. યુરોપિયન યુનિયનમાં થતો ખળભળાટ તેની સાબિતી છે. એક જમાનાના બે સુપર… Continue reading અનામિકાને પત્ર: 1606

અનામિકાને પત્રો · વિષય: ચિંતન/ફિલોસોફી · વિષય: પરિચય

અનામિકાને પત્ર: 54

. પ્રિય અનામિકા, આગલા પત્રના અનુસંધાને મીરતોલાના આશ્રમની વાત આગળ કરીએ. ઉત્તર ભારતમાં અલમોડા પાસે મીરતોલામાં “ઉત્તર વૃંદાવન આશ્રમ” સ્થાપી શ્રી યશોદામા અને તેમનાં શિષ્ય શ્રી કૃષ્ણપ્રેમ ભક્તિમય જીવન ગાળવા લાગ્યા. શ્રી યશોદામા (મોનિકાદેવી તથા ડો. ચક્રવર્તી)નાં સૌથી નાનાં પુત્રી લલિતા સુશિક્ષિત હતાં, ઘણો સમય યુરોપમાં ઇંગ્લેંડ અને ફ્રાંસ રહેલાં, સારી રીતે ફ્રેંચ જાણતાં. તેમણે… Continue reading અનામિકાને પત્ર: 54

અનામિકાને પત્રો · વિષય: ચિંતન/ફિલોસોફી · વિષય: પરિચય

અનામિકાને પત્ર: 53

. પ્રિય અનામિકા,  ગયા પત્રમાં મેં ડો. જ્ઞાનેન્દ્રનાથ ચક્રવર્તી, મોનિકાદેવી તથા રોનાલ્ડ નિકસનનો પરિચય આપ્યો. વાત આગળ ચલાવીશું? સમય જતાં મોનિકાદેવી ભક્તિમાર્ગ પ્રતિ વળ્યાં. તેમના ભક્તિરંગનો પ્રભાવ નિકસન પર પણ પડતો ગયો. નિકસન મોનિકાદેવીને પૂજ્યભાવથી ગુરુમા લેખતા. મોનિકાદેવીનો વૈરાગ્યભાવ એવો તીવ્ર બન્યો કે પતિની મંજૂરીથી 1928માં તેમણે સંન્યાસ લીધો. ટૂંક સમયમાં રોનાલ્ડ નિકસને પણ સંસાર… Continue reading અનામિકાને પત્ર: 53

અનામિકાને પત્રો · વિષય: ચિંતન/ફિલોસોફી · વિષય: પરિચય

અનામિકાને પત્ર: 52

.  પ્રિય અનામિકા,  તારા બ્રિટીશ મિત્ર દ્વારા અલ્મોડા (અલમોડા, ઉત્તરાખંડ) ના મીરતોલાના “ઉત્તર વૃંદાવન આશ્રમ”ના સુંદર ફોટોગ્રાફ્સ તને મળ્યા, તે ખુશીની વાત. ગુગલ સર્ચ પર ક્યારેક મીરતોલા આશ્રમના ફોટા જોયા હોવાનું મને યાદ છે. મીરતોલા આશ્રમ વિશેની તારી ઉત્સુકતા સંતોષવા પ્રયત્ન કરું છું. અનામિકા! મીરતોલાના “ઉત્તર વૃંદાવન આશ્રમ”ના સ્થાપક શ્રી યશોદામા હતા જે પૂર્વાશ્રમમાં શ્રીમતી… Continue reading અનામિકાને પત્ર: 52

અનામિકાને પત્રો · વિષય: ચિંતન/ફિલોસોફી · વિષય: વિજ્ઞાન

અનામિકાને પત્ર: 47

. પ્રિય અનામિકા, તમારા મિત્રવર્તુળમાં વિજ્ઞાન અને ધર્મના મુદ્દે વિખવાદ થયો તે મને જરાયે ન ગમ્યું. મિત્રોમાં કે ગ્રુપના સભ્યોમાં દ્રષ્ટિબિંદુ ભિન્ન હોઈ શકે, મતમતાંતર હોઈ શકે; હોવા જોઈએ, પરંતુ તેના ફળરૂપે અસહિષ્ણુતા જન્મે, દુર્ભેદ્ય વાડા સર્જાય અને સંવાદ જ શક્ય ન બને તે સમાજના હિતમાં નથી. વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે વિચારોની અર્થપૂર્ણ આપ-લે સમષ્ટિ માટે લાભદાયી… Continue reading અનામિકાને પત્ર: 47

અનામિકાને પત્રો · વિષય: ચિંતન/ફિલોસોફી

અનામિકાને પત્ર: 39

. પ્રિય અનામિકા, ‘નેશનલ જ્યોગ્રાફિક’ના પ્રોજેક્ટ પર તારી મિત્રનું યોગદાન મને ગમ્યું. આફ્રિકાના અંધારા ખૂણાઓમાં આજે પણ લગભગ આદિમ અવસ્થામાં કેટલીક પ્રજાતિઓ વસી રહી છે. તેમની માહિતી દુનિયા સમક્ષ મૂકવી તે અભિનંદનીય યોજના છે. પ્રશ્ન તે પછી ઉદભવે છે. તે જાતિ-પ્રજાતિઓનો ઉત્કર્ષ શી રીતે કરવો? કયા ક્ષેત્રોમાં કેટલા સ્તર સુધી સુધી કરવો? આ સંવેદનશીલ પ્રશ્નો… Continue reading અનામિકાને પત્ર: 39