અંગ્રેજી સાહિત્ય · ખંડ: યુરોપ · વિષય: ઈતિહાસ · વિષય: જીવનકથા · વિષય: પરિચય · વિષય: સાહિત્ય

વિલિયમ શેક્સપિયર: વિશ્વપ્રસિદ્ધ નાટ્યકાર અને અંગ્રેજી ભાષાના શ્રેષ્ઠ સાહિત્યસર્જક

વિલિયમ શેક્સપિયર અંગ્રેજી સાહિત્યના સૌથી મહાન સર્જક અને વિશ્વના સર્વશ્રેષ્ઠ નાટ્યકાર તરીકેનું સન્માન પામે છે.

સોળમી સદીમાં ઇંગ્લેન્ડમાં જન્મેલા શેક્સપિયર આજે પણ સૌથી લોકપ્રિય સાહિત્યકાર છે. ચાર ચાર સદીઓ પછી પણ શેક્સપિયરને અંગ્રેજી ભાષાના સર્વોત્તમ સહિત્યસર્જકોની યાદીમાં મોખરે મૂકવામાં આવે છે. હેમ્લેટ, મેકબેથ અને ઓથેલો જેવાં તેમનાં નાટકો આજે પણ દુનિયાભરના રંગમંચ પર ભજવાઈ રહ્યાં છે, તે વાત શેક્સપિયર સૌથી મહાન નાટ્યકાર હોવાનું જીવંત પ્રમાણ છે. સિદ્ધહસ્ત કવિ તરીકે અનેક ભાવભર્યા સોનેટનું સર્જન કરનાર વિલિયમ શેક્સપિયરને કેટલાક વિદ્વાનો ઇંગ્લેન્ડના ‘રાષ્ટ્રીય કવિ’ માને છે.

શેક્સપિયરની યુવાની એલિઝાબેથન એરામાં વીતી. પંદરમી-સોળમી સદીમાં ઇંગ્લેન્ડમાં સત્તા માટેના શાહી  કાવાદાવાઓ વરવા બન્યા. છેવટે 1558માં ઇંગ્લેન્ડની રાજગાદી ક્વિન એલિઝાબેથ પ્રથમને મળી. રાણી એલિઝાબેથ પ્રથમનો શાસનકાળ ‘એલિઝાબેથન યુગ’ તરીકે ઇંગ્લેન્ડના સુવર્ણકાળ સમો નીવડ્યો. બસ, આ યુગમાં 1564માં લંડન પાસે સ્ટ્રેટફોર્ડ-અપોન- એવન ટાઉનમાં વિલિયમ શેક્સપિયરનો જન્મ.

સાડા ચારસો વર્ષ પહેલાંનાં અંગ્રેજી ભાષાના શિરમોર સમા સર્જકનો જીવનવૃત્તાંત પૂર્ણ રીતે ક્યાંય મળતો નથી!! ઉત્તમ ટ્રેજેડી નાટકો લખનાર શેક્સપિયરના જીવનનાં ઘણાં પાસાંથી આજે પણ આપણે અજાણ છીએ. તેમની અંગત જિંદગી તેમજ સર્જનો વિશે બે સદીથી વિવાદો ચાલ્યા કરે છે, તે એક કરુણતા જ ને!

‘અનામિકા’ના આજના લેખમાં અંગ્રેજી સાહિત્યના બેતાજ બાદશાહ વિલિયમ શેક્સપિયરનો પરિચય મેળવીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

અનામિકાને પત્રો · વિષય: સાહિત્ય

અનામિકાને પત્ર: 1811

પ્રિય અનામિકા, આજે બીજી કોઈ વાત નથી કરવી. મુક્તપંચિકા શું છે તે તું જાણે છે. તને મુક્તપંચિકાઓમાં રસ પણ પડ્યો છે. આજે બે પ્રેરણાદાયી મુક્તપંચિકાઓ અહીં લખું છું. પ્રથમ મુક્તપંચિકામાં અજબની ખુમારી છે! ચાલો, વાંચીએ: * સમંદરને મુઠ્ઠીમાં બાંધું હું એવો – પલભર બનાવું ઝીણું અમથું બિંદુ! * * * અને આ મુક્તપંચિકા પણ તને જરૂર… Continue reading અનામિકાને પત્ર: 1811

અનામિકાને પત્રો · વિષય: સાહિત્ય · હોલિવુડ સિનેમા

અનામિકાને પત્ર: 1802

પ્રિય અનામિકા, દુનિયાની પરિસ્થિતિ દારુણ દાવાનળ જેવી બનતી જાય છે. ક્યાંથી જ્વાળા ભડકીને ક્યારે કયા ભાગને ભરખી જશે તે સમજાઈ શકે તેવું નથી. અમેરિકા અને ઉત્તર કોરિયા અણુયુદ્ધની ધમકીઓથી વિશ્વને ધ્રુજાવી રહ્યાં છે, ત્યારે રશિયાનું વલણ બળતાંમાં ઘી હોમી રહ્યું છે. ચીન જેવા દેશો લાલ આંખો દેખાડતાં રહીને પાડોશી દેશોને પ્રભાવિત કરતા રહે છે. જ્યાં… Continue reading અનામિકાને પત્ર: 1802

અનામિકાને પત્રો · વિષય: સાહિત્ય

અનામિકાને પત્ર: 1712

    પ્રિય અનામિકા, ‘મુક્તપંચિકા’માં તમારા મિત્રોનો રસ મને ખુશી આપે છે. ગુજરાતની નવી પેઢીમાં એક વર્ગ ગુજરાતી ભાષામાં સર્જન તરફ ઢળી રહ્યો છે. શાળા – કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓથી માંડી ગુજરાતી ભાષામાં તાજગી આણવા થનગનતા સૌ માટે ગુજરાતીમાં નવસર્જનના દ્વાર ખુલવા જોઈએ. બસ, આવા ગુજરાતી ભાષાના નવસર્જકો માટે મુક્તપંચિકાની રચના પ્રેરણારૂપ છે. મુક્તપંચિકા નાના-મોટા… Continue reading અનામિકાને પત્ર: 1712

અધ્યામ-ફિલોસોફી · અનામિકાને પત્રો · વિષય: ચિંતન/ફિલોસોફી · વિષય: સાહિત્ય

અનામિકાને પત્ર: 1711

. પ્રિય અનામિકા, તમારા ગ્રુપમાં અધ્યાત્મમાર્ગી સભ્યો સક્રિય થયા છે તે જાણી ખુશી થઈ. તમે અવનવી કૃતિઓની ચર્ચા કરો છો તે સરસ. તારી ઇચ્છા મુજબ, અહીં મેં રચેલી એક મુક્તપંચિકા મોકલું છું. તેનો રસાસ્વાદ કરશો અને મને ચર્ચાનો સાર મોકલશો.  મુક્તપંચિકા ** પાંપણ ખુલ્લી થઈ, ને દોડ્યાં ઈચ્છાઓનાં ટોળાં, આ ઝાંઝવડાંના જીવનરસ્તે. ***** પ્રતિભાવ જરૂર… Continue reading અનામિકાને પત્ર: 1711

અનામિકાને પત્રો · વિષય: વિજ્ઞાન · વિષય: સાહિત્ય

અનામિકાને પત્ર: 1701

. પ્રિય અનામિકા, આજે સાહિત્ય અને વિજ્ઞાનના એક અનોખા સંબંધ પર વાત કરવી છે. ઇંગ્લિશ લેખક લુઇસ કેરોલ (લુઇ કેરોલ)ને સૌ જાણે. લુઇસ કેરોલ તો આ અંગ્રેજ લેખકનું ઉપનામ; તેમનું સાચું નામ ચાર્લ્સ લ્યુટવિજ ડોડસન. સન 1865માં પ્રકાશિત લુઇસ કેરોલની “એલિસ ઇન વંડરલેંડ” વિશ્વવિખ્યાત બેસ્ટ-સેલર નવલકથા બની. અનામિકા! લુઇસ કેરોલની એક અન્ય કૃતિ “થ્રુ ધ લુકિંગ… Continue reading અનામિકાને પત્ર: 1701

અંગ્રેજી સાહિત્ય · અનામિકાને પત્રો · ખંડ: યુરોપ · વિષય: ઈતિહાસ · વિષય: સાહિત્ય

અનામિકાને પત્ર: 1608

. પ્રિય અનામિકા, તમારા મિત્રવર્તુળમાં ઇંગ્લિશ લિટરેચર પર બૌદ્ધિક ચર્ચા ચાલે છે તે સારી વાત છે, પરંતુ તમે તેને ઇંગ્લેન્ડના ઇતિહાસના સંદર્ભમાં સમજો તો ચર્ચા વિશેષ રસપ્રદ બનશે તેમ મને લાગે છે. સભ્યતા અને સંસ્કૃતિના વિકાસને સમજવા સર્જન ક્ષેત્રોના વિકાસને સમજવો આવશ્યક છે. આ કામ તમે લાયબ્રેરીની મુલાકાત લીધા પછી વધારે સારી રીતે કરી શકો.… Continue reading અનામિકાને પત્ર: 1608

અનામિકાને પત્રો · ખંડ: યુરોપ · વિષય: જીવનકથા · વિષય: પરિચય · વિષય: સાહિત્ય

અનામિકાને પત્ર: 1205

. . પ્રિય અનામિકા, યુરોપના ફ્રાન્સ દેશના નેન્ટીસ શહેરમાં 1828માં જૂલે વર્નનો જન્મ. નાનપણથી દરિયા માટે અજબની ઘેલછા વળગી. સ્વજનો પાસેથી સાંભળેલી અમેરિકાની નવી ધરતીની,  ત્યાં પહોંચવાના લાંબા સમુદ્ર પ્રવાસની અને ટેલિગ્રાફ જેવા વૈજ્ઞાનિક ઉપકરણોની વાતો બાળક જૂલેને ભારે રોમાંચિત કરતી. વકીલ પિતાની ઇચ્છાને વશ થઇ, જૂલે વર્ને પેરિસ જઇ યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કર્યો. પરંતુ… Continue reading અનામિકાને પત્ર: 1205

ખંડ: યુરોપ · વિષય: જીવનકથા · વિષય: પરિચય · વિષય: વિજ્ઞાન · વિષય: સાહિત્ય

અનામિકાને પત્ર: 1204

. . પ્રિય અનામિકા, યુનાઇટેડ આર્ટિસ્ટ્સના ઉલ્લેખ સાથે તેં “અરાઉંડ ધ વર્લ્ડ ઇન એઇટી ડેયઝ”  (Around the World in Eighty Days) ફિલ્મને યાદ કરી અને મને આપણી ગુજરાતી ભાષાના મહાન સેવક મૂળશંકર ભટ્ટ યાદ આવ્યા. તું વિચારમાં પડી જઇશ કે વાત ક્યાં ફિલ્મથી શરૂ થઇ અને હું ક્યાં સાહિત્ય સર્જક મૂળશંકર ભટ્ટ સુધી પહોંચ્યો! “અરાઉંડ… Continue reading અનામિકાને પત્ર: 1204

અનામિકાને પત્રો · વિષય: સાહિત્ય

અનામિકાને પત્ર: 43

. પ્રિય અનામિકા, ઉત્તર ધ્રુવની હિમશિલાઓ વિશે મીડિયાના રિપોર્ટસ ચિંતાજનક છે. હિમાલય અને હિમાલયની નદીઓ વિશેની તારી ભીતિ વ્યાજબી છે. અનામિકા! હિમાલયનું નામ લેતાં મારા મનપ્રદેશ પર સંસ્કૃત સાહિત્યનાં સર્જનો ઊમટે છે. આગળના એક પત્રમાં તને કવિકુલગુરુ ભાસના ‘સ્વપ્નવાસવદત્તમ્’ ની વાત કરી હતી. આજે ફરી સંસ્કૃત સાહિત્ય પર નજર નાખીશું? હિમાલયની વાત કરીએ તો મહાકવિ કાલિદાસનાં… Continue reading અનામિકાને પત્ર: 43