અનામિકાને પત્રો · ખંડ: ઉત્તર અમેરિકા · વિષય: ઈતિહાસ · વિષય: પરિચય

અનામિકાને પત્ર: 1607/2

.

પ્રિય અનામિકા,

તમે ન્યૂ યૉર્ક શહેર સાથે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી લિબર્ટી આઇલેન્ડએલિસ આઇલેન્ડની ટ્રીપ પ્લાન કરી છે? ખૂબ સરસ. ન્યૂ યૉર્ક હાર્બરની શોભા વધારતું સ્ટેચ્યુ ઓફ લિબર્ટી માત્ર અમેરિકા માટે જ નહીં, સમગ્ર વિશ્વ માટે ગૌરવનું મોન્યુમેન્ટ છે. ફ્રાન્સની પ્રજાએ અમેરિકાને ભેટ કરેલ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ફ્રાન્સના શિલ્પકાર ફ્રેડરિક બાર્થોલ્ડી અને એફિલ ટાવર (પેરિસ) ના એન્જીનિયર એફિલનું સર્જન છે. સાથે જ, અમેરિકાના વર્તમાનપત્ર ‘ન્યૂ યૉર્ક વર્લ્ડ’ના પ્રકાશક જોસેફ પુલિત્ઝર અને અન્ય પ્રતિષ્ઠિત અમેરિકનોના પ્રયત્નો આ પ્રેરણાદાયી કૉપર સ્ટેચ્યુના પ્રૉજેક્ટને સફળ કરવામાં પ્રેરક બન્યા.

જૂન 1885માં સ્ટેચ્યુના વિવિધ ભાગોને ફ્રાન્સથી સ્ટીમર દ્વારા અમેરિકાના ન્યૂ યૉર્ક બંદરે લવાયા અને એસેમ્બલ કરાયા. લિબર્ટી આઇલેન્ડ પર 151 ફૂટ ઊંચાઇ અને 204 ટન વજન ધરાવતા સ્ટેચ્યુને એક ઊંચા પેડેસ્ટલ પર મૂકાયું. 28 ઑક્ટોબર, 1886ના દિવસે અમેરિકાના પ્રેસિડેન્ટ ગ્રોવર ક્લીવલેન્ડના હાથે સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને અમેરિકન પ્રજાને સમર્પિત કરવામાં આવ્યું. આજે ન્યૂ યૉર્ક હાર્બરના લિબર્ટી આઇલેન્ડ પર સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનું 305 ફૂટ ઊંચું મોન્યુમેન્ટ માનવજાતને સ્વતંત્રતાની પ્રેરણા આપે છે.

સ્ટેચ્યુ ઓફ લિબર્ટી તથા એલિસ આઇલેન્ડની કાયાપલટનો યથાયોગ્ય શ્રેય પ્રેસિડેન્ટ રોનાલ્ડ રેગનને આપવો પડે. અમેરિકન પ્રેસિડેન્ટ રેગનને 1982માં લિ આયાકોકા (ક્રાઇસ્લર કૉર્પોરેશનના તત્કાલીન ચેરમેન) જેવા બાહોશ ફંડ રેઇઝર મળ્યા. લિ આયાકોકાની લીડરશીપમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટી-એલિસ આઇલેન્ડ ફાઉન્ડેશન (SOLEIF) સ્થપાયું અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી તથા એલિસ આઇલેન્ડની રોનક બદલાઈ ગઈ.

તમારા મિત્રોએ તમને કહ્યું હશે તેમ અત્યારે સ્ટેચ્યુ ક્રુઇઝStatue Cruises – ની ‘સ્ટેચ્યુ ઓફ લિબર્ટી એન્ડ એલિસ આઇલેન્ડ ફેરી’ ની મજા કોઇ ઑર જ છે.

આજે એલિસ આઇલેન્ડને નવી જ ઓળખ મળી છે! અનામિકા! નેશનલ મ્યુઝિયમ ઑફ ઇમિગ્રેશન તો તમે જશો જ, સાથે ‘હાર્ડ હેટ ટૂર’ દ્વારા એલિસ આઇલેન્ડની જૂની હૉસ્પિટલની મુલાકાત જરૂર લેશો. આ માટે તમારે સ્ટેચ્યુ ક્રુઇઝ – Statue Cruises – ની ‘હાર્ડ હેટ રિઝર્વ ટિકીટ’ લેવી પડશે. એલિસ આઇલેન્ડની હાર્ડ હેટ ટૂરના નિયમો સખત છે, તે ધ્યાન રાખશો. હાર્ડ હેટના ‘Do’s n Don’ts’ ને નજર અંદાજ ન કરતા!

એલિસ આઇલેન્ડના નેશનલ મ્યુઝિયમ ઑફ ઇમિગ્રેશનની મુલાકાત લો ત્યારે યાદ રાખશો કે અમેરિકામાં સ્થાયી થયેલ લાખો નામી-અનામી ઇમિગ્રન્ટ્સ એલિસ આઇલેન્ડના ઇમિગ્રેશન સેન્ટર પરથી દેશમાં પ્રવેશ્યાં. અનામિકા! તમે અમેરિકાના મહાન સર્જક ખલિલ જિબ્રાન (કહલિલ જિબ્રાન) ને જરૂર યાદ કરશો. લેબેનોનમાં જન્મેલા ખલિલ જિબ્રાન બાર વર્ષની ઉંમરે પોતાની માતા સાથે એક વસાહતી તરીકે જ અમેરિકા આવેલા ને! ખલિલ જિબ્રાન (કાહલિલ જિબ્રાન) પોતાનું વતન લેબેનોન છોડી, 1895માં ન્યૂ યૉર્કના એલિસ આઇલેન્ડના ઇમિગ્રેશન સેન્ટર પરથી અમેરિકામાં પ્રવેશ્યા અને એક મહાન લેખક – કવિ – ચિત્રકાર તરીકે ઇતિહાસમાં અમર થઈ ગયા. અનામિકા! ખલિલ જિબ્રાનની અમર કૃતિ ‘ધ પ્રોફેટ’ ને કોઇ શબ્દોમાં વર્ણવી ન શકાય.

ખલિલ જિબ્રાન પર વાત કરવા બેસીશ તો કલાકો નીકળી જશે. આજે અહીં જ રોકાઉં?

સસ્નેહ આશીર્વાદ.

.

One thought on “અનામિકાને પત્ર: 1607/2

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s