અનામિકાને પત્રો · વિષય: ઈતિહાસ · વિષય: પરિચય

અનામિકાને પત્ર: 1602

  . પ્રિય અનામિકા,   અમેરિકામાં પ્રેસિડેન્ટની ચૂંટણી પૂર્વેની પ્રાયમરીઝ ગરમાવો લાવી રહી છે. હવે તો ‘સુપર ટ્યુઝડે’ આવી પહોંચ્યો છે. પ્રાયમરીઝમાં ડેમોક્રેટિક ઉમેદવાર તરીકે હિલેરી ક્લિંટન અને રીપબ્લિકન ઉમેદવાર તરીકે ડોનાલ્ડ ટ્રંપ અત્યારે તો પ્રમુખપદની રેસમાં આગળ લાગે છે. તમારા મિત્રવર્તુળે બનાવેલ સ્ટડીગ્રુપ ખરેખર આવકારદાયક પગલું છે. ગ્રુપના કેટલાક મેમ્બર્સ ‘વોટ્સએપ’ પર અને ઈ-મેઈલ… Continue reading અનામિકાને પત્ર: 1602

અધ્યામ-ફિલોસોફી · અનામિકાને પત્રો · વિષય: પરિચય

અનામિકાને પત્ર: 1501

.   પ્રિય અનામિકા, કરવટ બદલતા ઇતિહાસ પર તારા વિચારો મેં વાંચ્યા. વિશ્વના પટ પર દિન-પ્રતિ-દિન નવી નવી રેખાઓ અંકાઈ રહી છે. આટલી ત્વરાથી આવી ઘટનાઓ બનતી રહી હોય તેવું ઇતિહાસમાં બહુ ઓછી વાર બન્યું હશે. અમેરિકા, રશિયા, ચીન, જાપાન કે યુરોપનો કોઈ દેશ હોય; દરેકને ભારત સાથે હાથ મિલાવવા ગમે છે. હેતુ સ્વાર્થ સાધવાનો… Continue reading અનામિકાને પત્ર: 1501

અનામિકાને પત્રો

અનામિકાને પત્ર: 50

. પ્રિય અનામિકા, મને સ્વપ્ને ય ખ્યાલ ન હતો કે મારો આ પચાસમો સુવર્ણજયંતિ પત્ર આવા વિષય પર લખવો પડશે!!! મુંબઈ શહેર પર ત્રાસવાદી હુમલાએ સમગ્ર ભારત દેશમાં આતંકના ઓછાયા પાથર્યા. ભારત દેશના જ નહીં, માનવજાતના ઇતિહાસમાં એક કાળું, કલંકિત પ્રકરણ ઉમેરાયું. અનામિકા! માનવતાને લજાવતાં આવાં ઘૃણાસ્પદ અમાનવીય કૃત્યોને વખોડવા માટે શબ્દો ઓછા જ પડે!… Continue reading અનામિકાને પત્ર: 50

અનામિકાને પત્રો · ખંડ: યુરોપ · વિષય: ઈતિહાસ · વિષય: પરિચય

અનામિકાને પત્ર: 49

પ્રિય અનામિકા, ગયા પત્રના અનુસંધાને વાત આગળ ચલાવું? ઇસ 1509માં ઇંગ્લેન્ડની ગાદીએ રાજા હેન્રી આઠમાનો રાજ્યાભિષેક થયો. તેણે પોતાના ભાઈની વિધવા કેથેરાઇન ઓફ આર્ગન સાથે લગ્ન કર્યાં; પણ છૂટાછેડા લેવા નિર્ણય કર્યો. રાજા હેન્રી આઠમાને આ નિર્ણય બાબતે રોમના ખ્રિસ્તી કેથલિક ચર્ચના વડા ધર્મગુરુ પોપ સાથે વાંકું પડ્યું અને તેણે રોમના કેથલિક ચર્ચ સાથે છેડો… Continue reading અનામિકાને પત્ર: 49

અનામિકાને પત્રો · ખંડ: યુરોપ · વિષય: ઈતિહાસ · વિષય: પરિચય

અનામિકાને પત્ર: 48

. પ્રિય અનામિકા, તમારા મિત્રવર્તુળમાં શેખર કપૂરની ફિલ્મ ‘એલિઝાબેથ’ પર મુદ્દા ઊઠ્યા તે સ્વાભાવિક છે.  કેટલીક આંટીઘૂંટીઓ સમજમાં ન આવી ને? આ પ્રકારની ફિલ્મનો સાચો આસ્વાદ માણવા ઇંગ્લેન્ડનો ઇતિહાસ સમજવો જરૂરી છે. બીજી એક વાત કહું? શેક્સપિયરની રાજકીય કાવતરાસભર લોહિયાળ ટ્રેજેડિઝની પાર્શ્વભુમિકા સમજવા ઇંગ્લેન્ડનો ઇતિહાસ જાણવો જોઇએ. આઠમા-નવમા ધોરણમાં ભારત અને વિશ્વનો ઇતિહાસ ભણતાં ભણતાં ઇંગ્લિશ… Continue reading અનામિકાને પત્ર: 48

અનામિકાને પત્રો · વિષય: ચિંતન/ફિલોસોફી · વિષય: વિજ્ઞાન

અનામિકાને પત્ર: 47

. પ્રિય અનામિકા, તમારા મિત્રવર્તુળમાં વિજ્ઞાન અને ધર્મના મુદ્દે વિખવાદ થયો તે મને જરાયે ન ગમ્યું. મિત્રોમાં કે ગ્રુપના સભ્યોમાં દ્રષ્ટિબિંદુ ભિન્ન હોઈ શકે, મતમતાંતર હોઈ શકે; હોવા જોઈએ, પરંતુ તેના ફળરૂપે અસહિષ્ણુતા જન્મે, દુર્ભેદ્ય વાડા સર્જાય અને સંવાદ જ શક્ય ન બને તે સમાજના હિતમાં નથી. વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે વિચારોની અર્થપૂર્ણ આપ-લે સમષ્ટિ માટે લાભદાયી… Continue reading અનામિકાને પત્ર: 47

અનામિકાને પત્રો · ખંડ: ઉત્તર અમેરિકા · ખંડ: યુરોપ · વિષય: જીવનકથા · વિષય: વિજ્ઞાન

અનામિકાને પત્ર: 46

. પ્રિય અનામિકા, આઇન્સ્ટાઇનના જીવન વિશે ગયા પત્રના અનુસંધાને આગળ લખું? 1905માં આઇન્સ્ટાઇનના જીવનમાં નવો વળાંક આવ્યો. 26 વર્ષના આઇન્સ્ટાઇનનું રીસર્ચ પેપર એક જર્મન મેગેઝિનમાં પ્રસિદ્ધ થયું. ભૌતિકશાસ્ત્રના મૂળભૂત ખ્યાલોને સ્પર્શતા તેમના સંશોધનથી દુનિયાના વૈજ્ઞાનિકો દંગ થઈ ગયા. હવે આઇન્સ્ટાઇન પહેલાં યુનિવર્સિટી ઓફ ઝ્યુરિચ (સ્વિટ્ઝર્લેન્ડ)માં તથા પછી 1911માં પ્રાગ (ઝેકોસ્લોવાકિયા) ની યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક નીમાયા. અનામિકા!… Continue reading અનામિકાને પત્ર: 46

ખંડ: ઉત્તર અમેરિકા · ખંડ: યુરોપ · વિષય: જીવનકથા · વિષય: વિજ્ઞાન

અનામિકાને પત્ર: 45

.   પ્રિય અનામિકા, તમારા જર્મન મિત્ર સાથેની તમારી ચર્ચાના મુદ્દા મેં વાંચ્યા. સરસ. બ્રહ્માંડની ઉત્પત્તિનાં રહસ્યોને ઉકેલવા થઈ રહેલા બિગ બેંગ પ્રયોગની વાતો અને જીનિવા-સ્થિત અણુ સંશોધન સંસ્થા સર્ન (CERN) થી શરૂ થયેલી તમારી વાતો મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇન સુધી પહોંચી તે જાણ્યું. આઇન્સ્ટાઇન વિશેના તારા પ્રશ્નો હું આવકારું છું. અનામિકા! આલ્બર્ટ આઇન્સ્ટાઇન (Albert Einstein)ની… Continue reading અનામિકાને પત્ર: 45

અનામિકાને પત્રો · ખંડ: યુરોપ · વિષય: ઈતિહાસ

અનામિકાને પત્ર: 44

. પ્રિય અનામિકા, અમેરિકાને થથરાવી દેતા હરિકેન ગુસ્તાવના સમાચાર કેવી ઉત્તેજના ફેલાવી ગયા છે! જો કે આ ઝંઝાવાત વિશે હજી સ્પષ્ટ ચિત્ર નથી, પણ ચિંતાજનક નહીં હોય તેવો આશાવાદ પણ છે. અહીં બિહારમાં કોસી નદી અકથ્ય તારાજી સર્જી રહી છે. કોસીનું તાંડવ ભારતીય અર્થતંત્રને રોળી નાખશે. પૃથ્વીના અમંગળની નિશાનીઓ તરફ હવે આંખો મીંચવા જેવી નથી.… Continue reading અનામિકાને પત્ર: 44

અનામિકાને પત્રો · વિષય: સાહિત્ય

અનામિકાને પત્ર: 43

. પ્રિય અનામિકા, ઉત્તર ધ્રુવની હિમશિલાઓ વિશે મીડિયાના રિપોર્ટસ ચિંતાજનક છે. હિમાલય અને હિમાલયની નદીઓ વિશેની તારી ભીતિ વ્યાજબી છે. અનામિકા! હિમાલયનું નામ લેતાં મારા મનપ્રદેશ પર સંસ્કૃત સાહિત્યનાં સર્જનો ઊમટે છે. આગળના એક પત્રમાં તને કવિકુલગુરુ ભાસના ‘સ્વપ્નવાસવદત્તમ્’ ની વાત કરી હતી. આજે ફરી સંસ્કૃત સાહિત્ય પર નજર નાખીશું? હિમાલયની વાત કરીએ તો મહાકવિ કાલિદાસનાં… Continue reading અનામિકાને પત્ર: 43