અંગ્રેજી ફિલ્મ · ફિલ્મ સિનેમા · વિષય: કલાક્ષેત્રો

હોલિવુડની મુખ્ય ફિલ્મ કંપનીઓ, પ્રસિદ્ધ સ્ટુડિયોઝ અને ઓસ્કાર એવોર્ડ્ઝ

આપ માની શકશો કે અમેરિકામાં ફિલ્મ ઉદ્યોગનો આરંભ હોલિવુડ (હૉલિવુડ) માં નહીં, પણ ન્યૂ જર્સીમાં થયો હતો!! જી હા, ન્યૂ જર્સીમાં હડસન નદીના કાંઠે ફોર્ટ લિ ખાતે શરૂઆતની સાયલેન્ટ ફિલ્મો શુટ થઈ.

અમેરિકાના મહાન શોધક ટોમસ આલ્વા એડિસનની મોશન પિક્ચર પરની શોધખોળ માટેનો સ્ટુડિયો ‘બ્લેક મારિયા’ ન્યૂ જર્સીમાં વેસ્ટ ઓરેન્જ ખાતે હતો. એડિસનના કાઇનેટોગ્રાફ – કાઇનેટોસ્કોપ પર સુધારા વધારા તથા ટૂંકી મૂગી ફિલ્મોના પ્રયોગો બ્લેક મારિયા સ્ટુડિયોમાં થયા હતા.

અમેરિકામાં ફિલ્મોનું નિર્માણ ન્યૂ જર્સીમાં શરૂ થયું હતું તે હકીકત અણજાણી રહી છે! હોલિવુડમાં ફિલ્મ નિર્માણ 1910 પછી શરૂ થયું.

હોલિવુડમાં વિશ્વના સૌથી મોટા સ્ટુડિયો સ્થપાતાં તે અમેરિકામાં ફિલ્મ નિર્માણનું કેંદ્ર બન્યું.

યુનિવર્સલ સ્ટુડિયો, વોર્નર બ્રધર્સ, વોલ્ટ ડિઝની સ્ટુડિયો સહિત અન્ય ઘણા સ્ટુડિયોએ સિનેમા જગતની શ્રેષ્ઠ ફિલ્મો બનાવી છે. સંખ્યાબંધ ફિલ્મોએ એકેડમી એવોર્ડ્ઝ – ઓસ્કાર –  જીતી વિક્રમ રચ્યા છે. આ વાતો જાણવામાં આપને પણ રસ છે ને?

હોલિવુડના ઐતિહાસિક સ્ટુડિયોઝ, તેમાં નિર્મિત યાદગાર શ્રેષ્ઠ ફિલ્મો તેમજ ફિલ્મ જગતમાં ઓસ્કાર એવોર્ડ તરીકે ઓળખાતા એકેડેમિ એવોર્ડ્ઝના ઇતિહાસની રસપ્રદ વાતો ‘અનામિકા’ ના આજના લેખમાં જાણીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

ખંડ: એશિયા · વિષય: ઈતિહાસ · વિષય: કલાક્ષેત્રો

ફિલ્મ ઇતિહાસના મૂક સાક્ષી સમા મુંબઈના સિનેમા થિયેટર્સની કહાણી

મુંબઈને શું કહેવું? સ્વપ્નનગરી કે ફિલ્મ નગરી?

મુંબઈ ભારતીય સિનેમા ઉદ્યોગનું પ્રમુખ કેંદ્ર છે. બોલિવુડના નામથી ઓળખાતી ફિલ્મ નગરી મુંબઈએ વર્ષ 1896માં ભારતનો પહેલો ફિલ્મ શો જોયો. પછી દાદાસાહેબ ફાળકે નિર્મિત ભારતીય ફિલ્મ ઇતિહાસની સર્વ પ્રથમ ફિલ્મ ‘રાજા હરિશ્ચંદ્ર’ બૉમ્બે (હાલ મુંબઈ) ના કોરોનેશન સિનેમામાં દર્શાવાઈ. ત્યાર પછી મુંબઈના સિનેમા હોલ્સના રૂપેરી પડદાઓએ અસંખ્ય ફિલ્મો નિહાળી છે. તે પૈકી કેટલાક સિનેમા હોલ આજે ચાલુ છે, જ્યારે સંખ્યાબંધ હોલ બંધ થઈ ગયા છે.

મુંબઈમાં પોતપોતાના એરિયાનાં લેન્ડમાર્ક બનેલાં રીગલ, ઇરોસ અને મેટ્રો થિયેટર્સને બધાં જાણે. શાનદાર સિનેમા હોલનાં ઉદાહરણ ગણાતાં મરાઠા મંદિર અને મેટ્રો થિયેટરો આજે પણ સુરખીઓમાં રહે છે. બીજી તરફ, મેજેસ્ટિક, નોવેલ્ટી, અપ્સરા અને મિનરવા જેવાં દિગ્ગજ સિનેમા હોલ નામશેષ થતાં જાય છે. કેબલ ટીવી અને મલ્ટિપ્લેક્સના જમાનામાં જૂનાં થિયેટરોને કોણ પૂછે?

મુંબઈના એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીને ઘાતક ફટકો હાલના કોરોના વાયરસના કોવિડ-19 પેનડેમિકથી પડ્યો છે. કોરોનાના વિશ્વવ્યાપી રોગચાળાને પગલે મુંબઈના સિનેમા થિયેટરો માર્ચ ત્રીજા અઠવાડિયાથી બંધ કરવા પડ્યાં છે. પરિસ્થિતિ થાળે પડશે, પછી પણ મુંબઈનો સિને ઉદ્યોગ ક્યારે અને કેવી રીતે બેઠો થશે તે કોઈ જાણતું નથી!

‘અનામિકા’ના આજના લેખમાં મુંબઈમાં સિનેમા ઉદ્યોગના ઉદયથી માંડી શહેરના યાદગાર થિયેટરોની રંગીન અને અવિસ્મરણીય વાતો જાણીશું.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

ફિલ્મ સિનેમા · વિષય: કલાક્ષેત્રો · વિષય: પરિચય · વિષય: સમાચાર

સ્ટિલ ફોટોગ્રાફીથી સિનેમેટોગ્રાફીની સફર અને સિનેમા ઉદ્યોગનો આરંભ

થોડાં વર્ષોથી વિવાદે જોર પકડ્યું છે: વિશ્વમાં પ્રથમ મુવિ ફિલ્મ બનાવનાર કોણ?

લુઇ લિ પ્રિન્સ કે લુમિએર બ્રધર્સ?

વિશ્વનું પ્રથમ મોશન પિક્ચર કયું? લુઇ લિ પ્રિન્સનું ‘રાઉન્ડહે ગાર્ડન સિન’ કે લુમિએર બ્રધર્સનું ‘ધ એક્ઝિટ ફ્રોમ ધ લુમિએર ફેક્ટરી ઇન લિયોન’?

અગાઉ એમ મનાતું હતું કે ફ્રાન્સના ઓગસ્ટે લુમિએર અને લુઇ લુમિએર (લુમિએર બ્રધર્સ/ લુમિયેર બંધુઓ) દ્વારા વિશ્વની પ્રથમ ફિલ્મ બનાવવામાં આવી. તાજેતરનાં સંશોધનો કહે છે કે વિશ્વમાં સૌ પ્રથમ બનેલ અને આજે પણ સચવાઈ રહેલ, આજે પણ ઉપલબ્ધ ફિલ્મ ઇંગ્લેન્ડના લુઇ લિ પ્રિન્સની ‘રાઉન્ડહે ગાર્ડન સિન’ ગણાવી જોઈએ. તે હિસાબે વિશ્વમાં સર્વ પ્રથમ ફિલ્મના સર્જક તરીકે લુઇ લિ પ્રિન્સને માન મળવું જોઈએ.

સાથે જ, એ નિર્વિવાદ હકીકત છે કે વિશ્વમાં મુવિ ફિલ્મનો જાહેરમાં પડદા પર પ્રથમ કોમર્શિયલ શો કરનાર લુમિએર બ્રધર્સ હતા. લુમિએર બ્રધર્સની ફિલ્મોનો પેરિસનો કોમર્શિયલ શો તો સફળ થયો જ. તે પછી તેમણે ભારત અને અન્ય દેશોમાં પણ પોતાની ફિલ્મોને વ્યાવસાયિક ધોરણે પ્રદર્શિત કરી. આમ કોમર્શિયલ સિનેમેટોગ્રાફી દ્વારા સિનેમા ઉદ્યોગના પાયા નાખવામાં લુમિએર ભાઈઓનું યોગદાન ઘણું મહત્ત્વનું ગણાયું છે.

કોમર્શિયલ સિનેમા રૂપેરી પડદે પહોંચી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ઉદભવ થયો. જો કે તે પૂર્વે ‘મોશન ઇન ફોટોગ્રાફી’ ટેકનિકના જનક એડવર્ડ માયબ્રિજ, સ્ટિલ ફોટોગ્રાફીને લોકભોગ્ય કરનાર જ્યોર્જ ઇસ્ટમેન તથા કાઇનેટોસ્કોપના સર્જક ટોમસ એડિસનના ફાળાને પણ ન્યાય આપવો જોઈએ. આજે ‘અનામિકા’ના લેખમાં તે રસપ્રદ યાત્રાનાં ભૂંસાતાં જતાં પદચિન્હો પર નજર નાખીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે – હરીશ દવે]

અંગ્રેજી ફિલ્મ · અનામિકાને પત્રો · ખંડ: યુરોપ · વિષય: કલાક્ષેત્રો · વિષય: પરિચય

અનામિકાને પત્ર: 1810

પ્રિય અનામિકા,

બીબીસીની ‘બ્લ્યુ પ્લેનેટ’ અંગે તમારા ગ્રુપની વિડીયો ક્લિપ મને ખૂબ જ ગમી. તમારું ગ્રુપ મરીન પોલ્યુશન પર જાગૃતિ જગાવી રહ્યું છે તે પ્રશંસાપાત્ર છે.

કદાચ બે ત્રણ મહિના પહેલાં તેં એક પત્રમાં ‘વોગ’ મેગેઝિનના લેખનો ઉલ્લેખ કરેલ જેમાં યુકેની મોસ્ટ ઇન્ફ્લ્યુએન્શિયલ વિમેનની યાદી હતી. તેમાં ખ્યાતનામ કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે બાયોટેકનોલોજીમાં સંશોધન કરતાં ભારતીય મહિલા વૈજ્ઞાનિક પ્રિયંકા જોશીનું નામ મને ચમકાવી ગયું હતું. યુવાન ભારતીય બાયો ટેકનોલોજીસ્ટ પ્રિયંકા જોશી કેમ્બ્રિજમાં પ્રોટીન અને અલ્ઝાઇમર ડિસીઝને લગતી રીસર્ચના કારણે પ્રસિદ્ધિ પામ્યં છે. તેમનું નામ મેગાન માર્કલ (ડચેસ ઓફ સસેક્સ), ‘હેરી પોટર’ ફેઇમ જેકે રાઉલિંગ અને ‘બ્લ્યુ પ્લેનેટ ભાગ 2’ ફેઇમ  ઓર્લા ડોહર્ટી સાથે વાંચીને મને પ્રિયંકા જોશી માટે વિશેષ માન થયું હતું.

‘બ્લ્યુ પ્લેનેટ’ની ક્લિપ જોતાં ઓર્લા ડોહર્ટી સાથે ઘણાં બધાં નામ સામે આવે છે.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

અનામિકાને પત્રો · ખંડ: એશિયા · વિષય: ઈતિહાસ · વિષય: કલાક્ષેત્રો · વિષય: જીવનકથા · વિષય: પરિચય

અનામિકાને પત્ર: 1808

. પ્રિય અનામિકા, હીરાલાલ સેન વિશે માહિતી આપવાની તારી વિનંતી મને દુ:ખદ આશ્ચર્ય આપે છે. દુ:ખ એટલા માટે કે હીરાલાલ સેન ભારતીય ફિલ્મ ઉદ્યોગના ઇતિહાસના એક કરુણ, ઉપેક્ષિત પાત્ર છે. આશ્ચર્ય એટલા માટે કે હીરાલાલ સેન જેવા ફિલ્મ-સર્જકના નામ અને કામને બંગાળ સિવાય બહાર ચર્ચે છે કોણ? આમેય, ઇતિહાસને હંમેશા વિવાદો અને અન્યાયો સાથે જ… Continue reading અનામિકાને પત્ર: 1808

અનામિકાને પત્રો · ખંડ: એશિયા · વિષય: ઈતિહાસ · વિષય: કલાક્ષેત્રો · વિષય: જીવનકથા · વિષય: પરિચય · સંગીત/ચિત્ર/લલિતકલા

અનામિકાને પત્ર: 1801

. પ્રિય અનામિકા, ફિલ્મ જગતની નવાજૂની પરની તમારી નોંધ ઉપયોગી છે. એ વાત સાચી કે ભારતીય સિનેમાના વિકાસની તવારીખનું દસ્તાવેજીકરણ અપૂરતું છે. કેટલીય ક્લાસિક ફિલ્મોની પ્રિંટ જ બચી નથી! અસંખ્ય ફિલ્મોના  નિર્માણ સંબંધી મહત્ત્વની માહિતી મળતી નથી. વિવિધ સ્રોતોથી બોલિવુડનો જે ઇતિહાસ પ્રાપ્ય છે, તેમાં વિશ્વાસપાત્ર એકસૂત્રતા નથી. સંદિગ્ધ રીતે ખૂટતી કડીઓ ઘણી છે. તમારું… Continue reading અનામિકાને પત્ર: 1801

અનામિકાને પત્રો · વિષય: ઈતિહાસ · વિષય: કલાક્ષેત્રો · વિષય: પરિચય

અનામિકાને પત્ર: 1605

. પ્રિય અનામિકા, ઇટાલીના પ્રતિભાવાન કલાકાર લિયોનાર્ડો દ વિંચીના જીવનનાં કેટલાંક પાસાંઓ પર બે દિવસથી વિચારયાત્રા કરું છું. ડેન બ્રાઉનની નવલકથાઓ ‘એંજલ્સ એન્ડ ડીમન્સ’ અને ‘દ વિંચી કોડ’માં કલ્પના અને થ્રીલના રંગો ઉમેરાયા છે એવું માનીએ તો પણ લિયોનાર્ડો દ વિંચીનાં સર્જન સાથે રહસ્યમય કડીઓ જોડાયેલ છે, તેવું સૌને કેમ લાગ્યા કરે છે? વિંચીનું માત્ર… Continue reading અનામિકાને પત્ર: 1605

અનામિકાને પત્રો · ખંડ: એશિયા · વિષય: ઈતિહાસ · વિષય: કલાક્ષેત્રો · વિષય: પરિચય

અનામિકાને પત્ર: 1206

. પ્રિય અનામિકા, ઇંડોનેશિયાથી તારા મિત્રે જાવા-સુમાત્રામાં હિંદુ સંસ્કૃતિની વાત વિગતે લખી છે અને અંગકોર વાટની મુલાકાતની ઇચ્છા પ્રગટ કરી છે તે આવકારદાયક વાત ગણાય. અનામિકા ! તાજેતરમાં બિહાર (ભારત)માં એક ટ્રસ્ટે અંગકોર વાટ કરતાં પણ મોટું મંદિર બનાવવાની જાહેરાત કરી છે. દક્ષિણ-પૂર્વ એશિયાના દેશ  કંબોડિયામાં અંગકોર વાટનું મંદિર વિશ્વનું સૌથી વિશાળ મંદિર છે. સાઉથ… Continue reading અનામિકાને પત્ર: 1206

અનામિકાને પત્રો · ખંડ: એશિયા · વિષય: કલાક્ષેત્રો · વિષય: જીવનકથા · વિષય: પરિચય

અનામિકાને પત્ર: 1203

. . પ્રિય અનામિકા, અમદાવાદના સપ્તકના કાર્યક્રમ વિશે તમારા સૌની ઉત્કંઠા તમારો સંગીતપ્રેમ પ્રગટ કરે છે. ભારતીય સંગીતની વાત સાથે જ વિષ્ણુ દિગંબર પલુસ્કર(1872-1931) તેમજ વિષ્ણુ નારાયણ ભાતખંડે(1860-1936)નું સ્મરણ ઊભરે – ભલે વાત હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની હોય, કંઠ્ય સંગીતની હોય કે પછી અમદાવાદના સપ્તકની હોય! સંગીત પ્રેમીઓ જાણે છે કે પલુસ્કરજીની અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય… Continue reading અનામિકાને પત્ર: 1203

અંગ્રેજી ફિલ્મ · અનામિકાને પત્રો · ખંડ: ઉત્તર અમેરિકા · ફિલ્મ સિનેમા · વિષય: કલાક્ષેત્રો · વિષય: જીવનકથા · વિષય: પરિચય · હોલિવુડ સિનેમા

અનામિકાને પત્ર: 1202

. . પ્રિય અનામિકા, ચાર્લિ ચેપ્લિનની વાત આગળ ચલાવું છું. ગયા પત્રમાં તને જણાવ્યું તેમ ટ્રેમ્પની વેશભૂષા અને વિદૂષકવેડા દર્શકોને એવાં ગમ્યાં કે અમેરિકન પ્રજા ચાર્લિ ચેપ્લિન પાછળ ગાંડી બની !  જેમ જેમ ચેપ્લિનની લોક્પ્રિયતા વધતી ગઇ તેમ તેમ અમેરિકાની ફિલ્મ પ્રોડક્ષન કંપનીઓ પણ તેમની પાછળ દોડતી થઇ. સ્ટેજ કલાકાર ચેપ્લિનનો અઠવાડિક પગાર 50 ડોલર… Continue reading અનામિકાને પત્ર: 1202