અનામિકાને પત્રો · ખંડ: યુરોપ · ખંડ:દક્ષિણ અમેરિકા · વિષય: ઈતિહાસ · વિષય: પરિચય · વિષય: સમાચાર

અનામિકાને પત્ર: 1611

. પ્રિય અનામિકા, તમારા મિત્રવર્તુળમાં ક્યુબાના ભૂતપૂર્વ પ્રમુખ ફિડલ કાસ્ટ્રોના અવસાન પછી ચાલેલી ચર્ચા પર મારી નજર રહી છે. તાજેતરમાં ફિડલ કાસ્ટ્રોના દેહાંત પછી નન-અલાઇન્ડ મુવમેન્ટ (NAM), યુગોસ્લાવિયાના માર્શલ ટીટો અને ભારતના પ્રધાન મંત્રી નહેરુથી ઇંદિરા ગાંધી સુધીની વાતો કદાચ ઘણી જગ્યાએ થઈ હશે, પણ તમારા ગ્રુપમાં મેસેડોનની પ્રાચીન રાજધાની આઇગાઇ સુધી ચર્ચા પહોંચી તે… Continue reading અનામિકાને પત્ર: 1611

અનામિકાને પત્રો · ખંડ: ઉત્તર અમેરિકા · વિષય: પરિચય · સંગીત/ચિત્ર/લલિતકલા

અનામિકાને પત્ર: 1610

. પ્રિય અનામિકા, ઇતિહાસમાં આવું જવલ્લે જ બને છે. જ્યારે બને છે ત્યારે આપણે કહીએ છીએ: દુનિયામેં કુછ ભી હો સકતા હૈ! હું સ્મિથસોનિઅન મ્યુઝિયમ્સની વાત કરી રહ્યો છું. તમે બે દિવસ સ્મિથસોનિઅન મ્યુઝિયમ્સની મુલાકાતે જવાના છો તે વાત મને ખુશી આપે છે. વૉશિંગ્ટન ડીસીમાં  સ્મિથસોનિઅન મ્યુઝિયમ્સની વિઝિટ એ તો એક સ્વપ્નું કહેવાય. તાજ્જુબી એ… Continue reading અનામિકાને પત્ર: 1610

અનામિકાને પત્રો · ખંડ: ઉત્તર અમેરિકા · ખંડ: યુરોપ · વિષય: ઈતિહાસ · વિષય: સમાચાર

અનામિકાને પત્ર: 1609

. પ્રિય અનામિકા, મેનહટન, ન્યૂ યૉર્કના ભરચક વિસ્તાર ચેલ્સીમાં થયેલ બોંબ ધડાકાઓએ અમેરિકાને આંચકા આપ્યા છે. અમેરિકાનાં પ્રેસિડેન્ટપદ માટે ઇલેક્શન ડેટ 8 નવેમ્બર આવી પહોંચી છે; હિલેરી ક્લિન્ટન – ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પ્રમુખપદ માટેનો જંગ ચરમ સીમા પર છે. વળી શ્વેત-અશ્વેત વચ્ચે વકરી રહેલ વંશવાદ-રેસિઝમ ચિંતાજનક સમસ્યા છે, ત્યારે આતંકવાદના આ બિહામણા રૂપે અમેરિકાને ધ્રુજાવી… Continue reading અનામિકાને પત્ર: 1609

અંગ્રેજી સાહિત્ય · અનામિકાને પત્રો · ખંડ: યુરોપ · વિષય: ઈતિહાસ · વિષય: સાહિત્ય

અનામિકાને પત્ર: 1608

. પ્રિય અનામિકા, તમારા મિત્રવર્તુળમાં ઇંગ્લિશ લિટરેચર પર બૌદ્ધિક ચર્ચા ચાલે છે તે સારી વાત છે, પરંતુ તમે તેને ઇંગ્લેન્ડના ઇતિહાસના સંદર્ભમાં સમજો તો ચર્ચા વિશેષ રસપ્રદ બનશે તેમ મને લાગે છે. સભ્યતા અને સંસ્કૃતિના વિકાસને સમજવા સર્જન ક્ષેત્રોના વિકાસને સમજવો આવશ્યક છે. આ કામ તમે લાયબ્રેરીની મુલાકાત લીધા પછી વધારે સારી રીતે કરી શકો.… Continue reading અનામિકાને પત્ર: 1608

અનામિકાને પત્રો · ખંડ: ઉત્તર અમેરિકા · વિષય: ઈતિહાસ · વિષય: પરિચય

અનામિકાને પત્ર: 1607/2

. પ્રિય અનામિકા, તમે ન્યૂ યૉર્ક શહેર સાથે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી – લિબર્ટી આઇલેન્ડ – એલિસ આઇલેન્ડની ટ્રીપ પ્લાન કરી છે? ખૂબ સરસ. ન્યૂ યૉર્ક હાર્બરની શોભા વધારતું સ્ટેચ્યુ ઓફ લિબર્ટી માત્ર અમેરિકા માટે જ નહીં, સમગ્ર વિશ્વ માટે ગૌરવનું મોન્યુમેન્ટ છે. ફ્રાન્સની પ્રજાએ અમેરિકાને ભેટ કરેલ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ફ્રાન્સના શિલ્પકાર ફ્રેડરિક બાર્થોલ્ડી અને… Continue reading અનામિકાને પત્ર: 1607/2

અનામિકાને પત્રો · વિષય: પરિચય · વિષય: વિજ્ઞાન · વિષય: સમાચાર

અનામિકાને પત્ર: 1607

. પ્રિય અનામિકા, હમણાં હું યુએન ટ્રિબ્યુનલના ચુકાદાથી ચીનને પડેલી લપડાકની અસરો પર વિચારી રહ્યો હતો. દક્ષિણ ચાઇના સાગર (સાઉથ ચાઇના સી) પર ચીનના દાવા અંગે યુનાઇટેડ નેશન્સની ઇંટરનેશનલ ટ્રિબ્યુનલનો ફેંસલો ચીનની વિરુદ્ધમાં આવ્યો છે. નાના-મોટા અઢીસો જેટલા ટાપુઓ ધરાવતા 35 લાખ સ્ક્વેર કિલોમીટરના દક્ષિણ ચાઇના સાગર (સાઉથ ચાઇના સી) પર ચીન, ફિલિપાઇન્સ, વિયેતનામ, કંબોડિયા… Continue reading અનામિકાને પત્ર: 1607

અનામિકાને પત્રો · વિષય: ચિંતન/ફિલોસોફી · વિષય: સમાચાર

અનામિકાને પત્ર: 1606

. પ્રિય અનામિકા, સાંપ્રત સમાજની ઘટનાઓ પર તમારા મિત્ર-સમુદાયની વિચાર-ગોષ્ઠિ મને ગમે છે. ગહન અવલોકન, પૃથક્કરણ, તારણ, ચિંતન અને વિચાર-વિનિમય થકી જ્ઞાનવૃદ્ધિ એ વિચારશીલ વર્ગનું આગવું લક્ષણ છે. બ્રેક્ઝિટનાં રિઝલ્ટ પર તારા મિત્રોના પ્રત્યાઘાતો મેં ધ્યાનથી વાંચ્યા છે. રાજકારણ તથા લોકમાનસ બંને અત્યંત જટિલ છે. યુરોપિયન યુનિયનમાં થતો ખળભળાટ તેની સાબિતી છે. એક જમાનાના બે સુપર… Continue reading અનામિકાને પત્ર: 1606

અનામિકાને પત્રો · અમદાવાદ · વિષય: ઈતિહાસ · વિષય: કલાક્ષેત્રો · વિષય: જીવનકથા

અનામિકાને પત્ર: 35

*  . પ્રિય અનામિકા, અમદાવાદના નાટ્યગૃહ “જયશંકર સુંદરી હૉલ” ના સમાચાર અમેરિકા તમારા સુધી પહોંચ્યા તે વાતથી મને શરમ સાથે વ્યથા થાય છે. ગુજરાતમાં નાટ્યપ્રવૃત્તિઓની -થિયેટ્રીકલ એક્ટિવિટીઝની ઉપેક્ષાનો ચિતાર જયશંકર સુંદરી હૉલની કરુણ દુર્દશા પરથી મળે! એક જમાનામાં અમદાવાદમાં ટાઉન હૉલ, પ્રેમાભાઈ હૉલ, ટાગોર હૉલ, જયશંકર સુંદરી હૉલ,  ઠાકોરભાઈ દેસાઈ હૉલ,… પ્રત્યેકનું સ્થાન હતું. અમે… Continue reading અનામિકાને પત્ર: 35

અનામિકાને પત્રો · ખંડ: એશિયા · ખંડ: યુરોપ · મહાયોગી શ્રી અરવિંદ · વિષય: ચિંતન/ફિલોસોફી · વિષય: જીવનકથા

અનામિકાને પત્ર: 34

 . પ્રિય અનામિકા, શ્રી અરવિંદની કિશોરાવસ્થાથી યુવાવસ્થાની જીવનયાત્રા પર આપણે દ્રષ્ટિપાત કરી રહ્યા છીએ. બારેક વર્ષની ઉંમરે શ્રી અરવિંદ લંડન પહોંચ્યા અને તેમણે સેંટ પૉલ સ્કૂલમાં અભ્યાસ શરૂ કર્યો. અહીં શ્રી અરવિંદનો અભ્યાસ અંગ્રેજી, ફ્રેંચ, લેટિન ઉપરાંત ગ્રીક, ઇટાલિયન અને જર્મન ભાષામાં પણ વિસ્તર્યો. આ વર્ષોમાં પિતા તરફથી આર્થિક સહાય જરા અનિયમિત થતાં તેમને ભારે… Continue reading અનામિકાને પત્ર: 34