અમેરિકા-ઇંગ્લેન્ડની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ જંગી ડોનેશન તથા એન્ડાઉમેન્ટથી માલામાલ
પશ્ચિમી દેશોમાં શૈક્ષણિક સંસ્થાનોને માતબર રકમનાં ડોનેશન મળતાં હોય છે. અમેરિકા અને યુરોપમાં બહુકરોડપતિ ઉદ્યોગપતિઓ, વ્યાપારીઓ અને કંપનીઓ પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાઓને વિભિન્ન એસેટનાં દાન આપતાં હોય છે. હાર્વર્ડ, સ્ટેનફોર્ડ, એમઆઇટી જેવી અમેરિકન યુનિવર્સિટીઓ તથા ઑક્સફોર્ડ-કેમ્બ્રિજ જેવી ઇંગ્લેંડની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ પાસે જંગી ફંડ અને પ્રોપર્ટી જમા થતાં હોય છે. પરિણામે અમેરિકા અને યુરોપની શિક્ષણ સંસ્થાઓ આવાં ‘એન્ડાઉમેન્ટ’ અને ડોનેશનના ઉપયોગથી વિશાળ પાયા પર સંશોધન કાર્યક્રમો અને એકેડેમિક પ્રવૃત્તિઓ ચલાવી શકે છે.
તાજેતરમાં ઇંગ્લેન્ડ (યુનાઇટેડ કિંગ્ડમ) ના પ્રાચીનતમ વિશ્વવિદ્યાલય ઑક્સફર્ડ યુનિવર્સિટીને સૌથી મોટું – 150 મિલિયન પાઉન્ડ – નું અભૂતપૂર્વ ડોનેશન મળ્યું છે. છેલ્લા પાંચસો વર્ષના ઇતિહાસમાં ઑક્સફોર્ડ યુનિવર્સિટીને આટલી મોટી રકમનું ‘સિંગલ ડોનેશન’ ક્યારેય મળ્યું નથી! અમેરિકાના સ્ટિફન શ્વાર્ઝમેન નામના બહુકરોડપતિ બિઝનેસમેને ઑક્સફર્ડને આ ડોનેશન આપ્યું છે.
અમેરિકાની યુનિવર્સિટીઓને બિલ ગેટ્સ સહિત અનેક ઉદ્યોગપતિઓ – ધનપતિઓએ ભૂતકાળમાં જંગી રકમનાં દાન આપેલાં છે. વળી અમેરિકા અને ઇંગ્લેન્ડની યુનિવર્સિટીઓ પાસે ખૂબ મોટાં એન્ડાઉમેન્ટ (એન્ડૉવમેન્ટ) હોય છે. (અહીં) એન્ડાઉમેન્ટ એટલે કોઈ શિક્ષણ સંસ્થાને મળતી મોટી રકમ (દાન) અથવા વિભિન્ન એસેટ, કે જેના યોગ્ય લાંબા ગાળાના રોકાણથી સંસ્થાની પ્રવૃત્તિઓ ચાલતી રહે.
‘અનામિકા’ના વાચકમિત્રો નવાઈ પામશે કે મસમોટાં ડોનેશન અને તગડાં એન્ડાઉમેન્ટને લીધે ત્યાંની યુનિવર્સિટીઓ કેવી માલામાલ થઈ ગઈ છે! અરે! ગુજરાત સરકારના શિક્ષણ ક્ષેત્ર માટેના વાર્ષિક બજેટ કરતાં નવ-દસ ગણું મોટું એન્ડાઉમેન્ટ તો અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટી પાસે છે! આપને સમજાશે કે વિદેશની પ્રસિદ્ધ યુનિવર્સિટીઓમાં શિક્ષણનાં સ્તર ઊંચાં શા માટે છે!
આવો, ‘અનામિકા’ના આજના લેખમાં આપણે વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓનાં શિક્ષણ સ્તરને સમજવા તેમનાં ડોનેશન, એન્ડાઉમેન્ટ અને બજેટ પર નજર નાખીએ.
[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]