અનામિકાને પત્ર: 1810
પ્રિય અનામિકા,
બીબીસીની ‘બ્લ્યુ પ્લેનેટ’ અંગે તમારા ગ્રુપની વિડીયો ક્લિપ મને ખૂબ જ ગમી. તમારું ગ્રુપ મરીન પોલ્યુશન પર જાગૃતિ જગાવી રહ્યું છે તે પ્રશંસાપાત્ર છે.
કદાચ બે ત્રણ મહિના પહેલાં તેં એક પત્રમાં ‘વોગ’ મેગેઝિનના લેખનો ઉલ્લેખ કરેલ જેમાં યુકેની મોસ્ટ ઇન્ફ્લ્યુએન્શિયલ વિમેનની યાદી હતી. તેમાં ખ્યાતનામ કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે બાયોટેકનોલોજીમાં સંશોધન કરતાં ભારતીય મહિલા વૈજ્ઞાનિક પ્રિયંકા જોશીનું નામ મને ચમકાવી ગયું હતું. યુવાન ભારતીય બાયો ટેકનોલોજીસ્ટ પ્રિયંકા જોશી કેમ્બ્રિજમાં પ્રોટીન અને અલ્ઝાઇમર ડિસીઝને લગતી રીસર્ચના કારણે પ્રસિદ્ધિ પામ્યં છે. તેમનું નામ મેગાન માર્કલ (ડચેસ ઓફ સસેક્સ), ‘હેરી પોટર’ ફેઇમ જેકે રાઉલિંગ અને ‘બ્લ્યુ પ્લેનેટ ભાગ 2’ ફેઇમ ઓર્લા ડોહર્ટી સાથે વાંચીને મને પ્રિયંકા જોશી માટે વિશેષ માન થયું હતું.
‘બ્લ્યુ પ્લેનેટ’ની ક્લિપ જોતાં ઓર્લા ડોહર્ટી સાથે ઘણાં બધાં નામ સામે આવે છે.
[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]