અનામિકાને પત્રો · ખંડ: ઉત્તર અમેરિકા · વિષય: ચિંતન/ફિલોસોફી

અનામિકાને પત્ર: 2

પ્રિય અનામિકા,

અમેરિકન સમાજ વિશે તેં મારો અભિપ્રાય માગ્યો છે.

અમેરિકા અર્વાચીન માનવસંસ્કૃતિના વિશિષ્ટ પ્રતિનિધિરૂપ દેશ છે.

પ્રથમ પ્રશ્ન એ ઉઠે : સંસ્કૃતિ એટલે શું? માનવ-સભ્યતાનાં લક્ષણો કયાં?

પ્રથમ લક્ષણ તો સર્જનશીલતા. સુંદર કૃતિઓનું સર્જન કરવું. જીવનમાં સૌંદર્યદ્રષ્ટિ ખીલવવી.બીજું લક્ષણ, સ્વતંત્ર વિચારધારા અને તેની અભિવ્યક્તિ. મુક્ત વાતાવરણમાં વ્યક્તિ તથા સમષ્ટિનો વિકાસ. નૂતન વિચારોથી, કાર્યોથી, નવીન આવિષ્કારોથી જીવન તથા સમાજને સમૃદ્ધ કરવાં.એક વિશેષ મહત્ત્વનું લક્ષણ : સમાજ પ્રત્યેની જવાબદારીઓ સ્વીકારવી તથા નિભાવવી તથા. સમાજના સૌ ઘટકો સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર કરવો.

જો કે હું અમેરિકન સમાજ તેમજ સંસ્કૃતિંને પૂર્ણતયા આદર્શ નથી ગણતો, છતાં  અમેરિકાને આધુનિક સંસ્કૃતિના વિશિષ્ટ ઉદાહરણ તરીકે ખુલ્લા મનથી સ્વીકારું છું.

અમેરિકા એક સુંદર દેશ છે. પ્રાકૃતિક સૌંદર્ય ભરપૂર છે, સચવાયું પણ છે. અમાપ સાગરતટ, સુંદર સરોવરો સરિતાઓ, લીલીછમ વનરાજિ. માનવ સર્જિત સૌંદર્ય પણ કમ નથી. વિશાળ શહેરો, તેમાં અદ્યતન સુવિધાઓ; સુખ, સલામતિ અને શાંતિ બક્ષતું વ્યવસ્થાતંત્ર જે વ્યક્તિસ્વાતંત્ર્યનું પોષક બની રહે છે. સાથે પ્રત્યેક વ્યક્તિમાં કર્તવ્યશીલતા. ફરજ પ્રત્યે સભાનતા. નિરંતર પ્રગતિશીલ સમાજ. નવીન આવિષ્કારો, ઉપકરણો, સેવાઓ, વ્યવસ્થાઓનું સર્જન, આમ છતાં સમાજનાં કોઈ ઘટકો વચ્ચે વિસંવાદિતા ન ટકે; પરસ્પર સમન્વય દ્વારા દ્વારા સમાજની નિરંતર આગેકૂચ થતી રહે. સંસ્કૃત માનવજીવનની આવી સમૃદ્ધિ કેટલા દેશોમાં જોવા મળશે?

પણ આ જ સિક્કાની બીજી બાજુ ક્યારેક ઝંખવાતી લાગે છે.

અમેરિકન સમાજ અતિ ઝડપી ભૌતિક વિકાસની સાથે જન્મતાં દૂષણોનો ભોગ બનેલ છે અને તેની કિમત ચૂકવી રહ્યો છે તે દુ:ખદ હકીકત છે. …. સસ્નેહ આશીર્વાદ.

2 thoughts on “અનામિકાને પત્ર: 2

Leave a comment