અંગ્રેજી ફિલ્મ · ફિલ્મ સિનેમા · વિષય: કલાક્ષેત્રો

હોલિવુડની મુખ્ય ફિલ્મ કંપનીઓ, પ્રસિદ્ધ સ્ટુડિયોઝ અને ઓસ્કાર એવોર્ડ્ઝ

આપ માની શકશો કે અમેરિકામાં ફિલ્મ ઉદ્યોગનો આરંભ હોલિવુડ (હૉલિવુડ) માં નહીં, પણ ન્યૂ જર્સીમાં થયો હતો!! જી હા, ન્યૂ જર્સીમાં હડસન નદીના કાંઠે ફોર્ટ લિ ખાતે શરૂઆતની સાયલેન્ટ ફિલ્મો શુટ થઈ.

અમેરિકાના મહાન શોધક ટોમસ આલ્વા એડિસનની મોશન પિક્ચર પરની શોધખોળ માટેનો સ્ટુડિયો ‘બ્લેક મારિયા’ ન્યૂ જર્સીમાં વેસ્ટ ઓરેન્જ ખાતે હતો. એડિસનના કાઇનેટોગ્રાફ – કાઇનેટોસ્કોપ પર સુધારા વધારા તથા ટૂંકી મૂગી ફિલ્મોના પ્રયોગો બ્લેક મારિયા સ્ટુડિયોમાં થયા હતા.

અમેરિકામાં ફિલ્મોનું નિર્માણ ન્યૂ જર્સીમાં શરૂ થયું હતું તે હકીકત અણજાણી રહી છે! હોલિવુડમાં ફિલ્મ નિર્માણ 1910 પછી શરૂ થયું.

હોલિવુડમાં વિશ્વના સૌથી મોટા સ્ટુડિયો સ્થપાતાં તે અમેરિકામાં ફિલ્મ નિર્માણનું કેંદ્ર બન્યું.

યુનિવર્સલ સ્ટુડિયો, વોર્નર બ્રધર્સ, વોલ્ટ ડિઝની સ્ટુડિયો સહિત અન્ય ઘણા સ્ટુડિયોએ સિનેમા જગતની શ્રેષ્ઠ ફિલ્મો બનાવી છે. સંખ્યાબંધ ફિલ્મોએ એકેડમી એવોર્ડ્ઝ – ઓસ્કાર –  જીતી વિક્રમ રચ્યા છે. આ વાતો જાણવામાં આપને પણ રસ છે ને?

હોલિવુડના ઐતિહાસિક સ્ટુડિયોઝ, તેમાં નિર્મિત યાદગાર શ્રેષ્ઠ ફિલ્મો તેમજ ફિલ્મ જગતમાં ઓસ્કાર એવોર્ડ તરીકે ઓળખાતા એકેડેમિ એવોર્ડ્ઝના ઇતિહાસની રસપ્રદ વાતો ‘અનામિકા’ ના આજના લેખમાં જાણીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે. – હરીશ દવે]

ફિલ્મ સિનેમા · વિષય: કલાક્ષેત્રો · વિષય: પરિચય · વિષય: સમાચાર

સ્ટિલ ફોટોગ્રાફીથી સિનેમેટોગ્રાફીની સફર અને સિનેમા ઉદ્યોગનો આરંભ

થોડાં વર્ષોથી વિવાદે જોર પકડ્યું છે: વિશ્વમાં પ્રથમ મુવિ ફિલ્મ બનાવનાર કોણ?

લુઇ લિ પ્રિન્સ કે લુમિએર બ્રધર્સ?

વિશ્વનું પ્રથમ મોશન પિક્ચર કયું? લુઇ લિ પ્રિન્સનું ‘રાઉન્ડહે ગાર્ડન સિન’ કે લુમિએર બ્રધર્સનું ‘ધ એક્ઝિટ ફ્રોમ ધ લુમિએર ફેક્ટરી ઇન લિયોન’?

અગાઉ એમ મનાતું હતું કે ફ્રાન્સના ઓગસ્ટે લુમિએર અને લુઇ લુમિએર (લુમિએર બ્રધર્સ/ લુમિયેર બંધુઓ) દ્વારા વિશ્વની પ્રથમ ફિલ્મ બનાવવામાં આવી. તાજેતરનાં સંશોધનો કહે છે કે વિશ્વમાં સૌ પ્રથમ બનેલ અને આજે પણ સચવાઈ રહેલ, આજે પણ ઉપલબ્ધ ફિલ્મ ઇંગ્લેન્ડના લુઇ લિ પ્રિન્સની ‘રાઉન્ડહે ગાર્ડન સિન’ ગણાવી જોઈએ. તે હિસાબે વિશ્વમાં સર્વ પ્રથમ ફિલ્મના સર્જક તરીકે લુઇ લિ પ્રિન્સને માન મળવું જોઈએ.

સાથે જ, એ નિર્વિવાદ હકીકત છે કે વિશ્વમાં મુવિ ફિલ્મનો જાહેરમાં પડદા પર પ્રથમ કોમર્શિયલ શો કરનાર લુમિએર બ્રધર્સ હતા. લુમિએર બ્રધર્સની ફિલ્મોનો પેરિસનો કોમર્શિયલ શો તો સફળ થયો જ. તે પછી તેમણે ભારત અને અન્ય દેશોમાં પણ પોતાની ફિલ્મોને વ્યાવસાયિક ધોરણે પ્રદર્શિત કરી. આમ કોમર્શિયલ સિનેમેટોગ્રાફી દ્વારા સિનેમા ઉદ્યોગના પાયા નાખવામાં લુમિએર ભાઈઓનું યોગદાન ઘણું મહત્ત્વનું ગણાયું છે.

કોમર્શિયલ સિનેમા રૂપેરી પડદે પહોંચી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ઉદભવ થયો. જો કે તે પૂર્વે ‘મોશન ઇન ફોટોગ્રાફી’ ટેકનિકના જનક એડવર્ડ માયબ્રિજ, સ્ટિલ ફોટોગ્રાફીને લોકભોગ્ય કરનાર જ્યોર્જ ઇસ્ટમેન તથા કાઇનેટોસ્કોપના સર્જક ટોમસ એડિસનના ફાળાને પણ ન્યાય આપવો જોઈએ. આજે ‘અનામિકા’ના લેખમાં તે રસપ્રદ યાત્રાનાં ભૂંસાતાં જતાં પદચિન્હો પર નજર નાખીએ.

[આપના સ્ક્રીન પર આ રસપ્રદ લેખ અહીંથી આગળ, નીચે ન દેખાય, તો લેખના શીર્ષક / ટાઇટલ પર ક્લિક કરશો. ત્યાં  ક્લિક કરતાં જ નીચે પૂરો લેખ આવી જશે – હરીશ દવે]

અંગ્રેજી ફિલ્મ · અનામિકાને પત્રો · ખંડ: ઉત્તર અમેરિકા · ફિલ્મ સિનેમા · વિષય: કલાક્ષેત્રો · વિષય: જીવનકથા · વિષય: પરિચય · હોલિવુડ સિનેમા

અનામિકાને પત્ર: 1202

. . પ્રિય અનામિકા, ચાર્લિ ચેપ્લિનની વાત આગળ ચલાવું છું. ગયા પત્રમાં તને જણાવ્યું તેમ ટ્રેમ્પની વેશભૂષા અને વિદૂષકવેડા દર્શકોને એવાં ગમ્યાં કે અમેરિકન પ્રજા ચાર્લિ ચેપ્લિન પાછળ ગાંડી બની !  જેમ જેમ ચેપ્લિનની લોક્પ્રિયતા વધતી ગઇ તેમ તેમ અમેરિકાની ફિલ્મ પ્રોડક્ષન કંપનીઓ પણ તેમની પાછળ દોડતી થઇ. સ્ટેજ કલાકાર ચેપ્લિનનો અઠવાડિક પગાર 50 ડોલર… Continue reading અનામિકાને પત્ર: 1202

અંગ્રેજી ફિલ્મ · અનામિકાને પત્રો · ખંડ: ઉત્તર અમેરિકા · ફિલ્મ સિનેમા · વિષય: જીવનકથા · વિષય: પરિચય · હોલિવુડ સિનેમા

અનામિકાને પત્ર: 1201

. . પ્રિય અનામિકા, તારી બાળપણની જિજ્ઞાસાવૃત્તિ વર્ષો પછી પણ ખીલતી રહી છે! આઇએમડીબીની વેબસાઇટ પર ચાર્લિ ચેપ્લિનની  તસ્વીર નજરે પડી અને તમને યુવાન મિત્રોને પ્રશ્નો ઊઠ્યા. વાહ! હોલિવુડના સિનેમાજગતના પ્રસિદ્ધ ફિલ્મ-નિર્માતા-દિગ્દર્શક-અભિનેતા કોમેડિયન ચાર્લિ ચેપ્લિનની વાત કરવી કોને ન ગમે ! વર્ષો વીતી ગયાં, પણ મને યાદ છે, અનામિકા, તારા હાઇસ્કૂલના દિવસો. ક્યારેક દ્વિતીય વિશ્વયુદ્ધના… Continue reading અનામિકાને પત્ર: 1201

અનામિકાને પત્રો · ખંડ: ઉત્તર અમેરિકા · ખંડ:દક્ષિણ અમેરિકા · ફિલ્મ સિનેમા · વિષય: ઈતિહાસ · સંગીત/ચિત્ર/લલિતકલા · હોલિવુડ સિનેમા

અનામિકાને પત્ર: 40

. પ્રિય અનામિકા, તારા મેઈલમાં તેં સ્ટીવન સ્પીલબર્ગની લેટેસ્ટ હોલિવુડ ફિલ્મ “ઇંડિયાના જોન્સ એન્ડ ધ કિંગ્ડમ ઓફ ધ ક્રિસ્ટલ સ્કલ” ના બોક્સ-ઓફિસ સમાચાર આપ્યા. એક વાત તો કબૂલવી પડે કે હોલિવુડના સિનેમા જગતના મહારથીઓ સ્ટીવન સ્પીલબર્ગ તથા જ્યોર્જ લુકાસ (સ્ટાર વોર્સ ફેઈમ) સાથે મળી પિક્ચર બનાવે તેની પાછળ દુનિયા ગાંડી થવાની જ! હવા ઊભી થઈ… Continue reading અનામિકાને પત્ર: 40

અંગ્રેજી ફિલ્મ · અનામિકાને પત્રો · ખંડ: ઉત્તર અમેરિકા · ખંડ: યુરોપ · ફિલ્મ સિનેમા · વિષય: કલાક્ષેત્રો · સંગીત/ચિત્ર/લલિતકલા · હોલિવુડ સિનેમા

અનામિકાને પત્ર: 29

. પ્રિય અનામિકા, તમારી સંગીત સભામાં ફિલ્મ સંગીતની ચર્ચા થઈ તે મારી દ્રષ્ટિએ આવકાર્ય ગણાય. તમે ડિસેમ્બર મહિનામાં ચર્ચાસભામાં ફિલ્મક્ષેત્રની ચર્ચા કરવાના છો. કાશ! હું પણ ત્યાં તમારી સાથે હોત! મને તો મન થાય છે કે હું પણ અમેરિકા આવી જાઉં અને તમારી બૌદ્ધિક ચર્ચાઓમાં શામિલ થાઉં ! પણ … અમેરિકા કાંઈ રેઢું પડ્યું છે?… Continue reading અનામિકાને પત્ર: 29

અનામિકાને પત્રો · કે. આસિફ · ફિલ્મ સિનેમા · મોગલ-એ-આઝમ / મુઘલ-એ-આઝમ

અનામિકાને પત્ર: 21

. પ્રિય અનામિકા! “મોગલ-એ-આઝમ” (મુઘલ-એ-આઝમ કે Mughal-E-Aajham) વિશે તારો પત્ર મને વારંવાર વાંચવો ગમ્યો. આ ફિલ્મની રંગીન પ્રિન્ટ અને બ્લેક-એન્ડ-વ્હાઈટ પ્રિન્ટની ખૂબીઓને તેં સરસથી અવલોકી છે. આવી દ્રષ્ટિ ખીલવવા બદલ અભિનંદન! તારા કેટલાક મિત્રોએ આ ક્લાસિક હિન્દી ફિલ્મ પ્રથમ જ વખત જોઈ અને તેઓ પ્રભાવિત થયાં તે વાત આનંદ આપે છે. અનામિકા! “મોગલ-એ-આઝમ”ની નિર્માણ કહાણી… Continue reading અનામિકાને પત્ર: 21

અનામિકાને પત્રો · ખંડ: એશિયા · ગાંધીજી મહાત્મા ગાં · દાદાસાહેબ ફાલકે · ફિલ્મ સિનેમા · વિષય: જીવનકથા · વિષય: પરિચય

અનામિકાને પત્ર: 9 Anamika: 9

. પ્રિય અનામિકા, તમારો અચાનક ફોન આવતાં આશ્ચર્ય જરૂર થયું હતું. અમરે “લગે રહો મુન્નાભાઈ”ની વાત કરી તો આનંદ થયો. તમે તમારા ભારતીય મિત્રો સાથે “લગે રહો મુન્નાભાઈ” માણી. સૌએ જોવી જોઈએ. મહાત્મા ગાંધીના વિચારો પર આધારિત આ ફિલ્મ બધાને સ્પર્શવી જ જોઈએ. ગાંધીજીના આદર્શો રમૂજ સાથે વ્યક્ત કરવામાં વિધૂ વિનોદ ચોપરા તથા હીરાણી સફળ… Continue reading અનામિકાને પત્ર: 9 Anamika: 9