વિષય: પરિચય · વિષય: વિજ્ઞાન · વિષય: સમાચાર

બિગ ડેટા

વિજ્ઞાન માનવજીવનમાં વણકલ્પ્યાં પરિવર્તનો લાવી રહ્યું છે. માનવીના જીવનના દૈનિક વ્યવહારો હોય, આનંદપ્રમોદની પ્રવૃત્તિઓ હોય કે આર્થિક-વ્યાવસાયિક પ્રવૃત્તિઓ હોય, બધે જ ભિન્ન ભિન્ન ટેકનોલોજી છવાતી જાય છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) માનવને સ્પર્શતા તમામ ક્ષેત્રોમાં પ્રવેશી ચૂકી છે. સાયન્સ અને ટેકનોલોજી જીવનના પ્રત્યેક પાસાનાં અભિન્ન અંગ બની ગયાં છે.

બિગ ડેટા, ક્લાઉડ ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપણા વર્તમાનને જ નહીં, ભવિષ્યને પણ ઘડી રહ્યાં છે.

પહેલો પ્રશ્ન થાય: બિગ ડેટા શું છે?

સુવિકસિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિવહન અને સંચાર વ્યવસ્થાઓએ વૈશ્વિક આર્થિક વ્યવહારોને સરળ કર્યા છે.  બહુરાષ્ટ્રીય વાણિજ્ય વ્યવસ્થામાં ઉત્પાદનો તથા સેવાઓ વિપુલ માત્રામાં ઉપલબ્ધ છે. અહીં પ્રત્યેક સ્તર પર માહિતીની આપલે થાય છે. ફળસ્વરૂપે, ઇન્ફર્મેશન ટેકનોલોજીનો અકલ્પ્ય વિકાસ થયો છે.

જાહેર – ખાનગી એકમો અને સંસ્થાઓને જંગી પ્રમાણમાં ડેટાની આવશ્યકતા રહે છે. આજના વિશ્વમાં રોજે રોજ પ્રચંડ માત્રામાં ડેટા – “બિગ ડેટા” જનરેટ થાય છે. આવા સ્ટ્રક્ચર્ડ-અનસ્ટ્રક્ચર્ડ ડેટાને ઉચિત રીતે સ્ટોર કરી તેની ત્વરિત, પરિણામલક્ષી એનાલિસિસ કરવામાં પ્રણાલિકાગત કમ્પ્યુટર સિસ્ટમ્સ અને સોફ્ટવેર્સ સક્ષમ હોતાં નથી. તેના માટે બિગ ડેટા એનાલિટિક્સની જરૂર પડે છે.

બિગ ડેટાનો સંબંધ આવા અતિ જંગી માત્રાના ડેટા સાથે તો છે જ, તે ઉપરાંત તેના પર થતી પ્રૉસેસિંગ અને એનાલિટિકલ મેથડ્સ સાથે પણ છે. બિગ ડેટા અને હડૂપ આજે ‘બઝ વર્ડ્ઝ્સ’ બન્યાં છે.

આવો, ‘અનામિકા’ના આજના લેખમાં બિગ ડેટા, બિગ ડેટા એનાલિટિક્સ તથા હડૂપ વિશે સરળ ભાષામાં જાણીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

ખંડ: એશિયા · વિષય: પરિચય

મુંબઈની રોમાંચક ટ્રાઇએન્ગ્યુલર, ક્વૉડ્રેન્ગ્યુલર અને પેન્ટેન્ગ્યુલર ક્રિકેટ મેચો

ભારતમાં ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ક્રિકેટની રમત ખીલવા લાગી, ત્યારે બોમ્બે (મુંબઈ) તેના કેંદ્રસ્થાને હતું. 1880 પછી તો બોમ્બેની પારસી ક્રિકેટ ક્લબની ટીમે ઇંગ્લેન્ડના પ્રવાસો પણ કર્યા.

અંગ્રેજોએ હિંદુસ્તાનમાં ક્લબ કલ્ચરના પાયા નાખ્યા. સ્પોર્ટ્સની પ્રવૃત્તિઓ કરતી ક્લબો જિમખાના તરીકે ઓળખાતી. બૉમ્બે જીમખાના અને પારસી ક્રિકેટ ક્લબ પછી હિંદુ જીમખાનાના સભ્યો પણ ક્રિકેટ રમવા લાગ્યા. તે સૌ વચ્ચે મુંબઈમાં ત્રિપાંખિયા- ત્રિકોણીય સ્પર્ધાઓ રમાતી થઈ અને તે ફૂલીફાલીને ચતુરંગી અને પચરંગી ક્રિકેટ સ્પર્ધાઓમાં ફેરવાઈ. 1910-1950 વચ્ચેના દાયકાઓમાં તો મુંબઈની ટ્રાઇએંગ્યુલર, ક્વૉડ્રેન્ગ્યુલર તથા પેન્ટાન્ગ્યુલર ટુર્નામેન્ટો વિશ્વમાં ખ્યાતિ પામી. મુંબઈની આ ટુર્નામેન્ટોએ ભારતમાં પ્રથમ કક્ષાના ક્રિકેટમાં નવા રંગો પૂર્યા. ભારતીય ક્રિકેટના મહાન સિતારાઓ સી કે નાયડુ, વિજય હઝારે, વિજય મર્ચન્ટ આદિ બોમ્બેના ક્વૉડ્રેન્ગ્યુલર-પેન્ટેન્ગ્યુલર ક્રિકેટમાં ચમક્યા હતા.

આવો, ‘અનામિકા’ના આજના લેખમાં મુંબઈની ટ્રાઇએન્ગ્યુલર, ક્વૉડ્રેન્ગ્યુલર તથા પેન્ટાન્ગ્યુલર ટુર્નામેન્ટ્સ પર ઊડતી નજર નાખીએ તેમજ ભારતીય ક્રિકેટના વિસરાતા જતા અતીતને તાજો કરીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

ખંડ: ઉત્તર અમેરિકા · ખંડ: યુરોપ · વિષય: સમાચાર

અમેરિકા-ઇંગ્લેન્ડની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ જંગી ડોનેશન તથા એન્ડાઉમેન્ટથી માલામાલ

પશ્ચિમી દેશોમાં શૈક્ષણિક સંસ્થાનોને માતબર રકમનાં ડોનેશન મળતાં હોય છે. અમેરિકા અને યુરોપમાં બહુકરોડપતિ ઉદ્યોગપતિઓ, વ્યાપારીઓ અને કંપનીઓ પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાઓને વિભિન્ન એસેટનાં દાન આપતાં હોય છે. હાર્વર્ડ, સ્ટેનફોર્ડ, એમઆઇટી જેવી અમેરિકન યુનિવર્સિટીઓ તથા ઑક્સફોર્ડ-કેમ્બ્રિજ જેવી ઇંગ્લેંડની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ પાસે જંગી ફંડ અને પ્રોપર્ટી જમા થતાં હોય છે. પરિણામે  અમેરિકા અને યુરોપની શિક્ષણ સંસ્થાઓ આવાં ‘એન્ડાઉમેન્ટ’ અને ડોનેશનના ઉપયોગથી વિશાળ પાયા પર સંશોધન કાર્યક્રમો અને એકેડેમિક પ્રવૃત્તિઓ ચલાવી શકે છે.

તાજેતરમાં ઇંગ્લેન્ડ (યુનાઇટેડ કિંગ્ડમ) ના પ્રાચીનતમ  વિશ્વવિદ્યાલય ઑક્સફર્ડ યુનિવર્સિટીને સૌથી મોટું – 150 મિલિયન પાઉન્ડ – નું અભૂતપૂર્વ ડોનેશન મળ્યું છે. છેલ્લા પાંચસો વર્ષના ઇતિહાસમાં ઑક્સફોર્ડ યુનિવર્સિટીને આટલી મોટી રકમનું ‘સિંગલ ડોનેશન’ ક્યારેય મળ્યું નથી! અમેરિકાના સ્ટિફન શ્વાર્ઝમેન નામના બહુકરોડપતિ બિઝનેસમેને ઑક્સફર્ડને આ ડોનેશન આપ્યું છે.

અમેરિકાની યુનિવર્સિટીઓને બિલ ગેટ્સ સહિત અનેક ઉદ્યોગપતિઓ – ધનપતિઓએ ભૂતકાળમાં જંગી રકમનાં દાન આપેલાં છે. વળી અમેરિકા અને ઇંગ્લેન્ડની યુનિવર્સિટીઓ પાસે ખૂબ મોટાં એન્ડાઉમેન્ટ (એન્ડૉવમેન્ટ) હોય છે. (અહીં) એન્ડાઉમેન્ટ એટલે કોઈ શિક્ષણ સંસ્થાને મળતી મોટી રકમ (દાન) અથવા વિભિન્ન એસેટ, કે જેના યોગ્ય લાંબા ગાળાના રોકાણથી સંસ્થાની પ્રવૃત્તિઓ ચાલતી રહે.

‘અનામિકા’ના વાચકમિત્રો નવાઈ પામશે કે મસમોટાં ડોનેશન અને તગડાં એન્ડાઉમેન્ટને લીધે ત્યાંની યુનિવર્સિટીઓ કેવી માલામાલ થઈ ગઈ છે! અરે! ગુજરાત સરકારના શિક્ષણ ક્ષેત્ર માટેના વાર્ષિક બજેટ કરતાં નવ-દસ ગણું મોટું એન્ડાઉમેન્ટ તો અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટી પાસે છે! આપને સમજાશે કે વિદેશની પ્રસિદ્ધ યુનિવર્સિટીઓમાં શિક્ષણનાં સ્તર ઊંચાં શા માટે છે!

આવો, ‘અનામિકા’ના આજના લેખમાં આપણે વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓનાં શિક્ષણ સ્તરને સમજવા તેમનાં ડોનેશન, એન્ડાઉમેન્ટ અને બજેટ પર નજર નાખીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

વિષય: વિજ્ઞાન · વિષય: સમાચાર

વિશ્વમાં એન્ટિબાયોટિક રેસિસ્ટન્સની સમસ્યા: બિનઅસરકારક થતી એન્ટિમાઇક્રોબિયલ દવાઓ

રોગજન્ય જીવાણુઓ કે પેથોજેનિક ઓર્ગેનિઝમ્સથી થતા રોગોના ઉપચાર માટેની દવાઓ એન્ટિબાયોટિક્સ કે એંટિમાઇક્રોબિયલ્સ કહેવાય છે.

માઇક્રોઓર્ગેનિઝમ્સથી થતા ઇન્ફેક્શન્સ વધતાં જાય છે; સાથે એન્ટિબાયોટિક કે એન્ટિમાઇક્રોબિયલ દવાઓનો ઉપયોગ આડેધડ વધતો જાય છે. વિવેકહીન ઉપયોગના પરિણામે એન્ટિમાઇક્રોબિયલ રેસિસ્ટન્સ (એએમઆર AMR) વધતો જાય છે અને ઇન્ફેક્શનો સામે એન્ટિબાયોટિક દવાઓની અસરકારકતા ઘટવા લાગી છે.

ભારતમાં જ નહીં, વિશ્વભરમાં સ્વાસ્થ્ય-આરોગ્ય ક્ષેત્રે એન્ટિબાયોટિક રેસિસ્ટન્સની સમસ્યા પડકારરૂપ બની છે.

આયુર્વેદિક મેડિસિન હોય કે એલોપેથિક, એ જરૂરી છે કે ઔષધ-દવાના સેવનમાં માત્રા, સેવન-પદ્ધતિ, સમય અને સારવારની અવધિ માટેનાં ચિકિત્સકનાં તમામ સૂચનોનું પાલન થવું જોઈએ. પેથોજેનિક માઇક્રોઓર્ગેનિઝમ્સ (શરીરમાં રોગ પેદા કરતા જીવાણુઓ) સામે લડવા એન્ટિમાઇક્રોબિયલ મેડિસિનનો ઉપયોગ યોગ્ય રીતે ન થાય, તેવા કિસ્સામાં માઇક્રોઓર્ગેનિઝમ્સ તે એન્ટિમાઇક્રોબિયલ સામે પ્રતિરોધ શક્તિ મેળવી શકે છે. આમ થતું રહે તો તે જીવાણુ સામે એન્ટિમાઇક્રોબિયલ દવાની અસરકારકતા ઘટતી જાય છે. ફલત: એન્ટિમાઇક્રોબિયલ રેસિસ્ટન્સ ડેવલપ થતો જાય છે. આજે ‘સુપર બગ’ કહેવાતા ડ્રગ-રેસિસ્ટંટ માઇક્રોર્ગેનિઝમ્સ વધતાં જાય છે.

ઘણા ઇન્ફેક્શન માટે એન્ટિબાયોટિક દવાઓનો ઉપયોગ અનિવાર્ય બને છે. જો આવા ઇન્ફેક્શન વકરી જાય કે બેકાબૂ બની જાય તો દર્દીના જીવ પર જોખમ ઊભું થાય છે. આવા સંજોગોમાં જો જીવાણુઓએ એન્ટિબાયોટિક્સ  સામે પ્રતિરોધકતા હાસિલ કરી લીધી હોય, તો રોગ જીવલેણ નીવડે છે.

એન્ટિબાયોટિક રેસિસ્ટન્સ આજે ફાર્માસ્યુટિકલ અને હેલ્થ-કેર ઉદ્યોગ માટે ભારે મોટો પ્રશ્ન છે.

આવો, ‘અનામિકા’ ના આજના લેખમાં એન્ટિબાયોટિક રેસિસ્ટન્સ અને ‘સુપર બગ્સ’ વિશે જાણીએ તથા એન્ટિમાઇક્રોબિયલ દવાઓની ઓસરતી જતી અસરકારકતાને સમજીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

અનામિકાને પત્રો · વિષય: પરિચય

વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ: કેટલીક પ્રસિદ્ધ યુનિવર્સિટીઓની ઝલક

વિશ્વની પ્રથમ શ્રેણીની યુનિવર્સિટીઓમાં યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની શ્રેષ્ઠતમ કોલેજો તથા યુનિવર્સિટીઓ ઉચ્ચ સ્થાન પામે છે.

દુનિયાની શ્રેષ્ઠ શિક્ષણસંસ્થાઓનાં નામ લેવાય તો યુએસએની હાર્વર્ડ, એમઆઇટી અને સ્ટેનફર્ડ સાથે યુકેની ઑક્સફર્ડ અને કેમ્બ્રિજ આદિ યુનિવર્સિટીઓ પ્રથમ હરોળમાં આવે. આમ છતાં શિક્ષણ ક્ષેત્રે અમેરિકન એજ્યુકેશનલ ઇન્સ્ટીટ્યુટ્સની વિશેષ મહત્તા છે. ઇંગ્લેન્ડની પ્રાચીન યુનિવર્સિટીઓ ઑક્સફર્ડ અને કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય છે. સંયુક્ત રીતે ઑક્સબ્રિજના નામે ઓળખાતી આ બે બ્રિટીશ યુનિવર્સિટીઓ અમેરિકાની  હાર્વર્ડ – એમઆઇટી – સ્ટેનફર્ડની પ્રતિષ્ઠા સાથે સ્પર્ધા કરી શકે છે.

અહીં પ્રશ્ન ઊભો થાય કે એજ્યુકેશનના ફિલ્ડમાં શ્રેષ્ઠ યુનિવર્સિટી કે કોલેજ કયા આધારે ગણવી? આવી શિક્ષણસંસ્થાઓને ક્રમાંક કેવી રીતે આપવા? શિક્ષણ ક્ષેત્રે સંસ્થાની ગુણવત્તા આંકવાના માપદંડ કયા? અહીં એકમત ન હોવાથી દેશની કે વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓની યાદીઓ ભિન્ન ભિન્ન સ્રોતોમાં અલગ અલગ જોવા મળે છે, વળી તે યાદીઓ સતત બદલાતી પણ રહે છે. .

‘અનામિકા’ના આજના લેખમાં દુનિયાભરની શ્રેષ્ઠ કોલેજ-યુનિવર્સિટીઓ-શિક્ષણસંસ્થાઓ પર નજર નાખીએ  અને વિશ્વની પ્રથમ ક્રમની કેટલીક યુનિવર્સિટીઓ વિશે પાયાની જાણકારી મેળવીએ.

 [આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

ખંડ: એશિયા · વિષય: ઈતિહાસ · વિષય: પરિચય

પ્લાસીની લડાઈનો રાષ્ટ્રને બોધક સંદેશ

1757ની પ્લાસીની લડાઈએ હિંદુસ્તાનનો ઇતિહાસ પલટી નાખ્યો. ભારતમાં બ્રિટીશ શાસનનો પાયો નખાયો.

બંગાળામાં પલાશી (પ્લાસી) ની પાસે માત્ર બે-પાંચ ઘડીના યુદ્ધને અંગ્રેજો જીતી ગયા. ના, અંગ્રેજો જીત્યા ન હતા. બે-પાંચ રાષ્ટ્રદ્રોહીઓની ગદ્દારીએ બંગાળને હરાવી દીધું; હિંદુસ્તાનને હરાવી દીધું.

પ્રત્યેક રાષ્ટ્રની સંસ્કૃતિ અને ઇતિહાસ તેને ગૌરવ બક્ષે છે. સંસ્કૃતિ, ઇતિહાસ અને રાષ્ટ્રપ્રેમમાંથી પ્રજામાં પોતીકાપણાની સભાનતા જન્મે છે. તેમાં રાષ્ટ્રની અસ્મિતા ઝલકે છે. જે પ્રજા રાષ્ટ્રની અસ્મિતા અને અખંડતાની ગરિમાને રક્ષી નથી શકતી, તે પ્રજા રાષ્ટ્રના વિનાશને નોતરે છે. રાષ્ટ્રવાદથી પ્રેરિત સમર્થ અને સમુચિત નેતૃત્વ રાષ્ટ્રની સુરક્ષા માટે અનિવાર્ય છે.

બંગાળનો નવાબ અંગ્રેજો સામે લડવા નીકળી પડ્યો. તેના જ સાથીઓ સત્તા અને આર્થિક લાભની લાલચમાં, રાષ્ટ્રને ભૂલીને અંગ્રેજોના પડખે ભરાઈ બેઠા. સમાજની મોખરે ઊભેલ આગેવાનો પ્રજાને આવો દગો દઈ શકે? બંગાળ પાસે મીરજાફર જેવો સેનાપતિ તેમજ અમીચંદ-જગતસેઠ જેવા ધનકુબેરો પ્રજાના પથદર્શક અગ્રેસરો હતા. પ્રજાને ખબર સુદ્ધાં ન પડી અને અંગ્રેજોના છળ પ્રપંચમાં સમાજની કહેવાતી આગેવાની વેચાઈ ગઈ! રાષ્ટ્રદ્રોહ શબ્દને મીરજાફર-અમીચંદ-જગતસેઠ જેવા પર્યાય મળ્યા.

પ્રભાતે જે બંગાળ સ્વાધીન હતું તે રાતના ઓછાયા ઊતરતાં પરાધીન થઈ ગયું. હિંદુસ્તાન બ્રિટીશ હકૂમતની બેડીઓમાં જકડાયું. ઇતિહાસની એક ચીસ ફરી ઊઠી કે દેશને હરાવવા માટે દુશ્મન અધિક શક્તિમાન હોવો જરૂરી નથી.

જે પ્રજા જાગ્રત નથી, તેના હાલ શું થાય તે પ્લાસીનું યુદ્ધ બતાવે છે. વામણા આગેવાનો નેતૃત્વનાં મહોરાં પહેરી નીકળી પડે, ત્યારે પ્રજાની સજગતા આવશ્યક બને છે.

આવો, ‘અનામિકા’ના આજના લેખમાં હિંદુસ્તાનનું તકદીર બદલનારી 1757ની ઐતિહાસિક પ્લાસીની લડાઈ પર નજર નાખીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

પ્રકીર્ણ · મધુ રાય · વિષય: સમાચાર

ઇન્ટરનેટ પર ગુજરાતી ભાષામાં પત્રલેખનરૂપે સર્વ પ્રથમ બ્લૉગ

આભાર, વાચકમિત્રો! ‘અનામિકા’ બ્લૉગ ગુજરાતી ભાષામાં ઇન્ટરનેટ પર પત્રલેખનરૂપે પ્રકાશિત થયેલ સર્વ પ્રથમ બ્લૉગ છે. ‘અનામિકાને પત્રો’ તરીકે લોકપ્રિય થયેલ આ પત્ર-શ્રેણી વર્ષ 2006માં આરંભાઈ હતી.  આ પત્ર-શ્રેણી હવે વિરામ લે છે. ‘અનામિકા’ બ્લૉગ ટૂંક સમયમાં, અહીં જ, નવા સ્વરૂપમાં રજૂ થઈ રહ્યો છે. ‘અનામિકા’ને આપનો આવકાર અને ઉષ્માપૂર્ણ સહકાર હંમેશા મળતો રહેશે તેવો વિશ્વાસ… Continue reading ઇન્ટરનેટ પર ગુજરાતી ભાષામાં પત્રલેખનરૂપે સર્વ પ્રથમ બ્લૉગ

અનામિકાને પત્રો

અનામિકાને પત્ર: 1812

પ્રિય અનામિકા, પરિવર્તન આ સૃષ્ટિની ઓળખ છે. ભવિષ્યને જાણી લેવું સરળ નથી, તો વર્તમાનના પ્રવાહો સમજવા બહુ મુશ્કેલ પણ નથી. સમયના વહેણને પારખીને યોગ્ય માર્ગ પર ચાલવામાં જીવન વિકાસ પામે છે. સંયોગોને માન આપી ઉચિત પરિવર્તનો સ્વીકારવાથી ધ્યેયલક્ષી યાત્રા આગળ ધપતી રહે છે. તારી પરિસ્થિતિ સમજી શકાય તેવી છે. પલટાતા સંજોગોમાં પત્રવ્યવહારને ન્યાય આપવો શક્ય… Continue reading અનામિકાને પત્ર: 1812

અનામિકાને પત્રો · વિષય: સાહિત્ય

અનામિકાને પત્ર: 1811

પ્રિય અનામિકા, આજે બીજી કોઈ વાત નથી કરવી. મુક્તપંચિકા શું છે તે તું જાણે છે. તને મુક્તપંચિકાઓમાં રસ પણ પડ્યો છે. આજે બે પ્રેરણાદાયી મુક્તપંચિકાઓ અહીં લખું છું. પ્રથમ મુક્તપંચિકામાં અજબની ખુમારી છે! ચાલો, વાંચીએ: * સમંદરને મુઠ્ઠીમાં બાંધું હું એવો – પલભર બનાવું ઝીણું અમથું બિંદુ! * * * અને આ મુક્તપંચિકા પણ તને જરૂર… Continue reading અનામિકાને પત્ર: 1811

અંગ્રેજી ફિલ્મ · અનામિકાને પત્રો · ખંડ: યુરોપ · વિષય: કલાક્ષેત્રો · વિષય: પરિચય

અનામિકાને પત્ર: 1810

પ્રિય અનામિકા,

બીબીસીની ‘બ્લ્યુ પ્લેનેટ’ અંગે તમારા ગ્રુપની વિડીયો ક્લિપ મને ખૂબ જ ગમી. તમારું ગ્રુપ મરીન પોલ્યુશન પર જાગૃતિ જગાવી રહ્યું છે તે પ્રશંસાપાત્ર છે.

કદાચ બે ત્રણ મહિના પહેલાં તેં એક પત્રમાં ‘વોગ’ મેગેઝિનના લેખનો ઉલ્લેખ કરેલ જેમાં યુકેની મોસ્ટ ઇન્ફ્લ્યુએન્શિયલ વિમેનની યાદી હતી. તેમાં ખ્યાતનામ કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે બાયોટેકનોલોજીમાં સંશોધન કરતાં ભારતીય મહિલા વૈજ્ઞાનિક પ્રિયંકા જોશીનું નામ મને ચમકાવી ગયું હતું. યુવાન ભારતીય બાયો ટેકનોલોજીસ્ટ પ્રિયંકા જોશી કેમ્બ્રિજમાં પ્રોટીન અને અલ્ઝાઇમર ડિસીઝને લગતી રીસર્ચના કારણે પ્રસિદ્ધિ પામ્યં છે. તેમનું નામ મેગાન માર્કલ (ડચેસ ઓફ સસેક્સ), ‘હેરી પોટર’ ફેઇમ જેકે રાઉલિંગ અને ‘બ્લ્યુ પ્લેનેટ ભાગ 2’ ફેઇમ  ઓર્લા ડોહર્ટી સાથે વાંચીને મને પ્રિયંકા જોશી માટે વિશેષ માન થયું હતું.

‘બ્લ્યુ પ્લેનેટ’ની ક્લિપ જોતાં ઓર્લા ડોહર્ટી સાથે ઘણાં બધાં નામ સામે આવે છે.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]